• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Photos: સુરતમાં મધરાતે પતિ પ્રેમિકા સાથે ફરવા નીકળ્યો, પત્ની રસ્તામાં જ મળી ગઈ, પછી જે થયું...વાયરલ થયો Video

Photos: સુરતમાં મધરાતે પતિ પ્રેમિકા સાથે ફરવા નીકળ્યો, પત્ની રસ્તામાં જ મળી ગઈ, પછી જે થયું...વાયરલ થયો Video

Written ByViral Raval
Published: Nov 02, 2026, 02:40 PM IST|Updated: Nov 02, 2026, 02:51 PM IST
joinshare
Surat News: સુરતમાં પતિ પત્ની અને વોનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મધરાતે પ્રેમિકાને લઈને ફરવા નીકળેલા પતિને તેની પત્ની અને સાસરિયાઓએ ધીબેડી નાખ્યો. પ્રેમિકાને પણ બરાબર લપેટમાં લઈ લીધી.


મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા પેઢીમાં કામ કરતા યુવકને તેની જ ઓફિસમાં કામ કરતી યુવતી સાથે પ્રણયના ફાગ ખેલવા ભારે પડી ગયા. યુવક મધરાતે પ્રેમિકાને બાઈક પર બેસાડીને લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો. જ્યાં પત્ની અને સાસરીવાળાએ કતારગામ GIDC ચાર રસ્તા પાસે રંગેહાથ ઝડપી પાડ્યા. 

સુરતમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો1/7

સુરતમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો

પતિ અને તેની પ્રેમિકા ઝડપાતા જ પત્ની તો જાણે રણચંડી બની ગઈ હોય તેમ ચપ્પલ લઈને ફરી વળી હતી. પતિને ચપ્પલે ચપ્પલે માર્યો અને પ્રેમિકાના પણ હાલ બગાડી નાખ્યા. વાળ પકડીને માર માર્યો.
વીડિયો થયો વાયરલ2/7

વીડિયો થયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પતિને અન્ય યુવતી સાથે જોતા જ પત્નીએ પિત્તો ગુમાવ્યો હતો.
મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા3/7

મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા

મધરાતે રસ્તા પર જ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો. પત્નિની સાથે આવેલા સંબંધીઓએ પણ પતિ અને તેની પ્રેમિકાની બરાબર ધોલાઈ કરી નાખી.
પોલીસ પહોંચી ઘટનાસ્થળે4/7

પોલીસ પહોંચી ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા કતારગામ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. વાતચીતથી મામલો થાળે પાડીને બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા.
પત્નીને ગઈ હતી પતિ પર શંકા5/7

પત્નીને ગઈ હતી પતિ પર શંકા

પત્નીને પતિની હરકતો જોઈને પહેલેથી જ શંકા હતી કે પતિનું બહાર કોઈની સાથે લફરું ચાલતું લાગે છે.
કતાર જીઆઈડીસી પાસે પકડ્યા6/7

કતાર જીઆઈડીસી પાસે પકડ્યા

કતાર ગામ જીઆઈડીસી ચાર રસ્તા આવતાની સાથે જ બાઈકને આંતરીને ઊભી રખાવી અને પછી માથાકૂટ શરૂ થઈ ગઈ હતી.
પ્રેમિકાએ નોંધાવી ફરિયાદ!7/7

પ્રેમિકાએ નોંધાવી ફરિયાદ!

મારપીટનો ભોગ બનેલી યુવતીએ તેના પ્રેમીની પત્ની સહિત ત્રણ મહિલાઓ સામે જાહેરમાં મારવા મુદ્દે એનસી ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
TAGS:
Gujarat News

Trending

  • News
  • Photos
  • Videos
3 નવેમ્બરે સિંહ રાશિમાં બનશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ: આ 4 ભાગ્યશાળી રાશિઓને અચાનક ધનલાભના યોગ!

3 નવેમ્બરે સિંહ રાશિમાં બનશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ: આ 4 ભાગ્યશાળી રાશિઓને અચાનક ધનલાભના યોગ!

2

બદલાઈ ગયો વન-ડે મેચનો સમય! ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચ આટલા વાગ્યે થશે શરૂ

3

શું સરકાર દિવાળી પર આપશે ₹8000નું બોનસ, PM મોદીએ કરી જાહેરાત? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય

4

ટ્રાઇ નેશન સિરીઝમાં પાકિસ્તાનને આ ભૂલ પડી ગઈ ભારે! ICCએ ફટકારી સજા

5

ઈઝરાયેલમાં નેતન્યાહૂ ગાદી પર ન બેસે માટે ખેલાઈ રહ્યો છે મોટો ખેલ : ચમત્કાર જ 'બીબી'ને અપાવી શકે છે સત્તા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.