• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /સફરજન ખરીદો ત્યારે તેના આ ભાગને ખાસ ચેક કરજો, ચાખ્યા વિના ખબર પડી જશે સફરજન મીઠું છે કે નહીં

સફરજન ખરીદો ત્યારે તેના આ ભાગને ખાસ ચેક કરજો, ચાખ્યા વિના ખબર પડી જશે સફરજન મીઠું છે કે નહીં

Written ByKrupa Shah
Published: Oct 02, 2026, 01:21 PM IST|Updated: Oct 02, 2026, 01:25 PM IST
joinshare
Apple Buying Hack: તમારી સાથે એવું થયું છે કે તમે માર્કેટમાંથી એકદમ લાલ દેખાતા સફરજન ખરીદીને ઘરે લાવો અને જ્યારે તે સફરજન ખાવ ત્યારે તે મીઠાને બદલે ફીક્કા નીકળે ? અથવા તો અંદરથી ભુરા નીકળે ? જો હા તો આ જાણકારી તમારા માટે જ છે. આજે તમને એવી ટ્રિક જણાવીએ જે તમને સફરજન ખરીદતી વખતે ખૂબ કામ આવશે.

ફ્રુટ ખરીદવા જાવ ત્યારે લાલ એપલના ઢગલા વચ્ચેથી સારા અને મીઠા સફરજન કઈ રીતે પસંદ કરવા ચાલો આજે તમને જણાવીએ. આ ટીપ્સની મદદથી સારા અને મીઠા સફરજન લેવામાં મદદ મળશે. 
 

સફરજન1/4

સફરજનનો રંગ નહીં પેટર્ન જુઓ

સફરજન સારું અને મીઠું છે તેની ઓળખ તેના લાલ રંગ પરથી ન કરો. તેના પરની પેટર્નને ધ્યાનથી જુઓ. લાલ સફરજન સારા જ હોય તેવું નથી. જે ફળ પર પીળી અને લાલ રંગની ધારીઓ દેખાતી હોય તે ફળ મીઠું નીકળે તેવી શક્યતા વધારે હોય છે.
 સફરજન2/4

કડક સફરજન

સફરજન ખરીદો ત્યારે હંમેશા એવું ફળ લેવું જે કડક હોય. સફરજનની વાત હોય તો તાજા ફળ હંમેશા કડક હોય છે. જો સફરજન જરા પણ સોફ્ટ લાગે તો તે વાસી અને ગળેલું હોય શકે છે. એટલે સફરજન હંમેશા કડક હોય એવું લેવું.
સફરજન 3/4

સફરજનનો આકાર

સફરજન ખરીદો ત્યારે એવા ફળ પસંદ કરવા જે મધ્યમ આકારના હોય. મોટા ફળ સ્વાદમાં ફીકા હોય શકે છે. તેથી મીડિયમ સાઈઝનું ફળ લેવું.
સફરજન 4/4

સફરજનનો ઉપરનો ભાગ અને સુગંધ

સફરજનનું ફળ હાથમાં લઈ જે ભાગમાં ડાળખી હોય તે ભાગ ધ્યાનથી જુઓ. જો સફરજનનો આ ભાગ થોડો લીલો કે પીળો હોય અને તેમાંથી સુગંધ આવતી હોય તો તે ફળ મીઠું હશે. જે ફળ તાજા અને મીઠા હોય તેમાંથી સુગંધ આવે છે. એટલે સફરજનની સુગંધ પણ તમને જણાવી દેશે કે ફળ સારું છે કે નહીં. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Utility News

Trending

  • News
  • Photos
  • Videos
યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી, ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહ્યું

યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી, ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહ્યું

2

Asian Games 2026: જો વરસાદને કારણે રદ્દ થઈ ભારત-પાકિસ્તાન ફાઈનલ, તો કોને મળશે ગોલ્ડ મેડલ?

3

Stress Cleaning: ગુસ્સો આવે ત્યારે મહિલાઓ શા માટે કરવા લાગે છે ઘરમાં સાફ-સફાઈ ? જાણો સાયકોલોજીકલ કારણ

4

દક્ષિણ ગુજરાતના અપડાઉનર્સ માટે મોટા સમાચાર: વલસાડ-સુરત મેમુ ટ્રેનનો વિધિવત પ્રારંભ, હજારો મુસાફરોને મળશે રાહત

5

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર રાહુલ ગાંધી મૌન! પણ આ દિગ્ગજ કોંગ્રેસી નેતાએ કર્યા ભરપેટ વખાણ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.