• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /અમેરિકામાં કામ કરતા ગુજરાતીઓ સાવધાન! H1B વિઝા અંગે થયેલા આ 5 ફેરફાર ખાસ જાણો

અમેરિકામાં કામ કરતા ગુજરાતીઓ સાવધાન! H1B વિઝા અંગે થયેલા આ 5 ફેરફાર ખાસ જાણો

Written ByViral Raval
Published: Sep 25, 2026, 01:28 PM IST|Updated: Sep 25, 2026, 01:35 PM IST
joinshare
ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ માટે તો અમેરિકા એ એક સપનું હોય છે. ત્યાં જઈને સેટ થવું એ મોટાભાગના લોકોના અભરખા હોય છે. અમેરિકાના H-1B વિઝા પર ઘણા ભારતીયો અમેરિકા જતા હોય છે. પરંતુ આ વિઝા હાલ મોટા બદવાવની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે જેની અસર ભારતીયો પણ પડી રહી છે. ત્યારે જે ભારતીયો H-1B વિઝા પર અમેરિકા જઈને નોકરી કરતા હોય કે જે જવાનું પ્લાનિંગ કરતા હોય તે આ ફેરફાર ખાસ ધ્યાનમાં રાખે.

અમેરિકી કંપનીઓ દર વર્ષે હજારો લોકોને H-1B વિઝા પર નોકરી આપે છે. દર વર્ષે લગભગ 65 હજાર જેટલા આ કેટેગરીમાં વિઝા આપવામાં આવે છે. આ ઉપરાંત 20 હજાર વિઝા એવા લોકો માટે છે જે અમેરિકામાં હાયર સ્ટડીઝ કરવા ગયા અને લેતા હોય છે. અમેરિકામાં જોબ માટે વિદ્યાર્થીઓ પણ આ વિઝાનો ઉપયોગ કરે છે. જેને ધ્યાનમાં રાખતા હવે H-1B વિઝા સંબંધિત ફેરફાર જાણવા જરૂરી છે. 

એક્સ્ટેન્શન પર 4000 ડોલર ફી વધી1/5

એક્સ્ટેન્શન પર 4000 ડોલર ફી વધી

H-1B વિઝા એક્સ્ટેન્શન અને અમેડમેન્ટ પિટીશન ઉપર પણ હવે 4000 ડોલરની ફી આપવી પડશે. પહેલા ફક્ત શરૂઆતી ફાઈલિંગ અને કંપની બદલવાના સમયે જ આ ફી ચૂકવવી પડતી હતી. આ ફેરફારની અસર એવી કંપનીઓ પર ડશે જ્યાં 50થી વધુ કર્મચારીઓ હોય અને જેમની અડધાથી વધુ વર્કફોર્સ પાસે H-1B સ્ટેટસ હોય. જો કે આ વિઝા ફી કંપની ચૂકવતી હોય છે પરંતુ કંપની પોતાના પર ભાર પડતા આ કેટેગરી હેઠળ ઓછા લોકોની ભરતી કરે તેવો પણ ડર છે.
પગાર આધારિત H-1B લોટરી સિસ્ટમ2/5

પગાર આધારિત H-1B લોટરી સિસ્ટમ

2027 સીઝન માટે H-1B કેપ સિલેક્શન સિસ્ટમ હવે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના OEWS પગાર સ્તરો પર આધારિત છે. જે વ્યક્તિનો પગાર વધુ હશે તેને લોટરીમાં વધુ એન્ટ્રી મળશે. જેમ કે લેવલ 1 ને 1 એન્ટ્રી મળે. જ્યારે લેવલ 4ને 4 એન્ટ્રી મળે. ઓછા પગારવાળા વ્યક્તિને લોટરીમાંથી હટાવી ન શકાય પરંતુ તેમની એન્ટ્રી ઓછી હોય છે.
તપાસ વધુ કડક અને કોઈ ઓટોમેટિક RFE નહીં3/5

તપાસ વધુ કડક અને કોઈ ઓટોમેટિક RFE નહીં

USCIS ની પોલીસીમાં થયેલા ફેરફારની તપાસ કરનારા અધિકારીઓને હવે એ અધિકાર મળેલો છે કે જો જરૂરી પુરાવા ન હોય તો તેઓ રિક્વેસ્ટ ફોર એવિડન્સ (RFE) કે નોટિસ ઓફ ઈન્ટેન્ટ ટુ ડિનાય (NOID) વગર જ સીધા H-1B અરજીઓને નામંજૂર કરી શકે છે. શરૂઆતી ફાઈલિંગ ખુબ જ સાવધાનીપૂર્વક થવું જોઈએ. હવે અરજકર્તા દસ્તાવેજો કે ફોર્મના વર્ઝનમાં થયેલી ભૂલને સુધારવા માટે RFEને બીજી તક તરીકે નહીં ગણી શકે.
નોકરી બદલવા કે થર્ડ પાર્ટી પ્લેસમેન્ટ માટે સાવધાની4/5

નોકરી બદલવા કે થર્ડ પાર્ટી પ્લેસમેન્ટ માટે સાવધાની

કંપની બદલી શકાય છે પરંતુ ટ્રાન્સફરની અરજી આપ્યા બાદ અને મંજૂરી મળતા પહેલાના સમયે (પેન્ડેન્સી પીરિયડ)માં વધુ ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. કર્મચારીઓએ પોતાના સ્ટેટસનો રેકોર્ડ સ્વચ્છ રાખવો જોઈએ. ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ હોય તો વિદેશ મુસાફરીથી બચવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે તમામ થર્ડ પાર્ટી ક્લાયન્ટની જાણકારી (નોકરીની જવાબદારીઓ, પગાર, કામની જગ્યા વગેરે) અરજીમાં અપાયેલી જાણકારીઓ સાથે મેળ ખાતી હોય.
ઈન્ટરનેશનલ ટ્રાવેલ અને સોશિયલ મીડિયાની તપાસ5/5

ઈન્ટરનેશનલ ટ્રાવેલ અને સોશિયલ મીડિયાની તપાસ

સ્ટેટ ડિપાર્ટમેન્ટ હવે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારાઓની ઓનલાઈન હાજરી કેવી છે તેની પણ તપાસ કરશે. જે અંતર્ગત સ્ક્રીનિંગ માટે તેમના પબ્લિક સોશિયલ મીડિયા પ્રોફાઈલની પણ તપાસ થઈ શકે છે. અમેરિકામાં કામ કરનારાઓ માટે એવી સલાહ છે કે તેઓ વિદેશ મુસાફરી કરતા પહેલા પોતાના I-94 ની એક્સપ્યરી ડેટ અને વિઝા સ્ટેમ્પની વેલિડિટી જરૂર ચેક કરે. તથા જ્યાં સુધી એમ્પ્લોયર ટ્રાન્સફર કે વિઝા એક્સ્ટેન્શનની પ્રક્રિયા ચાલુ હોય ત્યાં સુધી વિદેશ મુસાફરીથી બચે.
TAGS:
Jobs News

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.