• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /સવારે ઊઠતાની સાથે જ હાથ-પગ અકડાઈ જાય છે? આ લક્ષણો હોઈ શકે છે આર્થરાઈટિસ (સંધિવા) નો સંકેત!

સવારે ઊઠતાની સાથે જ હાથ-પગ અકડાઈ જાય છે? આ લક્ષણો હોઈ શકે છે આર્થરાઈટિસ (સંધિવા) નો સંકેત!

સવારે ઉઠ્યા બાદ તમારા હાથ પગ અકડાઈ જાય છે કે ક્રેમ્પ આવવા લાગે છે તો તે આર્થરાઇટિસનો સંકેત હોઈ શકે છે, ડોક્ટર જણાવે છે કે ક્યા લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ?

Written ByGokani Dhaval
Published: Nov 08, 2026, 03:38 PM IST|Updated: Nov 08, 2026, 03:40 PM IST
joinshare
સવારે ઊઠતાની સાથે જ હાથ-પગ અકડાઈ જાય છે? આ લક્ષણો હોઈ શકે છે આર્થરાઈટિસ (સંધિવા) નો સંકેત!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એશિયા કપ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર... રજત પાટીદાર બહાર, આ ધુરંધરની એન્ટ્રી

એશિયા કપ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર... રજત પાટીદાર બહાર, આ ધુરંધરની એન્ટ્રી

2

સવારે ઊઠતાની સાથે જ હાથ-પગ અકડાઈ જાય છે? આ લક્ષણો હોઈ શકે છે આર્થરાઈટિસ (સંધિવા) નો સંકેત!

3

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર? જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત

4

યાદ છે 8 નવેમ્બરની એ રાત? જ્યારે રાતોરાત બંધ થઈ ગઈ હતી 500 અને 1000 રૂપિયાની મોટી નોટ, પૂરા થયા નોટબંધીના 10 વર્ષ

5

'નક્સલી ખતમ પરંતુ ખતરો હજુ ટળ્યો નથી', દિમાગી નક્સલને પરાસ્ત કરવાના છે... બસ્તરમાં દિવાળી પર જવાનો વચ્ચે બોલ્યા પીએમ મોદી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સવારે ઉઠી હાથ-પગ અકડાઈ જવા, આંગળીઓ વાળવામાં મુશ્કેલી થવી કે સાંધામાં દુખાવો રહેવો આર્થરાઇટિસનો શરૂઆતી સંકેત હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો તેને ઉંમર વધવા, થાક કે સામાન્ય નબળાઈ સમજી નજરઅંદાજ કરે છે, પરંતુ સતત આવું થાય તો તે સાંધા સાથે જોડાયેલી બીમારીનો સંકેત હોઈ શકે છે. નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું કે તમારે ક્યા સંકેતોનો નજરઅંદાજ ન કરવા જોઈએ.

આર્થરાઇટિસના પ્રકાર

ડોક્ટર એચ.એસ. છાબડા કહે છે કે આર્થરાઇટિસ ઘણા પ્રકારના હોય છે, જેમાં રૂમેટાઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયોઆર્થરાઇટિસ મુખ્ય છે.

રૂમેટાઇડ આર્થરાઇટિસઃ રૂમેટાઇડ આર્થરાઇટિસમાં શરીરની રોગ ઈમ્યુનિટી ભૂલમાં પોતાના જ સાંધા પર હુમલો કરવા લાગે છે, જેથી તેમાં સોજા, દુખાવો અને જકડન થવા લાગે છે. જેમાં સવારે ઉઠ્યા બાદ અકડન સામાન્ય રીતે 30 મિનિટથી વધુ સમય રહે છે.

ઓસ્ટિયોઆર્થરાઇટિસઃ તો ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં સાંધાની વચ્ચે રહેલ કાર્ટિલેજ ધીમે-ધીમે ઘસાવા લાગે છે, જેનાથી ચાલવા-ફરવા, સીડીઓ ચઢવા કે કોઈ સામાન ઉઠાવવા પર દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત, સાંધાઓમાં સોજો, ગરમાવો અને લાલાશ, પકડ નબળી પડવી તથા ઘૂંટણમાં દુખાવો થવો એ પણ લક્ષણો હોઈ શકે છે.

આ પણ વાંચોઃ મળમાં લોહીથી લઈને પેટ ફૂલવા સુધી: આ લક્ષણોને સામાન્ય ગણી ભૂલ ન કરો, હોઈ શકે છે પેટનું કેન્સર

ડોક્ટર અનુસાર સવારે ઉઠવા પર હાથ-પગ કે સાંધામાં લાંબા સમય સુધી રહેતી અકડન, સોજા, લાલાશ કે ચાલવા-ફરવામાં મુશ્કેલી જેવી સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. જો આ સમય લાંબા સમય સુધી રહે તો ડોક્ટરની સલાહ લો.

કઈ રીતે આ સમસ્યાને કંટ્રોલ કરી શકાય?

ડોક્ટર કહે છે કે જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે કે ધીમે-ધીમે વધી રહી છે તો તેને સામાન્ય દુખાવો સમજી નજરઅંદાજ કરવાની જગ્યાએ ડોક્ટરને મળો. સમય પર ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે. આ સાથે નિયમિત હળવી કસરત કરો, વજન નિયંત્રણમાં રાખો, સંતુલિત ખાનપાન અને સાંધા પર જરૂર કરતા વધુ ભાર આપવાથી બચવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News