Shukraditya Rajyog 2026: આજે ધનતેરસનું પાવન પર્વ છે. ગ્રહોની સ્થિતિને લઈને પણ આજનો દિવસ ખુબ જ શુભ છે. આજે ધનતેરસના અવસરે સુખ અને સંપત્તિ તથા સમૃદ્ધિના દાતા શુક્ર અને ગ્રહોના રાજાની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જેનાથી 4 રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ અને માન સન્માન તથા ધનલાભની મોટી તક છે.
જ્યોતિષ ગણતરીઓ મુજબ 6 નવેમ્બર 2026ના રોજ ધનતેરસના દિવસે શુક્ર અને સૂર્યની યુતિથી તુલા રાશિમાં શુક્રાદિત્ય રાજયોગ બન્યો છે. આ યોગને જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સુવિધાો, ધન, માન અને સન્માન તથા પ્રગતિ સાથે જોડવામાં આવે છે. જાણો કોને થશે ફાયદો?
1/5
શુક્રાદિત્ય રાજયોગ
એવી માન્યતા છે કે જ્યારે પણ ગ્રહોના રાજા સૂર્ય અને સુખ સમૃદ્ધિના દાતા શુક્ર એક સાથે આવે છે અને યુતિ બનાવે છે ત્યારે તેની અસર વ્યક્તિના જીવનના અનેક ક્ષેત્રો પર પડે છે. આ વખતે આ બંને ગ્રહોની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ બન્યો છે જે કેટલાક લોકોને વિશેષ લાભ કરાવે છે. આ રાશિના જાતકોને નોકરી, વેપાર, અને આર્થિક મામલાઓમાં સારી તકો મળી શકે છે. ધનતેરસે શુક્ર અને સૂર્ય તુલા રાશિમાં હશે અને શુક્રાદિત્ય રાજયોગ બનાવશે જે રાતે 1.04 કલાક સુધી પ્રભાવી રહેશે. ત્યારબાદ શુક્ર પોતાની વક્રી ચ ાલમાં કન્યા રાશિમાં જશે. જાણો કઈ ચાર રાશિઓ પર આ રાજયોગની અસર થઈ શકે છે.
2/5
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને શુક્રાદિત્ય રાજયોગ અનેક રીતે ફાયદો કરાવી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને વેપારમાં આગળ વધવાના નવા રસ્તા ખુલી શકે છે. પહેલેથી જે આર્થિક મુશ્કેલીઓ ભોગવતા હશો તે ઘટી શકે છે. પરિવારમાં સારો માહોલ રહેશે. જૂના રોકાણથી પણ ફાયદો થવાની શક્યતા છે.
3/5
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ ધન અને કરિયરની રીતે અનુકૂળ રહી શકે છે. આવક વધારવાની નવી તકો મળશે. નોકરીમાં તમારી મહેનત અને કામ કરવાના વખાણ થઈ શકે છે. વેપારીઓને કોઈ મોટી ડીલકે નવા ગ્રાહકોથી ફાયદો મળવાના સંકેત છે. આ દરમિયાન તમે બચત ઉપર પણ ધ્યાન આપશો. જેનાથી આવનારા સમયમાં આર્થિક સ્થિતિ મજબૂત બનવામાં મદદ મળશે.
4/5
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શુક્રાદિત્ય રાજયોગ અનુકૂળ પરિણામ લાવશે. નોકરીયાતોને પ્રગતિની નવી તકો મળી શકે છે. કાર્યક્ષેત્રે તમારી જવાબદારી વધશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. વેપારી કરનારાઓને નવી ડીલ થઈ શકે છે. જેનાથી સારો નફો થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. રોકાણથી સારો લાભ થવાના સંકેત છે.
5/5
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શુક્રાદિત્ય રાજયોગ શુભ પરિણામ લઈને આવી શકે છે. નોકરીયાતોને કાર્યક્ષેત્રે પ્રગતિ થવાની સાથે માન સન્માનમાં પણ વધારો થઈ શકે છે. વેપારીઓ માટે નવી યોજના ફાયદાકારક રહી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)