• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આજથી વૃષભ સહિત આ રાશિઓનો સમય રહેશે ભારે! શુક્રની વક્રી ચાલ ધનહાનિ કરાવશે, ફાલતું ખર્ચા વધશે

આજથી વૃષભ સહિત આ રાશિઓનો સમય રહેશે ભારે! શુક્રની વક્રી ચાલ ધનહાનિ કરાવશે, ફાલતું ખર્ચા વધશે

Written ByViral Raval
Published: Oct 17, 2026, 12:37 PM IST|Updated: Oct 17, 2026, 12:41 PM IST
joinshare
Vakri Shukra: ધન વૈભવના દાતા શુક્ર આજથી વક્રી ચાલ ચલશે અને આગામી એક મહિના જેટલો સમય કેટલીક રાશિઓ માટે ખુબ ભારે રહી શકે છે. આર્થિક મોરચે સાચવવું પડશે.

શુક્ર 17 ઓક્ટોબર એટલે કે આજથી સાતમા નોરતેથી વક્રી ચાલમાં ભ્રમણ કરશે અને આ સ્થિતિ 14 નવેમ્બર સુધી રહેશે. એટલે કે લગભગ એક મહિના જેટલો સમય 5 રાશિઓએ સતર્ક રહેવાનો સમય હશે. 

વક્રી અવસ્થામાં શુક્ર1/6

વક્રી અવસ્થામાં શુક્ર

શુક્રની ઉલ્ટી ચાલને જ્યોતિષની રીતે વક્રી ચાલ કહેવામાં આવે છે. શુક્રની આ વક્રી ચાલ 5 રાશિઓ માટે મુસીબતોના પોટલા લાવી શકે છે. જ્યોતિષાચાર્યો મુજબ વૃષભ, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખુબ સાચવવું પડશે. વક્રી ચાલ એટલે વાંકા ચાલવું એ નથી હોતું પરંતુ આ એક એવી સ્થિતિ છે જેમાં કોઈ ગ્રહ ધરતી પરથી જોઈએ તો આકાશમાં પાછળની બાજુ કે ઉલ્ટી ચાલ ચાલતો હોય તેવું લાગે. પૃથ્વી પરથી જોઈએ તો તે એક પ્રકારનો ભ્રમ સર્જાતો હોય તેવી સ્થિતિ હોય છે. જાણો આ સ્થિતિમાં કોણે સતર્ક રહેવું પડશે.
વૃષભ રાશિ2/6

વૃષભ રાશિ

વૃષભ રાશિના સ્વામી શુક્ર દેવ પોતે છે. શુક્ર એ ભોગ વિલાસ, ધન-સંપત્તિ, પ્રેમ વગેરેના કારક છે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું પડશે. શરીરમાં કોઈ સમસ્યા હોય તો બિલકુલ અવગણવી નહીં. ઓફિસમાં કામ વધુ હોય તો થાક અને નબળાઈ રહી શકે છે. બહારની વસ્તુઓનું સેવન કરવું ટાળવું હિતાવહ છે. બહુ ઓવરથિંકિંગ ન કરવું. દૈનિકચર્યા પર ધ્યાન આપવું અને આ સમય દરમિયાન તેને અનુસરવાનો પ્રયત્ન કરવો.
કન્યા રાશિ3/6

કન્યા રાશિ

કન્યા રાશિએ બુધના સ્વામીત્વવાળી રાશિ છે. શનિની આ વક્રી ચાલ દરમિયાન તમારા બેંક બેલેન્સને ફટકો પડી શકે છે. મહેનતનું પરિણામ જોવા ન મળે. ધૈર્ય રાખવું તમારા માટે જરૂરી છે. કામ ન પતે તો મન ઉદાસ થઈ શકે છે. પરંતુ તમારે મહેનત કરતા રહેવું જોઈએ. આ સમયગાળામાં ઉતાવળીયો કોઈ નિર્ણય લેવો નહીં.
મકર રાશિ4/6

મકર રાશિ

મકર રાશિએ શનિના સ્વામીત્વવાળી રાશિ છે જેમના માટે શુક્રની આ વક્રી ચાલ મુસીબતો વધારી શકે છે. માનસિક તણાવ અનુભવી શકો છો. મન કોઈને કોઈ વાત પર ગૂંચવાયેલું રહી શકે છે. વાણી પર ખાસ ધ્યાન આપવું. ગુસ્સામાં એવું કઈ બોલવું નહીં જે આગળ જઈને પસ્તાવાનો વારો આવી શકે. બેંક બેલેન્સ પર ધ્યાન આપવું. બજેટ બનાવીને રહેવું હિતાવહ છે.
કુંભ રાશિ5/6

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી પણ શનિ પોતે છે. આ સમય દરમિયાન સાચવીને રહેવું. કામ તમારા અટકે એવું બની શકે, ભાગ્યનો સાથ ઓછો મળી શકે. ધૈર્ય રાખવી જરૂરી છે. કોઈ નવું કામ શરૂ કરતા રિસ્ક ફેક્ટર પર ધ્યાન આપવું. ફાલતું ખર્ચાથી બચવું. પૈસાની સ્થિતિ તમને હેરાન પરેશાન કરી શકે છે.
તુલા રાશિ6/6

તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર છે પરંતુ શુક્રની આ વક્રી અવસ્થા તમને હેરાન પરેશાન કરી શકે છે. માનસિક રીતે થાકી જતા હોવ તેવું લાગે. કામનું દબાણ હેરાન કરે. જેના કારણે ફોક્સ ડાયવર્ટ થાય. તમારા સ્વાસ્થ્યને બિલકુલ ઈગ્નોર કરવું નહીં. રૂટીનમાં સુધારો કરવો અને તેને કડકાઈથી અનુસરવું. ખર્ચા પર કાબૂ રાખવો. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

2

અમદાવાદમાં 'પરંપરા નગરી' ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

3

અચાનક શું થયું? એક સાથે પરિવારના 5 લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, છેલ્લે ખાધા હતા નૂડલ્સ

4

Chaniya Choli Wash Care: મોંઘા ચણીયા ચોલી ઘરે ધોવા ફોલો કરો આ ટીપ્સ, ડ્રાય ક્લીનિંગનો બચશે ખર્ચ

5

મોરબીની પ્રખ્યાત શક્તિ ચોક ગરબીમાં ગુજરાતમાં પ્રથમ વખત રજૂ થયું 'કાંતારા' ફેમ 'થૈયમ નૃત્ય રાસ', હજારો લોકો મંત્રમુગ્ધ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.