• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદમાં ઠગાઈનો અનોખો કિસ્સો, ચિલ્લરના નામે ગઠિયાએ વેપારીઓને લગાવ્યો લાખોનો ચૂનો

અમદાવાદમાં ઠગાઈનો અનોખો કિસ્સો, ચિલ્લરના નામે ગઠિયાએ વેપારીઓને લગાવ્યો લાખોનો ચૂનો

Ahmedabad Coin Fraud : અત્યાર સુધી ચોર અને ઠગબાજોની અનેક મોડસ ઓપરેન્ડી સાંભળી હશે, પરંતુ અમદાવાદમાં એક ગઠિયાએ છેતરપિંડી માટે ચિલ્લરને હથિયાર બનાવ્યું. 5 અને 10 રૂપિયાના સિક્કા આપવાના બહાને હોટેલ સંચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે.

Written ByDilip Chaudhary
Published: Oct 08, 2026, 06:34 PM IST|Updated: Oct 08, 2026, 06:38 PM IST
joinshare
અમદાવાદમાં ઠગાઈનો અનોખો કિસ્સો, ચિલ્લરના નામે ગઠિયાએ વેપારીઓને લગાવ્યો લાખોનો ચૂનો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

2

નવરાત્રિમાં ગ્લો અને એનર્જી માટે યુવાઓમાં નવો ટ્રેન્ડ, IV ડ્રિપ થેરાપી બની ચર્ચાનો વિષય

3

Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ

4

ખુલ્યા પહેલા 55 રૂપિયા પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO, 13 ઓક્ટોબરે ખુલશે, જાણો પ્રાઈસ બેંડ

5

અમદાવાદમાં ઠગાઈનો અનોખો કિસ્સો, ચિલ્લરના નામે ગઠિયાએ વેપારીઓને લગાવ્યો લાખોનો ચૂનો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદમાં ઠગાઈનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચિલ્લરની જરૂરિયાત ધરાવતા વેપારીઓને વિશ્વાસમાં લઈને આરોપી રોકડ મેળવી લેતો હતો. પૈસા મળ્યા બાદ ચિલ્લર આપ્યા વિના જ ફરાર થઈ જતો. રામોલ પોલીસે આ ભેજાબાજને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ સાતથી વધુ વેપારીઓને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોણ છે આ આરોપી અને કઈ રીતે વેપારીઓને પોતાનો શિકાર બનાવતો હતો, તેના વિશે આ લેખમાં જાણીશું.

છેતરપિંડીની અનોખી મોડસ ઓપરેન્ડી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ચિલ્લર આપવાના બહાને છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો છે. રામોલ પોલીસે 33 વર્ષીય વાલા ઉર્ફે વિરાજ રબારીની ધરપકડ કરી છે. આરોપી હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોને ટાર્ગેટ કરતો હતો. વેપારીઓને 5 અને 10 રૂપિયાના સિક્કા મોટી સંખ્યામાં લાવી આપવાની વાત કરતો.

ચિલ્લરની જરૂરિયાત હોવાથી વેપારીઓ આરોપીની વાતમાં આવી જતા હતા. ત્યારબાદ આરોપી વેપારીઓ પાસેથી 15 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની રોકડ મેળવી લેતો હતો. પરંતુ રોકડ મળ્યા બાદ ચિલ્લર આપ્યા વિના જ આરોપી ફરાર થઈ જતો હતો. ફરિયાદ બાદ બાતમીના આધારે પોલીસે આરોપીને વસ્ત્રાલના તનમન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.

આરોપી મૂળ પાટણ જિલ્લાનો છે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવર ગામનો રહેવાસી છે. આરોપીએ પરિચિતો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. દેવું વધી જતા પૈસા કમાવવા માટે તેણે છેતરપિંડીનો રસ્તો અપનાવ્યો હતો. નિકોલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી હોટેલ અને ખાણીપીણીની દુકાનો તેની નજરમાં રહેતી હતી.

આરોપી પહેલાં હોટેલમાં જમવા જતો અને સંચાલક સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવતો હતો. ત્યારબાદ ઓળખીતાઓ અથવા બેંકમાંથી 5 અને 10 રૂપિયાના સિક્કા લાવી આપશે તેમ જણાવતો હતો. વેપારીઓ પાસેથી રોકડ મેળવ્યા બાદ ચિલ્લર આપવા માટે નજીકની સોસાયટી પાસે બોલાવતો હતો. પરંતુ વેપારી ત્યાં પહોંચે તે પહેલાં જ આરોપી રોકડ લઈને ફરાર થઈ જતો હતો. એક વેપારી સાથે છેતરપિંડી કર્યા બાદ આરોપી એકથી બે મહિના સુધી ગાયબ થઈ જતો હતો.

સાતથી વધુ વેપારીઓને શિકાર બનાવ્યા

ત્યારબાદ ફરી નવા વેપારીઓને ટાર્ગેટ કરીને આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ છેલ્લા બે વર્ષમાં સાતથી વધુ વેપારીઓને શિકાર બનાવ્યાની કબૂલાત કરી છે. આરોપીએ વેપારીઓ પાસેથી કુલ 4.60 લાખથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. હાલ રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગઠિયાએ અન્ય કેટલા વેપારીઓ સાથે આ રીતે છેતરપિંડી કરી છે. તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News