• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આજથી આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ! સૂર્ય-શનિનો દુર્લભ યોગ કરાવશે અકલ્પનીય બંપર લાભ

આજથી આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ! સૂર્ય-શનિનો દુર્લભ યોગ કરાવશે અકલ્પનીય બંપર લાભ

Written ByViral Raval
Published: Oct 04, 2026, 10:15 AM IST|Updated: Oct 04, 2026, 10:22 AM IST
joinshare
આજે 4 ઓક્ટોબરના દિવસે સૂર્ય અને શનિ એક એવો વિશિષ્ટ સંયોગ સર્જ્યો છે જેના કારણે અત્યંત શુભ યોગનું નિર્માણ થયું છે. આ યોગ કેટલાક રાશિવાળા માટે અત્યંત શુભ ગણાઈ રહ્યો છે.

શનિ અને સૂર્ય એક બીજાથી 180 ડિગ્રી પર હોવાના કારણે પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે. જ્યોતિષના જાણકારોના જણાવ્યાં મુજબ શનિ અને સૂર્યની આ સ્થિતિ ચાર રાશિવાળા માટે ફાયદાકારક છે. આ રાશિવાળાને ધન સંપત્તિ, કાર્યક્ષેત્રે સારો એવો ફાયદો થઈ શકે છે. 

Surya Shani Yog1/5

Surya Shani Yog

શનિ અને સૂર્ય વચ્ચે આમ તો પુત્ર અને પિતાનો સંબંધ છે. પરંતુ આ સંબંધ પિતા પુત્રનો ઓછો અને દુશ્મનાવટ જેવો વધુ છે. પરંતુ આજના દિવસે એક વિશિષ્ટ દુર્લભ સંયોગ બની રહ્યો છે. એકબીજાથી 180 ડિગ્રી પર રહેવાના કારણે પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે. જાણઓ કોને કરશે માલામાલ?
મેષ રાશિ2/5

મેષ રાશિ

મેષ રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે પરંતુ આ દુર્લભ યોગ મેષ રાશિવાળાને ફાયદો કરાવી શકે છે. માન સન્માનમાં વધારો થઈ શકે છે. કોઈ વિશેષ તક કે ભેટ પણ મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને માન મોભો વધી શકે છે. જે લોકો સોના અને ચાંદીનો વેપાર કરતા હશે તેમને આર્થિક પ્રગતિ થઈ શકે છે. પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
સિંહ રાશિ3/5

સિંહ રાશિ

સિંહ એ સૂર્યના સ્વામિત્વવાળી રાશિ છે અને આ દુર્લભ યોગથી વેપારમાં વિસ્તરણ થઈ શકે છે. નોકરી સંબંધિત કામકાજ પેન્ડિંગ હોય તો પૂરું થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને ખુશખબરી મળી શકે છે. આવકમાં બંપર વધારાની શક્યતા છે. પિતાનો સહયોગ મળે અને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. શત્રુઓ હારશે અને સમાજમાં નેતૃત્વની તક મળી શકે છે.
કુંભ રાશિ4/5

કુંભ રાશિ

કુંભ રાશિ એ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. આ દુર્લભ સંયોગ તમને ઉન્નતિ કરાવી શકે છે. પિતાની સંપત્તિમાંથી લાભ મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. વેપારમાં ધન સંબંધિત બગડેલા કામો પાર પડી શકે છે. નોકરીની શોધમાં જે લોકો હોય તેમને મહેનતનું ફળ મળી શકે. કાર્યક્ષેત્રે અડચણો દૂર થાય. જીવનસાથીનો સહયોગ મળે.
મકર રાશિ5/5

મકર રાશિ

મકર રાશિ પણ શનિના સ્વામિત્વવાળી રાશિ છે જેને આ સમય બાધાઓ દૂર કરવામાં ઉપયોગી થઈ શકે છે. લાંબા સમયથી જે કામો પાછા ઠેલાતા હતા તે હવે પાર પડી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત જે કામો અટકેલા હશે તે ઉકેલાઈ શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે. સરકારી નોકરીવાળાને પ્રગતિ થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન વાસી કે દૂષિત ખોરાક વેચ્યો તો ખેર નથી! AMCની ફ્લાઈંગ સ્ક્વોર્ડ લેશે કડક પગલાં

2

વિદેશમાં વધુ એક ગુજરાતી પાટીદારનો ડંકો! ગુજરાતી મૂળના હોલિવૂડ એક્ટર હિમેશ પટેલ વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

3

કો-પાયલટ કેવો બહાનું બનાવીને ઊભો થયો અને કર્યા જીવલેણ વાર....પહેલીવાર સામે આવી કોકપિટની અંદરની વાત

4

CNG ભરતી વખતે બ્લાસ્ટ, કારના થઈ ગયા ટુકડા, કેમ થાય છે આવા અકસ્માતો? જાણો કારણો

5

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 8મા વેતન પંચમાં વિલંબથી 3 લાખનું થઈ શકે છે નુકસાન, જાણો ગણતરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.