Surya Gochar: 17મી ઓક્ટોબરે સૂર્ય રાશિ બદલીને તુલામાં ગોચર કરશે. ગ્રહોના રાજાનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે સુવર્ણ સમય લઈને આવી શકે છે. બંપર લાભ થઈ શકે છે.
સૂર્ય એ તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી અને ગ્રહોના રાજા તરીકે ગણવામાં આવે છે. સૂર્ય 17 ઓક્ટોબરના રોજ નવરાત્રીમાં કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સાતમું નોરતું હશે.
1/4
અનેક દુર્લભ યોગોનું નિર્માણ
સૂર્યના આ ગોચરની સાથે જ અનેક રાજયોગો પણ બની રહ્યા છે. પહેલેથી જ અહીં બુધ અને શુક્ર તુલામાં છે. જેના કારણે ત્રિગ્રહી યોગ પણ બનશે. આ ઉપરાંત તુલા રાશિમાં જ બુધ અને સૂર્યની પણ યુતિ થશે જેના કારણે બુધાદિત્ય રાજયોગ પણ બનશે. જ્યારે સૂર્ય અને શુક્ર ભેગા થઈને શુક્રાદિત્ય નામનો પાવરફૂલ યોગ પણ બનાવશે. બુધ અને શુક્રની આ યુતિથી આ રાશિમાં પહેલેથી જ લક્ષ્મી નારાયણ યોગ બનેલો છે. હવે એ જાણો કે આટલા બધા રાજયોગો બનતા કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે.
2/4
સિંહ રાશિ
સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિના જાતકોને સૂર્યનું આ ગોચર ખુબ ભાગ્યશાળી નીવડી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિત્વ પણ નિખરશે. કાર્યક્ષેત્રે તમારી પ્રશંસા થઈ શકે છે. નોકરી કરતા જાતકોને મહત્વની જવાબદારી મળી શકે છે. બઢતી કે પગાર વધારાના પણ સંકેત મળી રહ્યા છે. વેપાર કરતા જાતકોને નવી યોજનાઓથી લાભ થઈ શકે છે. સમાજમાં તમારી ઓળખ મજબૂત થશે. માન સન્માન વધી શકે છે. ધન-સંપત્તિમાં વધારાના યોગ છે.
3/4
મકર રાશિ
મકર રાશિ એ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. આ સમય દરમિયાન તમને ધન અને કરિયરની રીતે સારો એવો ફાયદો થઈ શકે છે. વેપારીઓના નફામાં વધારો થશે. વેપારનું વિસ્તરણ પણ થશે. પૈતૃક સંપત્તિથી લાભ મળે તેવા એંધાણ છે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સાથ અને સહકાર મળી શકે છે. જેના કારણે આગળ વધવાનું સરળ બની શકે છે. જૂના બાકી લેણા પાછા મળી શકે છે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે. આર્થક પ્રગતિ થશે.
4/4
તુલા રાશિ
તુલા રાશિ એ શુક્રના સ્વામિત્વવાળી રાશિ છે. સૂર્યનું આ ગોચર અનેક ફાયદા કરાવી શકે છે. એ સાથે બનતા આટલા રાજયોગો ભાગ્ય પલટી શકે છે. ત્રિગ્રહી યોગના પ્રભાવથી આર્થિક સ્થિતિ સારી બનશે. સફળતાના નવા રસ્તા દેખાશે. વેપારીઓને મોટી ઉપલબ્ધિ મળી શકે. સમાજમાં તમારો પ્રભાવ વધી શકે છે. સુખ શાંતિ જળવાશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)