SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એશિયા કપ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર... રજત પાટીદાર બહાર, આ ધુરંધરની એન્ટ્રી

Rajat Patidar : ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ કતારની રાજધાની દોહામાં યોજાવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન સૌની નજર વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા પર રહેશે. એશિયા કપની ભારતીય ટીમમાંથી રજત પાટીદાર બહાર થયો છે.

Written By Dilip Chaudhary
Published: Nov 08, 2026, 03:50 PM IST | Updated: Nov 08, 2026, 03:55 PM IST
Join

Rajat Patidar : ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના કારણે રજત પાટીદારે હાલ પૂરતું 50 ઓવરના ફોર્મેટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જે અંગે તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જાણ કરી દીધી છે. પરિણામે પાટીદાર હવે આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં.

પાટીદારના ખસી ગયા બાદ પસંદગી સમિતિએ રિંકુ સિંહને ઈન્ડિયા A ટીમનો વાઈસ-કેપ્ટન બનાવ્યો છે. તો પાટીદારની જગ્યાએ આયુષ બદોનીને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તિલક વર્મા ટીમનું નેતૃત્વ કરશે. આ ટુર્નામેન્ટ માટેની ઈન્ડિયા A ટીમમાં અભિષેક શર્મા અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે.

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બીજી વનડેમાં બે સિક્સર ફટકારીને શાહિદ આફ્રિદીનો તોડ્યો રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, અફઘાનિસ્તાન-A અને હોંગકોંગનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ Bમાં ઈન્ડિયા-A, પાકિસ્તાન-A, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેલ છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. સેમીફાઈનલ મેચો 26 અને 27 નવેમ્બરે યોજાશે, જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ 29 નવેમ્બરે રમાશે.

22 નવેમ્બરે પાકિસ્તાન-A સામે ટક્કર

ભારતીય ટીમ 20 નવેમ્બરે નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન-A સામે ટક્કર થશે. ઈન્ડિયા-A ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચ 24 નવેમ્બરે UAE સામે રમશે. ભારતની આ ત્રણેય લીગ-સ્ટેજ મેચો દોહામાં રમાશે.

નેપાળ અને પાકિસ્તાન-A સામેની મેચો વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે, ભારત-A અને UAE વચ્ચેની મેચ યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે યોજાશે.

ભારત-A ટીમ

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રાજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અરશદ ખાન અને આયુષ બદોની.

ભારત-Aનું સંપૂર્ણ શેડ્યૂલ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES