SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vastu Tips: પૂજાની સામગ્રી ઢોળાવાનો શું થાય અર્થ ? જાણો શુભ વસ્તુઓ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા વિશે

Vastu Tips: શું તમારી સાથે એવું થયું છે કે તમે પૂજાની તૈયારી કરતાં હોય અને અચાનક પૂજાની થાળી, દીવો, કે કંકુ ચોખા હાથમાંથી ઢોળાઈ જાય ? આ રીતે બનેલી ઘટના શુભ અને અશુભ ઘટનાનો સંકેત પણ હોય શકે છે. ચાલો તમને જણાવીએ પૂજા સંબંધિત વસ્તુઓ હાથમાંથી પડી જાય તેનો અર્થ શું થાય ?

Written By Krupa Shah
Published: Oct 12, 2026, 11:17 AM IST | Updated: Oct 12, 2026, 11:20 AM IST
Join

Vastu Tips: સવારના સમયમાં દરેક કામની ઉતાવળ હોય છે. સવારે જાગીની ઘરના રુટીન કામ ઉપરાંત પૂજા, પાઠ અને નાસ્તા સહિતની તૈયારીઓ મર્યાદિત સમયમાં પુરી કરવાની હોય છે. આવા સમયે વસ્તુ ઢોળાઈ જવી, હાથમાંથી પડી જવા જેવી ઘટનાઓ બને છે. પૂજાની સામગ્રી, દૂધ, મીઠું જેવી વસ્તુઓ હાથમાંથી પડી જાય તો તેના પરથી શુભ અશુભ સંકેત મળે છે. તેવું વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલું છે.

વાસ્તુ શાસ્ત્રના શુભ-અશુભ સંકેતો

રસોઈની કેટલીક વસ્તુઓ, પૂજાની સામગ્રી જેમકે દીવો, આરતી વગેરે અચાનક હાથમાંથી પડી જાય તો તેની પાછળ શુભ અશુભ સંકેતો હોય શકે છે. આ સંકેતો વિશે વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક જણાવેલું છે. ચાલો આજે તમને પણ જણાવીએ વાસ્તુ અનુસાર હાથમાંથી કઈ વસ્તુ પડવી શુભ છે અને કઈ વસ્તુ અશુભ ગણાય ચાલો આજે જાણીએ.

આ પણ વાંચો: Weekly Horoscope: 12 થી 18 ઓક્ટોબર સુધીનો સમય તમારી રાશિ માટે કેવો રહેશે ? જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

પૂજાની થાળી

સવારે ઉતાવળમાં પૂજા કરવા જતા હોય અને પૂજા માટે તૈયાર કરેલી થાળી હાથમાંથી પડી જાય કે મંદિરમાં રાખેલી થાળીમાં હાથ લાગે અને થાળી પડી જાય તો ચિંતા થઈ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર પૂજાની થાળી હાથમાંથી પડી જાય કે હાથ લાગવાથી સામગ્રી ઢોળાઈ જાય તે અશુભ સંકેત હોય છે. કહેવાય છે કે આવું થાય ત્યારે પરિવાર પર કોઈ સંકટ આવી શકે છે.

દીવો પડી જવો

સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો કરવામાં આવે છે. પૂજા માટે તૈયાર કરેલો દીવો કે આરતીની થાળી હાથમાંથી પડી જાય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. આવું થાય તો તેને આવનાર આર્થિક સંકટનો સંકેત માનવામાં આવે છે.

તેલ ઢોળાઈ જવું

પૂજાથી લઈ રસોઈમાં ઉપયોગમાં લેવાતું તેલ કાઢતી વખતે ઢોળાઈ જાય તો તે પણ અશુભ ગણાય છે. તેલનું ઢોળાવું આર્થિક નુકસાન કે નોકરી-વેપારમાં આવનાર સંકટના સંકેત તરીકે જોવામાં આવે છે. તેલ ઢોળાઈ જવું ભવિષ્યમાં થનાર નુકસાનનો ઈશારો પણ માનવામાં આવે છે.

મીઠું ઢોળાવું

રસોઈ કરતી વખતે હાથમાંથી મીઠું ઢોળાઈ જાય તો તે પણ અશુભ છે. જો તમારી સાથે વારંવાર આવું થતું હોય તો તે ધન સંબંધિત સમસ્યાનો સંકેત હોય શકે છે. માન્યતા એવી પણ છે કે મીઠું ઢોળાવું પરિવારની અનબનનો સંકેત કરે છે.

આ પણ વાંચો: નવરાત્રી પર સર્જાશે શુક્ર મંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ, 4 રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

દૂધ ઉભરાઈ જવું

રોજ દૂધ ગરમ કરો ત્યારે બરાબર ધ્યાન રાખતાં હોય અને ક્યારેય ધ્યાન હોવા છતાં દૂધ ઉભરાઈ જાય છે. આ રીતે દૂધનું ઉભરાવું ઘરમાં આવનાર અશાંતિનો સંકેત હોય શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર દૂધ ચંદ્રનું પ્રતિક છે. જો દૂધ ઉભરાઈ જાય તો ઘરના લોકોની માનસિક શાંતિને અસર થાય છે.

જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના પૂજા-પાઠ કરતી વખતે બને તો તેના અશુભ પરિણામ વિશે વિચારી ચિંતા કરવી નહીં. ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરવી અને મન શાંત રાખવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES