Low Pressure System: હવામાન વિભાગ બંગાળની ખાડી પર વિકસિત થઈ રહેલી એક સિસ્ટમને ટ્રેક કરી રહ્યું છે. આ 15 નવેમ્બરની આસપાસ ડિપ્રેશનમાં બદલાઈ શકે છે. વળી આવતા અઠવાડિયા સુધી આ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.
Low Pressure System: ગત મહિને અર્નબ અને મુરાસુ જેવા વાવાઝોડાથી મચેલી તારાજી પછી હવે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આવનારા કેટલાક કલાકોમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક નવું લો પ્રેશર ક્ષેત્ર બનશે. જાણકારી મુજબ આગામી 15 નવેમ્બર સુધી તેની તીવ્રતામાં વધારો થઈ શકે છે.
1/6
આ વાવાઝોડું 'અકવાન' નામથી ઓળખાશે
જાણકારોની માનીએ તો શુક્રવારે બનનાર લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડામાં પણ બદલાઈ શકે છે. આ વાવાઝોડું 'અકવાન' નામથી ઓળખાશે. તેને આ નામ ઈરાને આપ્યું છે. આ નવી સિસ્ટમ ધીમે-ધીમે તીવ્ર થવાથી અને 15 નવેમ્બર સુધી શ્રીલંકા તરફ આગળ વધવાની સંભાવના છે. અહીં હવામાન જો વાવાઝોડા મુજબ થયું તો વધુ શક્તિશાળી બની શકે છે.
2/6
આ રાજ્યોમાં વરસાદનું ભયાનક એલર્ટ
ગુરુવારે બપોરે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ 13 અને 14 નવેમ્બરે તમિલનાડુના ઉત્તરી તટીય અને પશ્ચિમી ઘાટ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 15 અને 16 નવેમ્બરે તિરુનેલવેલી અને કન્યાકુમારી જિલ્લાઓના ઘાટ ક્ષેત્રોની સાથે-સાથે દક્ષિણ તમિલનાડુ અને ડેલ્ટા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.
3/6
દરિયાની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના
આ ઉપરાંત 17 અને 18 નવેમ્બરે તેનકાસી, થૂથુકુડી, તિરુનેલવેલી, કન્યાકુમારી જિલ્લાઓ અને પશ્ચિમી ઘાટના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. વળી હવામાન વિભાગે દરિયાની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવનાને જોતા માછીમારોને 15-16 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. વળી જે માછીમારો પહેલેથી જ ઊંડા સમુદ્રમાં છે તેમને કાલ સુધી કિનારા પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે.
4/6
અર્નબ અને મુરાસુએ મચાવી હતી તારાજી
ઉલ્લેખનીય છે કે ગત 15 ઓક્ટોબરે ઉત્તર-પૂર્વ ચોમાસાની શરૂઆતથી બંગાળની ખાડીમાં આ પ્રકારની ચોથી ઘટના છે. આના પહેલા બનેલા ચાર મોસમી મામલાઓમાંથી 2 'અર્નબ' અને 'મુરાસુ'એ ભીષણ તારાજી મચાવી હતી. આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ જેવા અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ અને પૂરપાટ ઝડપે ફૂંકાતા પવનોના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને અનેક લોકોના જીવ પણ ગયા હતા.
5/6
ફિલિપાઈન્સમાં આવી રહ્યું છે 'ટોમાસ'
આ વચ્ચે ડિસેમ્બરમાં ફિલિપાઈન્સ તરફ પણ એક વાવાઝોડું આવી રહ્યું છે. ફિલિપાઈન્સની હવામાન એજન્સી 'પાગાસા'એ ચેતવણી આપી છે કે વર્ષ પૂરું થતા પહેલા દેશમાં ચક્રવાતી ગતિવિધિઓ વધી શકે છે. એજન્સીના મુજબ નવેમ્બરમાં એક કે બે અને ડિસેમ્બરમાં પણ એક કે બે ચક્રવાત ફિલિપાઈન્સના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે અથવા વિકસિત થઈ શકે છે. આ સિસ્ટમને 'ટોમાસ' નામ આપવામાં આવશે.
6/6
ભારતીય હવામાન વિભાગ સતત રાખી રહ્યું છે નજર
જોકે હાલમાં ટોમાસના બનવાની કે ફિલિપાઈન્સના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની કોઈ નિશ્ચિત તારીખ હજી નક્કી નથી. પરંતુ ભારતીય હવામાન વિભાગ આ સિસ્ટમ પર સતત નજર બનાવી રાખ્યું છે જેથી લોકોને એલર્ટ કરી શકાય.