Gajkesari Rajyog 2026: વૈદિક જ્યોતિષ અનુસાર નવેમ્બરમાં ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી ગુરૂ બૃહસ્પતિ બિરાજમાન છે. બંને ગ્રહોની યુતિથી ગજકેસરી રાજયોગ બનશે. તેવામાં આ યોગથી કેટલીક રાશિઓને ફાયદો મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ અને ચંદ્રમા બંનેને ખાસ માનવામાં આવે છે. ચંદ્રમાનો સંબંધ મન અને ભાવનાઓ સાથે છે, જ્યારે ગુરૂને જ્ઞાન, ભાગ્ય અને સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. નવેમ્બરની શરૂઆતમાં ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી ગુરૂ બિરાજમાન છે. તેવામાં બંને ગ્રહના એક સાથે આવવાથી ગજકેસરી રાજયોગ બનશે. ગજકેસરી રાજયોગ બનવાને કારણે કેટલીક રાશિના જાતકોને નોકરી, કારોબાર અને પૈસાના મામલામાં ફાયદો મળી શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે આ સમય સારો રહેવાનો છે.
1/4
ક્યારે બનશે ગજકેસરી રાજયોગ?
દૃક પંચાંગ અનુસાર ચંદ્રમા 3 નવેમ્બર 2026ના સવારે 3 કલાક 45 મિનિટ પર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તેઓ 5 નવેમ્બર સવારે 9 કલાક 34 મિનિટ સુધી રહેશે. સિંહ રાશિમાં પહેલાથી ગુરૂ બિરાજમાન છે. તેવામાં બંને ગ્રહોના એક સાથે આવવાથી ગજકેસરી રાજયોગ બનશે. 5 નવેમ્બરે ચંદ્રમા કન્યા રાશિમાં પ્રવેશ કરશે, એટલે આ યુતિ સમાપ્ત થઈ જશે.
2/4
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરૂ અને ચંદ્રમાની યુતિ શુભ સાબિત થશે. તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં આ યોગ બનશે. આ દરમિયાન કમાણીની નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થવાની સંભાવના છે. લાંબા સમયથી કરવામાં આવી રહેલી મહેનતનું સારૂ ફળ મળશે. નોકરી કરતા જાતકોના કામની પ્રશંસા થઈ શકે છે. કરિયરમાં આગળ વધવાના નવા રસ્તા ખુલશે. અભ્યાસ કરનાર માટે સમય સારો રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાના પ્રયાસમાં સફળતા મળી શકે છે. પરિવારની સાથે સમય પસાર કરવાની તક મળશે.
3/4
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ગજકેસરી યોગ શુભ સાબિત થઈ શકે છે. તમારી ગોચર કુંડળીના 11મા ભાવમાં આ યોગ બનશે. જ્યોતિષમાં આ ભાવને આવક અને ઈચ્છાઓ સાથે જોડવામાં આવે છે. આ દરમિયાન લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થવાની આશા છે. પૈસાના મામલામાં ફાયદો મળી શકે છે. નોકરી કરનારને બોનસ કે બીજો કોઈ લાભ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. નવી જવાબદારી પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
4/4
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ પ્રગતિના નવા રસ્તા ખોલી શકે છે. તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં ગુરૂ અને ચંદ્રમાની યુતિ બનશે. આ દરમિયાન લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. કોઈ મોટા પ્રોજેક્ટમાં સફળતા મળવાની આશા છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ધનલાભનો યોગ બનશે. જમીન, મકાન કે વાહન ખરીદવા માટે સમય શુભ છે. વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું સારૂ પરિણામ મળશે. પરિવારના લોકો સાથે સંબંધ મજબૂત થશે. આપસી તાલમેલ વધશે.