ગુજરાતમાં એક તરફ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ઠંડી લાગે છે તો બપોરે ગરમીનો અનુભવ થાય છે. આ વચ્ચે રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
1/4
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં વાદળો આવવાની સંભાવના છે. 12થી 14 નવેમ્બર વાતાવરણમાં પલટો આવશે.
2/4
બંગાળના ઉપસાગરમાં જોવા મળશે હલચલ
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે.
3/4
નવેમ્બરમાં બીજા પશ્ચિમી વિક્ષોભની સંભાવના
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતે કહ્યું કે 20થી 22 નવેમ્બર વધુ એક પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે. જેથી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. 22થી 24 નવેમ્બર પણ પૂર્વી કિનારે વરસાદની સંભાવના છે, જેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.
4/4
જાણો શું છે અંબાલાલની આગાહી
આ સિવાય 25થી 28 નવેમ્બર મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી શકે. ભારે બરફ વર્ષા અને કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેથી ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે. 30 નવેમ્બર સુધી બંગાળનો ઉપસાગર તોફાની બની શકે છે. એક પશ્ચિમી વિક્ષઓભ, મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળ ઉપસાગરની અસરને કારણે ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના વધારે છે.