• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બીજી વનડેમાં બે સિક્સર ફટકારીને શાહિદ આફ્રિદીનો તોડ્યો રેકોર્ડ

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બીજી વનડેમાં બે સિક્સર ફટકારીને શાહિદ આફ્રિદીનો તોડ્યો રેકોર્ડ

Rohit Sharma Record : રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે મેચમાં બે સિક્સ ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હવે તે વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

Written ByDilip Chaudhary
Published: Nov 07, 2026, 03:44 PM IST|Updated: Nov 07, 2026, 03:50 PM IST
joinshare
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બીજી વનડેમાં બે સિક્સર ફટકારીને શાહિદ આફ્રિદીનો તોડ્યો રેકોર્ડ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rohit Sharma Record : ભારતીય દિગ્ગજ ખેલાડી રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે મેચ દરમિયાન વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં તેણે 23 રનની ઇનિંગ રમી, જેમાં બે શાનદાર સિક્સનો સમાવેશ થતો હતો. આ સાથે તે વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો છે, જેણે પોતાની કારકિર્દી દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે 50 સિક્સ ફટકારી હતી.

મોહમ્મદ શમી બાદ આ 3 ફાસ્ટ બોલરો પણ લઈ શકે છે નિવૃત્તિ, લિસ્ટમાં સ્ટાર ખેલાડીનું નામ પણ સામેલ

રોહિતે ન્યૂઝીલેન્ડ સામે 51 સિક્સ ફટકારી

ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં બે સિક્સ ફટકારીને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીના એક મોટા રેકોર્ડને તોડી નાખ્યો છે. અગાઉ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ આફ્રિદીના નામે હતો. વેલિંગ્ટન વનડે પહેલાં રોહિતના નામે ન્યૂઝીલેન્ડ સામે 49 સિક્સ હતી. આ બે નવી સિક્સ સાથે તેની કુલ સંખ્યા 51 થઈ ગઈ છે અને તે આ યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેલ 45 સિક્સ સાથે ત્રીજા સ્થાને છે.

વનડેમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેન

93 - રોહિત શર્મા vs ઓસ્ટ્રેલિયા
85 - ક્રિસ ગેઈલ vs ઈંગ્લેન્ડ
63 - શાહિદ આફ્રિદી vs શ્રીલંકા
58 - રોહિત શર્મા vs શ્રીલંકા
53 - સનથ જયસૂર્યા vs પાકિસ્તાન
51 - શાહિદ આફ્રિદી vs ભારત
51 - રોહિત શર્મા vs ન્યુઝીલેન્ડ
50 - શાહિદ આફ્રિદી vs ન્યુઝીલેન્ડ

રોહિત શર્માએ એક મોટા રેકોર્ડની કરી બરાબરી

આ મેચમાં રોહિત શર્માએ એક વિશ્વ રેકોર્ડની પણ બરાબરી કરી છે. તે વનડે ક્રિકેટના ઇતિહાસમાં બીજો એવો બેટ્સમેન બન્યો છે, જેણે ત્રણ અલગ-અલગ ટીમો સામે 50 કે તેથી વધુ સિક્સ ફટકારી હોય. આ પહેલાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે આ રેકોર્ડ હતો. હવે સંયુક્ત રીતે આ બંનેના નામે આ રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં રોહિતની કુલ સિક્સની સંખ્યા હવે 51 થઈ ગઈ છે. આ સાથે ન્યૂઝીલેન્ડ ત્રીજી એવી ટીમ બની ગઈ છે, જેની સામે રોહિતે 50 સિક્સનો આંકડો પાર કર્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News