SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Trigrahi Yog Rashifal: તુલા રાશિમાં રચાઈ રહ્યો છે અદ્ભુત 'ત્રિગ્રહી યોગ': 17 ઓક્ટોબરથી આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, ધનલાભના પ્રબળ યોગ!

Trigrahi Yog 2026: ગ્રહોના ગોચર કરવાથી ઘણા શુભ-અશુભ યોગ બને છે. તેનો પ્રભાવ દરેક રાશિઓના જીવન પર જોવા મળે છે. તુલા રાશિમાં બુધ અને શુક્ર બિરાજમાન છે. ઓક્ટોબરમાં તુલા રાશિમાં સૂર્યના આવાવાથી ત્રિગ્રહી યોગ બનશે.

Written By Gokani Dhaval
Published: Oct 05, 2026, 10:04 AM IST | Updated: Oct 05, 2026, 10:06 AM IST
Join

Trigrahi Yog 2026 Horoscope: ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહ હોવાથી ઘણી રાશિઓ માટે સમય સારો રહેશે. ત્રિગ્રહી યોગના પ્રભાવથી ભાગ્યશાળી રાશિઓને નોકરી અને કારોબારમાં સફળતા મળી શકે છે.

સૂર્ય ગોચર 2026
સૂર્ય ગોચર 17 ઓક્ટોબર 2026ના દિવસે શનિવાર સાંજે 7 કલાક 57 મિનિટ પર થશે. સૂર્ય ગ્રહ કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં ગોચર કરશે. તુલા રાશિમાં બુધ અને શુક્ર પહેલાથી જ બિરાજમાન છે. તેવામાં ત્રણેય ગ્રહોની યુતિનું નિર્માણ થશે.

ત્રિગ્રહી યોગ રાશિફળ
સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. સૂર્યની સાથે શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ બનશે. જ્યોતિષ પ્રમાણે શુભ યોગનો પ્રભાવ સિંહ, તુલા અને મક રાશિના જાતકો પર પડશે. બુધને બુદ્ધિ અને વ્યાપારના કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રને સુખ-સુવિધાના કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યના પ્રભાવથી માન-સન્માનમાં વધારો થશે.

આ પણ વાંચોઃ રાતોરાત પૈસાવાળા બનાવે છે રાહુ, છાયાગ્રહનું મકરમાં ગોચર આ 3 રાશિવાળાને અણધાર્યો છપ્પરફાડ 

સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. સૂર્ય ગ્રહનો પ્રભાવ અને ત્રિગ્રહી યોગ બનવાથી સિંહ રાશિ માટે સમય સારો રહેશે. તમારા લોકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. અટવાયેલા કામ પૂરા થશે. કામમાં સફળતા મળવાથી આર્થિક લાભનો યોગ બનશે. તમે લોકો કારોબારનો વિસ્તાર કરવાનું વિચારી શકો છો.

તુલા રાશિ
સૂર્ય, બુધ અને શુક્રની યુતિનું નિર્માણ તુલા રાશિમાં થવાનું છે. 17 ઓક્ટોબરે સૂર્યના ગોચર બાદ ત્રિગ્રહી યોગ એક્ટિવ થઈ જશે. તેના પ્રભાવથી તુલા રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળી શકે છે. નોકરી કરનાર જાતકો માટે સમય સારો રહેશે. આર્થિક દ્રષ્ટિએ તમને લાભ થશે.

મકર રાશિ
કરિયરના મામલામાં મકર રાશિ માટે આ સમય સારો રહેશે. તમને નોકરીમાં નવી તક મળશે. ત્રિગ્રહી યોગનું બનવું મકર રાશિના જાતકોને કામમાં સફળતા અપાવશે. અટવાયેલા કામ પૂરા થશે. તમારા લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થશે.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES