SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત

Sai Sudharsan Injured : ભારતીય ટીમ 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ શરૂ કરવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ પણ રમાવાની છે. આ પહેલાં ભારતીય ટેસ્ટ ટીમનો સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયો છે.

Written By Dilip Chaudhary
Published: Oct 12, 2026, 02:36 PM IST | Updated: Oct 12, 2026, 02:38 PM IST
Join

Sai Sudharsan Injured : ટીમ ઈન્ડિયા થોડા દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવાના થશે. આ શ્રેણીમાં 5 વન-ડે, 5 T20 અને 2 ટેસ્ટ મેચોનો સમાવેશ થાય છે. અગાઉની ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડે ભારતને 3-0થી હરાવ્યું હતું અને ટીમ ઈન્ડિયા તે હારનો બદલો લેવા આતુર છે. આથી ટીમ મેનેજમેન્ટે તમામ ટેસ્ટ ખેલાડીઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવા કહ્યું છે અને કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા Aની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જોકે, આ પ્રવાસ પહેલા રણજી મેચ દરમિયાન સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયો છે.

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત

જયપુરમાં હાલમાં તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચે રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન તમિલનાડુની ટીમનો ભાગ છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. રાજસ્થાનના કરણ લાંબાએ કવર ડ્રાઈવ ફટકારી હતી અને બોલ રોકવાના પ્રયાસમાં સુદર્શન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ઈજા ગંભીર જણાતી નહોતી, તેમ છતાં સપોર્ટ સ્ટાફના સભ્યો તેને મેદાનની બહાર લઈ ગયા હતા.

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

સાઈ સુદર્શનની વધી શકે છે મુશ્કેલી

સાઈ સુદર્શન તાજેતરમાં જ ક્રિકેટના મેદાન પર પરત ફર્યો હતો. તે ઓસ્ટ્રેલિયા A સામેની ટેસ્ટ અને વન-ડે શ્રેણી માટે ઈન્ડિયા A ટીમનો ભાગ હતો. તેને ન્યુઝીલેન્ડમાં 26 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ પહેલા તેની ઈજા થવી એ ખરાબ સમાચાર છે. તાજેતરમાં જ ઈજામાંથી સાજા થયા બાદ આ નવી સમસ્યા તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઊભા કરે છે અને સંભવિતપણે ટીમ ઈન્ડિયામાં પસંદગીની તેની તકોને અવરોધી શકે છે.

સુદર્શનની જગ્યાએ દેવદત્ત પડિક્કલનો સમાવેશ

સાઈ સુદર્શન છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયામાં નંબર 3 બેટ્સમેન રહ્યો છે. જોકે, શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા ક્રમે બેટિંગ કરવાની તક મળી. તેણે શ્રીલંકા સામેની બંને ટેસ્ટ મેચોમાં સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાના ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે પોતાની પસંદગી પાકી કરી લીધી.

હવે સાઈ સુદર્શન બેકઅપ ખેલાડી બની ગયો છે. ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓમાં ઈન્ડિયા A માટે સારું પ્રદર્શન કરીને તેની પાસે પડિક્કલ કરતાં આગળ નીકળીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની તક છે. જોકે, ઈજામાંથી સાજા થઈને તે સંપૂર્ણ ફિટનેસ મેળવવામાં નિષ્ફળ જશે, તો તેને ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી સંપૂર્ણપણે બહાર થવું પડી શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES