Diwali Auspicious Sign: દિવાળીના દિવસે આ 7 માંથી કોઈ 1 જીવ પણ દેખાય તો સમજી લેજો તમને મળી ગયા લક્ષ્મીજીના આશીર્વાદ
Diwali Auspicious Sign: દિવાળીના દિવસે કેટલાક જીવ જો તમને અચાનક જોવા મળી જાય તો તેને તમારું સદભાગ્ય માનજો. જેના પર માતા લક્ષ્મીના આશીર્વાદ હોય તેને જ દિવાળીના દિવસે આ 7 માંથી કોઈ 1 જીવ જોવા મળે.
Diwali Auspicious Sign: 8 નવેમ્બર અને રવિવારે દિવાળીનો પાવન પર્વ ઉજવવામાં આવશે. દિવાળીનો દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ ગણાય છે. દિવાળી પર દરેક ઘરમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેથી આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે. દિવાળીના દિવસને લઈને શુકનશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શુકનશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે જો અચાનક કેટલાક જીવ જોવા મળે તો સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી ગયા છે.
શુકનશાસ્ત્રમાં એવા સાત જીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું દિવાળીના દિવસે દેખાવું અત્યંત શુભ ગણાય છે. આ વર્ષે દિવાળીના દિવસે જો તમને પણ આ સાતમાંથી કોઈ એક જીવ જોવા મળે તો સમજી લેજો કે તમારા ઘર પર પણ માતા લક્ષ્મીના આશીર્વાદ આખું વર્ષ રહેશે.
આ પણ વાંચો: Toran: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું શુભ ? જાણો
ગરોળી
દિવાળીના દિવસે જો ઘરમાં અચાનક ગરોળી દેખાય જાય તો તેને શુભ સંકેત માનવું. ખાસ કરીને લક્ષ્મીજીની પૂજા થઈ હોય તે જગ્યાએ ગરોળી ફરતી જોવા મળે તો સમજી લેવું કે તમારી પૂજા લક્ષ્મીજીએ સ્વીકારી છે અને તમારા પર લક્ષ્મીજી પ્રસન્ન છે. ગરોળીનો દેખાવી એ વાતનો સંકેત પણ ગણાય છે કે આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે.
છછુંદર
શુકનશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે છછુંદર દેખાય તેને પણ શુભ ગણવામાં આવે છે. દિવાળીની રાત્રે જો તમારા ઘરમાં છછુંદર ફરતી જોવા મળે તો સમજી લેજો કે તમારી ધન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળી જશે અને તમારી પ્રગતિના રસ્તા ખુલી જશે.
ઘુવડ
દિવાળીની રાત્રે ઘુવડ દેખાય તે અત્યંત દુર્લભ છે પરંતુ જો કોઈ વ્યક્તિને દિવાળીની રાત્રે ઘુવડ જોવા મળે તો તે શુભ ગણાય છે. શુકનશાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે ઘુવડ દેખાવું સૌભાગ્યનું પ્રતીક છે તેનો અર્થ થાય છે કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની આર્થિક સમસ્યાઓનો અંત થશે અને જીવનમાં સમૃદ્ધિ વધશે.
બિલાડી
શુકનશાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે બિલાડી અચાનક ઘરની આસપાસ દેખાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. જોકે બિલાડી ઘર નજીક આવીને રડે તેને અશુભ ગણવામાં આવે છે.
આ પણ વાંચો: Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય
પોપટ
દિવાળીના દિવસે જો તમને તમારા ઘરની આસપાસ પોપટ જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર અનુસાર ઘરમાં પોપટનું દેખાવું ધનવૃદ્ધિનો સંકેત ગણાય છે.
કાળી કીડી
દિવાળીના દિવસે જો તમારા ઘરમાં અચાનક કાળી કીડી નું ઝુંડ જોવા મળે તો તે શુભ સંકેત છે તેનો અર્થ થાય છે કે તમારા સંચિત ધનમાં વૃદ્ધિ થશે અને આર્થિક સમસ્યાઓ ઓછી થશે.
ગાય
દિવાળીના દિવસે સવારના સમયે ઘરની બહાર ગાયનું દેખાવુ અત્યંત શુભ ગણાય છે. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ માનવામાં આવે છે તેવામાં દિવાળીના દિવસે ઘરના આંગણામાં ગાયનું દેખાવુ જીવનમાં આવનાર સકારાત્મક પરિવર્તનનો સંકેત હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)