Drishyam 3 First Weekend Box Office Collection: 2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમા ઘરોમાં અજય દેવગનની દ્રશ્યમ 3 ફિલ્મ રિલીઝ થઈ. દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીની આ છેલ્લી ફિલ્મ છે. દ્રશ્યમ ધ કનક્લુઝન ફિલ્મનો ક્રેઝ લોકો પર જબરદસ્ત રીતે જોવા મળી રહ્યો છે. ફિલ્મ નો ક્રેઝ એટલો બધો છે કે પહેલા વિકેન્ડ પછી જ આ ફિલ્મ 200 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. જો આ રીતે જ દ્રશ્યમ 3 ની બોક્સ ઓફિસ કમાણીમાં વધારો થતો રહેશે તો ફિલ્મ રિલીઝનું પહેલું વીક પૂરું થશે તે પહેલા જ ફિલ્મ દુનિયાભરમાં 300 કરોડનો બિઝનેસ કરી લેશે.
Drishyam 3 વીકએન્ડ બોક્સ ઓફિસ કલેક્શન
અજય દેવગનની ફિલ્મ drishyam 3, 2 ઓક્ટોબર અને શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ. Drishyam 3 ની પહેલા દિવસની કમાણી રેકોર્ડ બ્રેક રહી. 62 કરોડની બોક્સ ઓફિસ કમાણી સાથે દ્રશ્યમ 3 આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ આપનાર ફિલ્મ બની. પહેલા દિવસે 60 કરોડથી વધુની કમાણી પછી શનિવારે બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 3 એ 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. જ્યારે રવિવારે દ્રશ્યમ 3 ની કમાણીમાં 14 ટકાનો વધારો થયો અને ફિલ્મની રવિવારની કમાણી 61 કરોડ રૂપિયા જેટલી થઈ. આમ દ્રશ્યમ 3 એ પહેલા 3 દિવસમાં જ 176.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.
Drishyam 3 નું વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શન
ભારતમાં દ્રશ્યમ 3 નું ટોટલ નેટ કલેક્શન ત્રણ દિવસમાં 176.50 કરોડથી વધારેનું રહ્યું. જ્યારે વર્લ્ડ વાઈડ કલેક્શન ની વાત કરીએ તો 3 દિવસમાં જ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 272.80 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે 3 દિવસમાં જ દ્રશ્યમ 3 300 કરોડની ખૂબ જ નજીક પહોંચી ગઈ. જો આ રીતે જ દ્રશ્યમ ફિલ્મનું ક્રેઝ લોકો પણ જોવા મળશે તો ફિલ્મ રિલીઝને એક વીક પૂરું થશે તે પહેલા જ આ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરી લેશે.
દ્રશ્યમ 3 એ તોડ્યો જવાન અને પઠાનનો રેકોર્ડ
દ્રશ્યમ 3 એ રણવીર સિંહ અને શાહરુખ ખાનની ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી દીધો છે. ઓપનિંગ કલેક્શન ની વાતમાં શાહરુખ ખાનની જવાન અને પઠાણ ફિલ્મ અત્યાર સુધી ટોપ પર હતી પરંતુ દ્રશ્યમ 3 એ ફર્સ્ટ ડે ઓપનિંગ કલેક્શનની બાબતમાં આ બંને ફિલ્મોને પાછળ છોડી દીધી. આ સિવાય રણવીર સિંહની ફિલ્મ ધુરંધરના પહેલા પાર્ટનો રેકોર્ડ પણ અજય દેવગનની ફિલ્મ drishyam 3 એ તોડ્યો છે.
3 દિવસની રજાનો ફાયદો
દ્રશ્યમ 3 ફિલ્મને ત્રણ દિવસની રજાનું ભરપૂર ફાયદો મળ્યો છે. હવે ફિલ્મ માટે બીજું વીક શરૂ થઈ રહ્યું છે. શુક્રવાર સુધીમાં આ ફિલ્મ ની કમાણીમાં વધારો થાય છે કે ઘટાડો તેનો આધાર ફિલ્મ કેટલા કરોડની કમાણી કરશે તેના પર રહેશે. 3 દિવસમાં જ દ્રશ્યમ 3 બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જો આગામી દિવસોમાં પણ દ્રશ્યમ 3 ની પકડ મજબૂત રહી તો આ ફિલ્મ 400 500 કરોડનો બિઝનેસ પણ કરી શકે છે તેવું એક્સપર્ટનું માનવું છે. હવે આ વીક દ્રશ્યમ થ્રી માટે નિર્ણાયક રહેશે. શુક્રવાર સુધીમાં ફિલ્મની કમાણી કેટલી થાય છે તેના પર આધાર છે કે ફિલ્મ 400 કરોડ સુધી પહોંચશે કે નહીં.
દ્રશ્યમ 3 ની સ્ટોરી
અજય દેવગનની દ્રશ્યમ 3 ફિલ્મની સ્ટોરી ફરી એક વખત વિજયના પરિવાર અને તબુના બદલાતી થાય છે. આ વખતે જયદીપ અહેલાવત અજય દેવગનના પરિવાર માટે મુશ્કેલીઓ વધારે છે. ફિલ્મ જોનારા દર્શકોનું કહેવું છે કે દ્રશ્યમ 3 સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે. જેમાં દરેક સીનમાં એવું લાગે છે કે અજય દેવગન આ વખતે પકડાઈ જશે અને તેને સજા થશે. પરંતુ ફિલ્મમાં એવો ટ્વિસ્ટ આવે છે જે લોકોને મજા કરાવી દે છે. મલયાલમ ફિલ્મ દ્રશ્યમ 3 કરતા હિન્દી ફિલ્મનો ક્લાઈમેક્સ અલગ છે. આ ફિલ્મમાં એવો ટ્વિસ્ટ આવે છે જેની લોકોએ કલ્પના પણ ન કરી હોય. જેના કારણે આ ફિલ્મ લોકોને વધારે પસંદ પડી રહી છે.