અઠવાડિયા બાદ એક અત્યંત શુભ યુતિ બની રહી છે જે દુર્લભ રાજયોગ બનાવશે અને કેટલીક રાશિઓને બંપર લાભ કરાવે તેવા સંકેત મળી રહ્યા છે.
જ્યોતિષીય ગણતરીઓ મુજબ 16 ઓક્ટોબર 2026ના રોજ ન્યાયના દેવતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળની એક વિશિષ્ટ સ્થિતિ સર્જાશે અને તેના કારણે નવપંચમ રાજયોગ બનશે. જે કર્ક, કન્યા અને કુંભ રાશિને પારાવાર ફાયદો કરાવી શકે છે.
1/4
નવપંચમ રાજયોગ
વૈદિક પંચાંગ મુજબ 16 ઓક્ટોબર 2026ના રોજ કર્મફળના દાતા અને ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ અને ગ્રહોના સેનાપતિ મંગળ જ્યારે 120 ડિગ્રીના ખૂણે જોવા મળશે તો તેનાથી નવપંચમ યોગ બનશે. આ યોગ ખુબ જ સકારાત્મક અને પ્રભાવશાળી છે જેની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ રાશિચક્રની 3 રાશિઓ પર અપાર કૃપા રહી શકે છે. જાણો તેમાં તમારી રાશિ સામેલ છે કે નહીં.
(AI Image)
2/4
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિ અને મંગળની આ સ્થિતિ ખુબ ફાયદાકારક રહી શકે છે. તમારી અંદર ભરપૂર ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે. જેના કારણે તમને મહત્વના નિર્ણયો લેવામાં સરળતા રહી શકે છે. વેપાર કરતા જાતકોને આર્થિક મામલે મોટો ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે. સમાજમાં તમારું માન સન્માન વધશે. આ રાજયોગ તમારા માટે વરદાન જેવો સાબિત થઈ શકે છે.
(AI Image)
3/4
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ સમય કરિયર અને આર્થિક મોરચે ઢગલો સફળતા લાવી શકે છે. નોકરીયાતોને ઉચ્ચ અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ મળશે. પ્રમોશન કે નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારતા હોવ કે જૂનું રોકાણ કરવા માંગતા હોવ તો આ સમય સારો રહેશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે.
(AI Image)
4/4
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે પણ આ રાજયોગ વરદાનથી જરાય કમ નહીં હોય. સુખ સુવિધાઓ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે. પૈસા ભેગા કરવામાં સફળતા મળશે અને ખર્ચા પર લગામ કસવામાં સફળતા મળશે. ઘર પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે.
(AI Image)
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)