રોજિંદા જીવનમાં કેટલીક એવી ભૂલો કરવામાં આવે છે, જેની અસર તેના બ્લડ સુગર લેવલ પર પડી શકે છે. નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું છે કે કઈ આદતો તમારા બ્લડ સુગરને વધારી શકે છે.
1/5
રોજિંદા જીવનમાં આ વસ્તુનું રાખો ધ્યાન
ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એક એવી બીમારી છે, જે ધીમે-ધીમે શરીરના ઘણા અંગોને પ્રભાવિત કરે છે. પુણે સ્થિત ઇનામદાર હોસ્પિટલમાં ઈન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શાલિની સિંહ સાલુંખે કહે છે કે ખાનપાન સિવાય દરરોજની કેટલીક આદતો આ બીમારીનો ખતરો વધારી શકે છે. તો આવો જાણીએ કઈ આદતોથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે?
2/5
સવારનો નાસ્તો છોડી દેવો
જો તમે સવારનો નાસ્તો છોડો છો તો તેનાથી બ્લડ સુગર સ્પાઇક થઈ શકે છે. સાથે નાસ્તો ન કર્યા બાદ વધુ ભૂખ લાગે છે અને લોકો હેવી કોર્બોહાઇડ્રેટેડ ભોજન લે છે.
3/5
બે-ત્રણ કલાક એક જગ્યા પર બેસી રહેવું
જો તમે એક જગ્યા પર બેથી ત્રણ કલાક બેઠા રહો છો તો તેનાથી સુગર સ્પાઇક અને ઇંસુલિન રેસિસ્ટેન્સનો ખતરો વધી જાય છે. તેથી લાંબા સમય સુધી બેસવાની આદતને બદલો અને દરેક કલાકમાં 2થી 3 મિનિટ ઉઠી ચાલો.
4/5
ખરાબ ડાયટ
ડાયાબિટીસની પાછળ સૌથી મોટું કારણ છે ખરાબ ડાયટ. જો તમે તમારા ડાયટમાં મેંદો, સફેદ બ્રેડ અને સુગરથી ભરપૂર ખાદ્ય પદાર્થનું વધુ સેવન કરો છો તો તેનાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.
5/5
રાત્રે મોડું ભોજન કરવું
જો તમે રાત્રે મોડેથી ભોજન કરો છો તો આ આદત પણ ડાયાબિટીસનો ખતરો વધારી શકે છે.