• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /2027 હશે ચંદ્રમાનું વર્ષ, 3 રાશિઓ અને 4 મૂળાંક માટે બનશે ઈચ્છાપૂર્તિનો સમય, ધન-સંપત્તિ, બેંક બેલેન્સમાં અકલ્પનીય વધારાના યોગ

2027 હશે ચંદ્રમાનું વર્ષ, 3 રાશિઓ અને 4 મૂળાંક માટે બનશે ઈચ્છાપૂર્તિનો સમય, ધન-સંપત્તિ, બેંક બેલેન્સમાં અકલ્પનીય વધારાના યોગ

Written ByViral Raval
Published: Nov 27, 2026, 09:05 IST|Updated: Nov 27, 2026, 09:11 IST
joinshare
બહુ જલદી વર્ષ 2027 શરૂ થશે અને આ વર્ષ ચંદ્રમાનું વર્ષ કહેવાય છે. દર વર્ષે કોઈને કોઈ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. અંક જ્યોતિષ મુજબ વર્ષ 2027ના સ્વામી ચંદ્રમા છે. કારણ કે વર્ષ 2027નું ટોટલ કરીએ તો (2 + 0 + 2 + 7 = 11, 1+1=2) 2 અંક આવે છે.

અંક 2ના સ્વામી ચંદ્રમા છે. ચંદ્રમા મન, મા અને લાગણીઓના કારક છે. તેની પ્રકૃતિ શીતળતા આપવાની છે. આવનારું વર્ષ ન્યૂમેરોલોજી (અંક જ્યોતિષ) પ્રમાણે  કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહી શકે છે. આ ઉપરાંત ગ્રહ ગોચરની રીતે પણ કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે. જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચંદ્રમાની ગતિ સૌથી ઝડપી હોય છે અને તેઓ વ્યક્તિને લાગણીશીલ પણ બનાવે છે. આથી વર્ષ 2027માં કોઈ પણ જાતકે લાગણીમાં ખેંચાઈને નિર્ણય લેવામાં કે ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં. અંક જ્યોતિષ મુજબ કયા મૂળાંક અને કઈ રાશિઓ માટે આ વર્ષ સારું રહેશે તે ખાસ જાણો. 

2027ની ભાગ્યશાળી રાશિઓ અને મૂળાંક1/8

2027ની ભાગ્યશાળી રાશિઓ અને મૂળાંક

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2027 કેટલીક રાશિઓ માટે પૈસાના મામલે સારું રહી શકે છે. આ વર્ષે ગુરુ અને શનિની ચાલમાં પણ ફેરફાર થવાનો છે. ગુરુ 25 જાન્યુઆરી 2027ના રોજ કર્ક રાશિમાં આવશે. ત્યારબાદ 26 જૂન 2026ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ 3 જૂનના રોજ શનિ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ ફેરફારની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓને ફાયદો થઈ શકે છે. જાણો કઈ રાશિઓ અને કયા મૂળાંકને વર્ષ 2027 બંપર લાભ કરાવી શકે છે.
કર્ક રાશિ2/8

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે 2027નું વર્ષ અનેક રીતે ખાસ રહી શકે છે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિમાં રહેશે. ગુરુને જ્યોતિષમાં શુભ ગ્રહ ગણવામાં આવે છે. ત્યારબાદ 26 જૂનના રોજ ગુરુ સિંહ રાશિમાં જશે જે તમારી રાશિથી બીજો ભાવ હશે. આ ભાવ ધન અને બચત સંલગ્ન છે. આવામાં વર્ષના બીજા ભાગમાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ શકે છે. નોકરીમાં પ્રગતિની તકો મળી શકે છે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની સાથે બચતમાં પણ મદદ મળી શકે છે.
કન્યા રાશિ3/8

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2027ની શરૂઆત આર્થિક રીતે સારી રહી શકે છે. જૂન સુધી ગુરુ તમારી રાશિમાંથી અગિયારમાં ભાવમાં રહેશે. જ્યોતિષમાં આ ભાવ આવક અને લાભનો ગણાય છે. આ દરમિયાન તમારી કમાણીના અનેક નવા રસ્તા ખુલી શકે છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની વાત આગળ વધી શકે છે. વેપાર કરનારા લોકોને કોઈ નવી ડીલથી ફાયદો થઈ શકે છે. જૂના રોકાણથી પણ લાભ થઈ શકે. જો કે વર્ષના બીજા ભાગમાં પૈસા સંબંધિત નિર્ણયો સાચવીને લેવા.
વૃશ્ચિક રાશિ4/8

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ વર્ષ 2027 આશાભર્યું રહેશે. જૂન સુધી ગુરુ તમારી રાશિથી નવમાં ભાવમાં રહેશે. ભાગ્ય અને સારી તકોનો આ ભાવ ગણાય છે. આ દરમિયાન લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારતા લોકોને સારી તક મળી શકે છે. 26 જૂન બાદ ગુરુ તમારા દસમા ભાવમાં આવશે. જે કરિયર અને કામકાજ સંબંધિત છે. જેમાં નોકરી અને વેપારમાં આગળ વધવાની નવી તકો મળી શકે છે. મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા રહેશે. હવે મૂળાંક વિશે વાત કરીએ.
મૂળાંક 2ને સૌથી વધુ લાભ5/8

મૂળાંક 2ને સૌથી વધુ લાભ

આ વર્ષનો અંક 2 થાય છે એટલે મૂળાંક 2 (જેનો જન્મ કોઈ પણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે થયો હોય) હોય તેવા લોકોને સૌથી વધુ લાભ અંક જ્યોતિષની દ્રષ્ટિએ મળી શકે છે. ખાસ કરીને એવા લોકો જે કળા, સંગીત, મીડિયા, લેખન કે પછી કોઈ ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા હોય તેમને આ વર્ષે મોટી સફળતા કે ઓળખ મળી શકે. ધન અને માન સન્માન વધી શકે છે. સંબંધોમાં પણ મધુરતા આવશે.
મૂળાંક 16/8

મૂળાંક 1

જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય તેમનો મૂળાંક 1 હોય છે. જેના સ્વામી સૂર્ય છે. અંક જ્યોતિષ મુજબ સૂર્ય અને ચંદ્રમા વચ્ચે મિત્રતાનો ભાવ છે. આથી ચંદ્રમાનું વર્ષ મૂળાંક 1 માટે નવી તકો લાવશે. નોકરી કરતા લોકોને પ્રમોશનના પૂરેપૂરા ચાન્સ છે. લીડરશીપના રોલમાં આવી શકો. વેપારમાં ફાયદો થઈ શકે છે.
મૂળાંક 57/8

મૂળાંક 5

કોઈ પણ મહિનાની 5, 14, 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. આ મૂળાંકવાળાના સ્વામી બુધ પણ ચંદ્રમાના મિત્ર છે. વર્ષ 2027 મૂળાંક 5ને આર્થિક મજબૂતી આપશે. નવી સ્કીલ્સ શીખી શકો છો કે કોઈ નવો કોર્સ કરી શકો છો. બિઝનેસ અને કરિયરમાં ખુબ લાભ કરાવી શકે છે. આ વર્ષ તમારા માટે નોલેજ અને બેંક બેલેન્સ વધારનારું રહી શકે છે.
મૂળાંક 68/8

મૂળાંક 6

જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય તેમનો મૂળાંક 6 હશે. જેના સ્વામી શુક્રનો ચંદ્રમા સાથે તટસ્થ ભાવ છે. એટલે કે મિત્ર નહીં કે શત્રુ પણ નહીં. અંક જ્યોતિષ મુજબ મૂળાંક 6 વાળા લોકો માટે વર્ષ 2027 પ્રોપર્ટીથી લાભ કરાવનારું રહેશે. તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. જે લોકો સિંગલ છે તેમના લગ્ન થઈ શકે છે. લવ મેરેજ માટે સારું વર્ષ છે. જોબમાં પ્રમોશન કે ઊંચુ પદ મળવાની સંભાવના છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal
astrology

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Gold Rate: 46 વર્ષમાં પહેલીવાર સોનામાં આટલો મોટો ઘટાડો! 72000 રૂપિયા જેટલું સસ્તું...આગળ હજુ સસ્તું થશે સોનું?

Gold Rate: 46 વર્ષમાં પહેલીવાર સોનામાં આટલો મોટો ઘટાડો! 72000 રૂપિયા જેટલું સસ્તું...આગળ હજુ સસ્તું થશે સોનું?

2

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

3

આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ 2 નવી ફિલ્મો, ગનમાસ્ટર જી9, યે પ્રેમ મોલ લિયા રામાયણને આપશે ટક્કર

4

શરદી વિના રોજ સવારે આવતી છીંકનું કારણ હોય શકે છે આ બીમારી, જાણો કારણ અને ઉપાય

5

સાઉદી અરબનો હુથીઓ પર પલટવાર, યમનની રાજધાની સના સહિતના ઠેકાણાઓ પર હુમલા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.