આકસ્મિક ધનલાભ કરાવવામાં રાહુ માસ્ટર ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ, પાપી ગ્રહ, રહસ્યમયી ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહુની ચાલમાં ફેરફાર એ તમામ 12 રાશિઓ પર અસર પાડે છે.
રાહુ 5 ડિસેમ્બરના રોજ કુંભમાંથી શનિના સ્વામીત્વવાળી મકર રાશિમાં જશે. રાહુનું આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર કઈકને કઈક અસર પાડશે. ત્યારે કોને કોને તે ફાયદો કરાવી શકે છે. તે જાણો.
1/4
રાહુનું રાશિ પરિવર્તન
રાહુ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જતા તેને લગભગ દોઢ મહિના જેટલો સમય લાગે છે. 2026માં લાંબા સમય સુધી કુંભ રાશિમાં રહ્યા બાદ વર્ષના અંતમાં 5 ડિસેમ્બર 2026ના રોજ છાયા ગ્રહ રાહુની ચાલમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. કારણ કે હાલ રાહુ કુંભ રાશિમાં છે અને ત્યારે તે રાશિ બદલીને શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે. રાહુની આ ચાલ મહત્વકાંક્ષા, અચાનક બદલાવ અને નવી તકો તથા ભૌતિક ઉપલબ્ધીઓ સાથે પણ જોડવામાં આવતી હોય છે. જે જાતકોના જીવનમાં અચાનક બદલાવ લાવી શકે છે. રાહુનું આ મકર રાશિમાં ગોચર કોને લાભ કરાવી શકે છે તે ખાસ જાણો.
2/4
સિંહ રાશિ
સિંહ એ સૂર્યના સ્વામીત્વવાળી રાશિ છે. આ રાશિના જાતકો માટે રાહુનું રાશિ બદલવું એ સ્પર્ધાઓ અને પડકારોમાં પોતાની ક્ષમતા વધારવામાં ઉપયોગી નીવડી શકે છે. કાર્યક્ષેત્રે વિરોધીઓ વધી શકે છે. પરંતુ તમે તમારી મજબૂત રણનીતિના દમ પર બધાને પછાડી શકો છો. નોકરીયાતોને નવી જવાબદારીઓ મળી શકે છે. જો લાંબા સમયથી પ્રમોશન કે સારા પદની રાહ જોતા હોવ તો સકારાત્મક સમાચાર મળી શકે છે. વેપાર કરતા લોકોને નવા ગ્રાહકો પણ મળી શકે છે. આઉટ ઓફ ધ બોક્સ કામ કરવાથી ફાયદો થઈ શકે છે. ડિજિટલ, ઓનલાઈન કે નવી માર્કિટિંગ નીતિ ફાયદાકારક નીવડી શકે છે. જો કે આંખ બંધ કરીને કોઈના પર વિશ્વાસ કરવો નહીં.
3/4
મીન રાશિ
દેવગુરુ બૃહસ્પતિના સ્વામિત્વવાળી મીન રાશિ માટે રાહુનું આ ગોચર આર્થિક રીતે ફાયદાકારક નીવડી શકે છે. નોકરીયાતોની આવકમાં વધારો થઈ શકે છે. વધારાની કમાણી માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલો આર્થિક લાભ હવે મળી શકે છે. નેટવર્ક અને સંપર્ક આ સમય દરમિયાન તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. કોઈ જૂના મિત્ર, સહકર્મી કે કારોબારી સંપર્ક દ્વારા એવી તકો મળી શકે જે આગળ જઈને લાભ કરાવી શકે છે. જો વેપાર કરતા હશો તો નવા ગ્રાહકો કે નવા પ્રોજેક્ટ મળી શકે છે.
4/4
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર કરિયરની રીતે ખુબ ફાયદાકારક ગણાઈ રહ્યું છે. કામકાજમાં અચાનક એવી કોઈ તક મળી શકે જેની તમને આશા નહોય. નોકરીયાતોને નવી જવાબદારી, પ્રમોશન કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કમાન મળી શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારતા હશે તેમને સારો વિકલ્પ મળી શકે છે. જો કે નવી ઓફર સ્વીકારતા પહેલા બધી ખાતરી અને ચોક્કસાઈ કરી લેવી. વેપાર કરનારાઓ માટે નવી રણનીતિનો સમય રહેશે. મોટા લોકો સાથે સંપર્ક વધી શકે છે. ભવિષ્યમાં બિઝનેસ માટે ઉપયોગી થઈ શકે તેવા લોકો સાથે મુલાકાતના ચાન્સ છે. રાહુની આ સ્થિતિ તમારી આગળ વધવાની ઈચ્છા મજબૂત કરી શકે છે. વધારાની કમાણીના સાધનો શોધવા કે ટેક્નિક અપનાવવાથી ફાયદો થઈ શકે છે. જો કે વધુ કમાણીની લાલચમાં લોભિયા ન બનવું.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)