Sarvpitru Amavasya 2026: આ વર્ષે સર્વપિતૃ અમાસ 10 ઓક્ટોબર 2026 અને શનિવારે આવશે. આ વર્ષની અમાસ વિશેષ છે કારણ કે આ અમાસ શનિવારે આવશે. સર્વપિતૃ અમાસ દાન-પુણ્ય માટે વિશેષ હોય છે. આ દિવસ શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ હોય છે. સર્વપિતૃઓ માટે આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. સર્વપિતૃ અમાસના દિવસે દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આજે તમને દાન માટેની 5 વસ્તુઓ વિશે જણાવીએ જેનું દાન પુણ્ય ફળ આપે છે. અહીં દર્શાવેલી 5 વસ્તુઓનું દાન તમે કરી શકો છો અને 5 માંથી કોઈ એક વસ્તુનું દાન પણ કરી શકો છો.
સર્વપિતૃ અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન શુભ ?
અન્નદાન
સર્વપિતૃ અમાસનું સૌથી મોટું દાન છે અન્નદાન. આ દિવસે અન્નદાન કરવું સૌથી શુભ ગણાય છે. અમાસના દિવસે તમે જરૂરીયાત મંદ વ્યક્તિ કે બ્રાહ્મણને ઘઉં, ચોખા, દાળ, ફળ અને અન્ય જરૂરી વસ્તુઓ દાનમાં આપી શકો છો.
કાળા તલ
સર્વ પિતૃ અમાસના દિવસે જો તમે કાળા તલનું દાન કરો છો તો સર્વક્ષેષ્ઠ રહેશે. કારણ કે આ વખતે અમાસ શનિવારે છે. જો કાળા તલનું દાન કરવું હોય તો શનિવાર પહેલા તલ ખરીદી લેવા. પછી શનિવારે દાન કરવા. કાળા તલનું દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં આવેલી બાધાથી મુક્તિ મળે છે.
વસ્ત્ર દાન
સર્વપિતૃ અમાસના દિવસે વસ્ત્ર દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. બ્રાહ્મણ અથવા જરૂરીયાતમંદ વ્યક્તિને વસ્ત્ર દાન કરી શકો છો. આ દિવસે ધોતી, સાડી, ધાબળા સહિતના વસ્ત્રો દાનમાં આપી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર વસ્ત્ર દાન કરવાથી સમાજમાં માન સન્માન વધે છે.
ગોળ
ખૂબ ઓછા લોકો જાણે છે કે અમાસના દિવસે ગોળનું દાન કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. જીવનમાં આવેલી બાધાઓ દુર થાય છે. ગોળનું દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ વધે છે.
આ 4 વસ્તુઓ ઉપરાંત પાંચમી વસ્તુ છે ચાંદી. આજના સમયમાં ચાંદીનું દાન કરવું દરેક માટે શક્ય નથી પરંતુ જો તમે સક્ષમ હોય તો ચાંદીનું દાન પણ કરી શકો છો. સર્વપિતૃ અમાસ પર ચાંદીની વસ્તુ કોઈને દાનમાં આપવાથી માનસિક શાંતિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)