• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ

Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ

Soft Roti Hacks: આજે તમને એવો ઉપાય જણાવીએ જેની મદદથી તમે બનાવેલી રોટલી 24 કલાક સુધી સોફ્ટ રહેશે. સવારે બનાવેલી રોટલી રાત્રે પણ એકદમ મુલાયમ રહેશે. આ કામ કરવા માટે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ખાસ વસ્તુ ઉમેરવાની રહેશે.

Written ByKrupa Shah
Published: Oct 08, 2026, 07:04 PM IST|Updated: Oct 08, 2026, 07:06 PM IST
joinshare
Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    પાકિસ્તાનનું કપાયું પત્તુ... ભારતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને મળ્યું સ્થાન

    પાકિસ્તાનનું કપાયું પત્તુ... ભારતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને મળ્યું સ્થાન

    2

    આ બાઇકના વેચાણમાં 902%નો વધારો, કંપનીએ લોન્ચ કર્યું એક નવું વેરિઅન્ટ, જાણો

    3

    નવરાત્રિમાં ગ્લો અને એનર્જી માટે યુવાઓમાં નવો ટ્રેન્ડ, IV ડ્રિપ થેરાપી બની ચર્ચાનો વિષય

    4

    Soft Roti Hacks: સવારે બનાવેલી રોટલી રાત સુધી એકદમ સોફ્ટ રહેશે, લોટમાં ઉમેરી દેજો આ પીળી વસ્તુ

    5

    ખુલ્યા પહેલા 55 રૂપિયા પ્રીમિયમ પર પહોંચ્યો આ IPO, 13 ઓક્ટોબરે ખુલશે, જાણો પ્રાઈસ બેંડ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Soft Roti Hacks: જે વર્કિંગ વુમન હોય તેવો સવારે ઓફિસ જતા પહેલા રસોઈમાં રોટલી સહિતની રસોઈ બનાવીને જાય છે. ગૃહિણીઓને પણ જો સવારથી સાંજ સુધી બહાર જવાનું થાય તો તે ઘરમાં લોકોના જમવાની વ્યવસ્થા કરીને જાય છે. આવા સમયે બીજી બધી વસ્તુઓ તો ગરમ કરીને ખાઈ શકાય છે પરંતુ જો સવારે બનાવેલી રોટલી જમવાના સમય સુધીમાં કડક થઈ જાય તો ગરમ કરેલી વસ્તુ પણ ભાવતી નથી. રોટલી ઠંડી થઈ જાય પછી પણ સોફ્ટ રહે તે માટે શું કરવું જોઈએ તેનો જબરદસ્ત ઉપાય આજે જણાવીએ.

    જ્યારે પણ રોટલી સવારે બનાવી લેવાની થાય ત્યારે તેનો લોટ સામાન્ય રીતે નહીં પરંતુ આ રીત ફોલો કરીને બાંધજો. ખાસ તો રોટલીના લોટમાં બે વસ્તુ ઉમેરવાની હોય છે આ બે વસ્તુ ઉમેરવાથી રોટલી એકદમ સોફ્ટ બને છે. આ રીતે બાંધેલા લોટની રોટલી 24 કલાક સુધી સોફ્ટ રહેશે. સવારે બનાવેલી રોટલી કોઈ રાત્રે પણ ખાશે તો એકદમ મુલાયમ લાગશે. તો ચાલો તમને જણાવીએ સોફ્ટ રોટલી બનાવી હોય તો તેનો લોટ કેવી રીતે બાંધવો.

    બાફેલા બટેટા અને દૂધ

    જો તમે ઈચ્છો છો કે તમે બનાવેલી રોટલી જમવાના સમય સુધીમાં રબડ જેવી ન થઈ જાય અને એકદમ રૂમાલી રોટી જેવી સોફ્ટ રહે તો તેનો લોટ બાફેલા બટેટા અને દૂધથી બાંધવો. વાત સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ એક વખત આ હેક ટ્રાય કરી જુઓ. ત્યાર પછી તમે દર વખતે રોટલીનો લોટ આ રીતે બાંધતા થઈ જશો.

    સોફ્ટ રોટલી માટે લોટ બાંધવાની રીત

    સોફ્ટ રોટલી બનાવવા માટે એક બટેટાને સારી રીતે બાફી અને પછી તેને મેશ કરી લો. બટેટામાં જરા પણ કણી ન રહે તે રીતે મેશ કરવું. ત્યાર પછી તેમાં અડધો કપ દૂધ ઉમેરો. હવે આ પેસ્ટને રોટલીના લોટમાં ઉમેરો અને પાણી વડે લોટ બાંધો. જો તમે રોટલીના લોટમાં મીઠું ઉમેરતા હોય તો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી શકો છો. દૂધ અને બાફેલા બટેટા વડે લોટ બાંધ્યા પછી લોટને તેલ ઉમેરી બરાબર સોફ્ટ કરી લો. લોટને 10 થી 15 મિનિટ ઢાંકીને રાખી દો. ત્યાર પછી તેમાંથી રોટલી બનાવવો. આ રીતે બાંધેલા લોટમાંથી રોટલી બનાવશો તો રોટલી બપોર સુધી નહીં પરંતુ રાત સુધી એકદમ મુલાયમ રહેશે.

    જો તમે બટેટા ન ખાતા હોય તો રોટલીના લોટમાં બટેટાને બદલે ફક્ત દૂધ ઉમેરી શકો છો. પરંતુ આ દૂધમાં થોડું તેલ ઉમેરી દેવું. તેલ અને દૂધના મિશ્રણથી લોટ બાંધશો તો પણ રોટલી એકદમ સોફ્ટ રહેશે અને સુકાશે નહીં. જો તમારે રોટલી સોફ્ટ બનાવી હોય તો તેનો લોટ કઠણ બાંધવો નહીં. રોટલીનો લોટ પણ થોડો સોફ્ટ રાખવો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News