• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /29 વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે શનિ, 4 રાશિઓનું ભાગ્ય ઉઘડી જશે, જ્યાં હાથ નાખશો ત્યાં સફળતા-પૈસા પ્રાપ્ત થશે!

29 વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે શનિ, 4 રાશિઓનું ભાગ્ય ઉઘડી જશે, જ્યાં હાથ નાખશો ત્યાં સફળતા-પૈસા પ્રાપ્ત થશે!

Written ByViral Raval
Published: Oct 31, 2026, 10:00 AM IST|Updated: Oct 31, 2026, 10:11 AM IST
joinshare
Shani Gochar: શનિદેવ ખુબ ધીમી ગતિથી ભ્રમણ કરે છે જેના કારણે એક રાશિમાં તેઓ લાંબા સમય સુધી રહે છે. આવામાં ગોચરથી થતી અસરો પણ લાંબા સમય સુધી રહે છે. શનિ એક માત્ર એવા ગ્રહ છે જેમને ઢૈય્યા અને સાડાસાતી જેવા હક મળેલા છે.

2026માં તો શનિએ રાશિ નહતી બદલી કારણ કે 2025માં શનિએ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે સીધું 2027માં શનિદેવ રાશિ બદલશે અને મેષ રાશિમાં આવશે. શનિ દેવ વક્રી અને માર્ગી ચાલ પણ ચલે છે જેની રાશિઓ પર અસર પડતી હોય છે. શનિનું હવે પછીનું રાશિ પરિવર્તન કોના માટે ફાયદાકારક રહી શકે છે તે ખાસ જાણો.

શનિનું ગોચર 1/5

શનિનું ગોચર

વૈદિક પંચાંગ મુજબ શનિદેવ 3 જૂન 2027ના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પણ શનિ અઢી વર્ષ જેટલું રોકાશે. પંચાગની ગણતરીઓ મુજબ મેષ રાશિમા શનિ 2027 પહેલા 17 એપ્રિલ 1998ના રોજ પ્રવેશ કરી ગયા હતા. ત્યારે આ રાશિમાં શનિદેવના પ્રભાવની વાત કરીએ તો જ્યોતિષાચાર્ય મુજબ મિક્સ અસર જોવા મળી શકે છે. મેષ રાશિમાં શનિ નીચ અવસ્થામાં હોય છે. મેષના સ્વામી મંગળ છે અને મંગળ તથા શનિ વચ્ચે મિત્રતાનો નહીં પરંતુ શત્રુતાનો ભાવ રહેલો હોવાનું કહેવાય છે. આથી આ રાશિમાં શનિ નબળા ગણવામાં આવે છે. પરંતુ શનિ ન્યાયના દેવતા છે આથી મહેનત અને પ્રમાણિકતાથી કામ કરતા લોકોને સારા ફળ આપે છે. શનિનું મેષમાં ગોચર ટેક્નિકલ ફેરફારોવાળો સમય પણ કહેવાય છે. આ દરમિયાન કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
કર્ક રાશિ2/5

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આર્થિક મોરચે ફાયદો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. અનુશાસન અને ઈમાનદારીથી કામ કરતા લોકોથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થઈ શકે છે. વેપાર કરતા લોકોને સ્થિતિ સારી રહેશે. વિદેશ મુસાફરીના યોગ બની રહ્યા છે. સ્વજનોનો સહયોગ મળી શકે છે. મહેનતથી કામ કરશો તો સફળતાના સંકેત છે.
તુલા રાશિ3/5

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમય સારા ફેરફારો લાવી શકે છે. સારી નોકરી ઈચ્છતા જાતકોને લાભના સંકેત છે. વેપાર કરતા લોકોને નવી ડીલ થઈ શકે છે. આકસ્મિક ધનલાભના પ્રબળ સંકેત જોવા મળી શકે છે. રોકાણની પણ સારી તકો ઊભી થશે. જેનો તમે ભરપૂર લાભ ઉઠાવશો. કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે.
મકર રાશિ4/5

મકર રાશિ

મકર રાશિવાળા માટે આ સમય પોઝિટિવ ચેન્જ લાવનારો રહી શકે છે. શનિના પ્રભાવથી રોજગાર ક્ષેત્રે તમને પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારાના સંકેત છે અને નવા નવા સ્ત્રોતોથી પૈસા આવી શકે છે. કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે નિભાવશો જેનાથી માનસિક શાંતિ પણ મળશે. કરિયરમાં સારા ફેરફાર જોવા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારાનો અનુભવ કરશો.
કુંભ રાશિ5/5

કુંભ રાશિ

કુંભ રાશિવાળા માટે શનિનું મેષમાં ગોચર સારા પરિણામ લાવનારું રહી શકે છે. તમારા સપના સાકાર થઈ શકે છે. દુશ્મનો પર જીત મળશે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળી શકે છે. કોઈ જૂના વિવાદથી છૂટકારો મળી શકે છે. જો ક્યાંક ધન ફસાયેલું હશે તો પાછા મળવાના સંકેત છે. મહત્વપૂર્ણ નિર્ણયમાં સફળ થવાના ચાન્સ છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
દેશભરમાં ગુજરાત પોલીસના આ 6 અધિકારીઓનો ડંકો: રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત 'દક્ષતા પદક-2026'થી સન્માનિત

દેશભરમાં ગુજરાત પોલીસના આ 6 અધિકારીઓનો ડંકો: રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત 'દક્ષતા પદક-2026'થી સન્માનિત

2

Thick Curd: 5 સ્ટેપ્સ ફોલો કરી ખાસ વાસણમાં જમાવો દૂધ, માર્કેટ જેવું જ પાણી વિનાનું દહીં ઘરે જામશે

3

Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

4

બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’

5

1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.