• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ઉલ્ટી ચાલ ચલીને ગ્રહોના રાજકુમાર કરાવશે બંપર અણધાર્યો લાભ, આર્થિક-કરિયરના મોરચે ખુલશે પ્રગતિના દ્વાર

ઉલ્ટી ચાલ ચલીને ગ્રહોના રાજકુમાર કરાવશે બંપર અણધાર્યો લાભ, આર્થિક-કરિયરના મોરચે ખુલશે પ્રગતિના દ્વાર

Written ByViral Raval
Published: Oct 22, 2026, 12:41 PM IST|Updated: Oct 22, 2026, 12:45 PM IST
joinshare
દીવાળી પહેલા બુધની ચાલમાં મોટો ફેરફાર જોવા મળશે. બુધ વક્રી થઈને 3 રાશિના જાતકોના ભાગ્યના દ્વાર ખોલશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, વેપાર અને સંવાદના કારક ગણવામાં આવે છે. 24 ઓક્ટોબર 2026ના રોજ બુધ તુલા રાશિમાં જ વક્રી અવસ્થામાં જોવા મળશે. આ ચાલ કેટલીક રાશિઓ માટે ખુબ ફાયદાકારક રહી શકે છે.

3 રાશિના જાતકોને કરિયર, આર્થિક મામલે અને કૌટુંબિક જીવનમાં સકારાત્મક સંકેતો મળી શકે છે. જાણો કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે.

વક્રી ચાલનો અર્થ1/4

વક્રી ચાલનો અર્થ

બુધ વક્રી અવસ્થામાં આવશે એટલું એવું નહીં કે બુધ વાંકો ચાલે અથવા તો ઉલ્ટો હોય. સૂર્ય અને ચંદ્રને બાદ કરતા બધા ગ્રહો વક્રી અવસ્થામાં જોવા મળે છે. જ્યારે રાહુ અને કેતુ તો હંમેશા વક્રી અવસ્થામાં જ હોય છે. ક્યારેક ક્યારેક કોઈ ગ્રહ એક રાશિમાં વક્રી થઈને પાછલી રાશિમાં જાય છે અને ક્યારેક તે રાશિમાં જ રહે છે. પછી જેવો વક્રી સમય પૂરો થાય કે પાછો માર્ગી થાય છે. એટલે કે જૂની સ્થિતિમાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગ્રહ ક્યારેય પાછળ ચાલતો નથી. આ એક ભ્રમ છે જે પૃથ્વીથી જોવા મળે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ફરતી પૃથ્વીથી ગ્રહનું અંતર અને પૃથ્વી તથા તે ગ્રહની પોતાની ગતિના અંતરના કારણે એવું લાગે છે કે જાણે ગ્રહ વક્રી અવસ્થામાં છે એટલે કે ઉલ્ટો ચાલે છે. ગ્રહોની સ્થિતિ, ચાલની અસર આપણા જીવન પર પડતી હોય છે. જેને લઈને જ્યોતિષ શાસ્ત્રમાં અલગ અલગ મત પ્રવર્તતા હોય છે. હવે બુધની આ વક્રી ચાલ કઈ રાશિઓને ફાયદો કરાવશે એ પણ જાણી લો.
વૃષભ રાશિ2/4

વૃષભ રાશિ

શુક્ર જેના સ્વામી છે તે વૃષભ રાશિવાળા માટે આ સમય સકારાત્મક રહી શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલતી અણબન દૂર થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે મજબૂત ઓળખ ઊભી થઈ શકે છે. નવી નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. પરીક્ષાની તૈયારી કરતા જાતકોને સકારાત્મક પરિણામ મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આર્થિક મોરચે પણ ફાયદો થઈ શકે છે.
ધનુ રાશિ3/4

ધનુ રાશિ

બૃહસ્પતિ ગુરુ જેમના સ્વામી છે તે ધનુ રાશિના જાતકો માટે બુધની આ વક્રી ચાલ નવી તકો લાવી શકે છે. વિદેશ જવાની યોજના ઘડતા હશો તો સકારાત્મક પરિણામ મળી શકે છે. વિદેશમાં કારોબાર હોય તો લાભ થઈ શકે છે. વિઝા અને જરૂરી દસ્તાવેજોના કામ પૂરા થાય તેવી શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે અને કમાણીના નવા દ્વાર ખુલી શકે છે. નોકરીયાતોને નવી તક મળી શકે છે.
કુંભ રાશિ4/4

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી શનિ પોતે છે. લાંબા સમયથી ચાલી રહેલો વિરોધ કે કામમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. પૈતૃક સંપત્તિના મામલે રાહત મળવાના અને પરિવારમાં કોઈ માંગલિક આયોજન થાય તેવા સંકેત છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને મહેનત રંગ લાવી શકે છે. ધનલાભના સંકેત મળી રહ્યા છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

2

પ્રેમ, પ્રપંચ અને પરીણિત નરાધમની હેવાનિયત! જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર પ્રેમની જાળ ફેલાવી યુવતીનું શોષણ

3

Methi Side Effects: આ 4 લોકો મેથીની ભાજી ન ખાય એ જ સારું, ખાવાથી બગડી શકે છે તબિયત

4

"તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા", રસ્તાનો કાંટો કાઢવા પરિણીત પ્રેમી બન્યો હેવાન, પતિ પર કુહાડીથી ખેલ્યો ખૂની ખેલ!

5

Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.