• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ઓક્ટોબર મહિનામાં ગુજરાતના કયા વિસ્તારોમાં ક્યારે કેવો વરસાદ પડશે? જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ઓક્ટોબર મહિનામાં ગુજરાતના કયા વિસ્તારોમાં ક્યારે કેવો વરસાદ પડશે? જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Written ByKinjal Patel
Published: Oct 02, 2026, 09:14 AM IST|Updated: Oct 02, 2026, 09:21 AM IST
joinshare
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. તેમ છતાં ઓક્ટોમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બીજી ઓક્ટોબરથી મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ તરફ, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઓક્ટોબર મહિનામાં હવામાનમાં આવનારા પલટા અને હાથિયા નક્ષત્રની અસર અંગે મહત્વની આગાહી કરી છે.

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવવાની આગાહી કરાઈ છે. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  અંબાલાલ પટેલે પણ ઓક્ટોબર મહિનામાં વાતાવરણમાં આવનારા પલટા અને હાથિયા નક્ષત્ર અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

ચોમાસાની વિદાય પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાશે1/4

ચોમાસાની વિદાય પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાશે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઈ રહ્યું છે. પરંતુ ચોમાસાની સંપૂર્ણ વિદાય પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જૂનાગઢ, અમરેલી અને તેની આસપાસના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન-ભિન્ન વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલે સમજાવ્યું હાથિયા નક્ષત્રનું મહત્વ અને તેની કૃષિ પર શું પડે છે અસર2/4

અંબાલાલ પટેલે સમજાવ્યું હાથિયા નક્ષત્રનું મહત્વ અને તેની કૃષિ પર શું પડે છે અસર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હસ્ત (હાથિયા) નક્ષત્ર અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે હાથિયા નક્ષત્રમાં ગડગડાટ સાથે વરસાદ થવાની પૂરી શક્યતા રહે છે. જો હાથિયો ગાજે તો આગામી વર્ષે પણ સારો વરસાદ થાય છે તેવી લોકવાયકા છે. હાથિયાની ગર્જના અને વરસાદથી ખેતીમાં તીડનો ઉપદ્રવ ઘટે છે અને ઘઉંના પાક માટે વાતાવરણ ખૂબ અનુકૂળ બને છે.
 10 ઓક્ટોબર પછી બંગાળની ખાડીમાં સક્રિય થશે વરસાદી સિસ્ટમ 3/4

10 ઓક્ટોબર પછી બંગાળની ખાડીમાં સક્રિય થશે વરસાદી સિસ્ટમ

ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદના ખાસ સંકેતો નથી, પરંતુ મહિનાના બીજા સપ્તાહથી હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. 10 ઓક્ટોબર પછી વાદળવાયુનું પ્રમાણ વધશે અને હવામાનમાં પલટો આવશે. 17 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં થોડી હલચલ જોવા મળે અને હવાના હળવા દબાણ સર્જાઈ શકે છે. જો આ સિસ્ટમ ઓમાન તરફ ફંટાય, તો ગુજરાતના હવામાન પર તેની સીધી અસર પડી શકે છે અને વાવાઝોડા જેવા ભારે પવનો સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
2થી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં કેવું રહેશે હવામાન4/4

2થી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઓક્ટોબરમાં વરસાદી ઝાપટાં બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 2થી 4 ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ મોટી આગાહી નથી અને હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી રહી છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
સુપર અલ નીનોથી આ 4 દેશો પર મંડરાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ, હજારો લોકોના મોતની આશંકા

સુપર અલ નીનોથી આ 4 દેશો પર મંડરાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ, હજારો લોકોના મોતની આશંકા

2

અરવલ્લીમાં વહેલી સવારે ફરી ગુંજ્યા ગોળીબારના અવાજ: પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ, પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કાર જપ્ત!

3

આ હોરર સીરીઝ તમારી ઊંઘ ઉડાડી દેશે, આ સીરીઝ જોયા પછી અજાણ્યા ઘરમાં પગ મુકતાં પહેલા વિચાર કરશો

4

રાજકોટમાં એન્ટીબાયોટિક ઈન્જેકશનના ગંભીર રિએકશનથી મહિલાનું મોત, જાણો એન્ટીબાયોટિકનું રિએકશન આવે તો શું થાય ?

5

Gajkesari Yog 2026: કર્ક રાશિમાં સર્જાશે અત્યંત દુર્લભ યોગ, મિથુન સહિત 4 રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.