Firing on Bollywood Stars: રવિવારે ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કર્યાની ઘટના બની છે. આ ઘટનાથી ફરી એકવાર બોલીવુડ અને અંડરવર્લ્ડની દુશ્મની ચર્ચામાં છે. ટાઈગર શ્રોફ પહેલો એક્ટર નથી જેની સાથે આવી ઘટના બની હોય. આ પહેલા પણ બોલીવુડના કલાકારો અને જાણીતા ચહેરા અંડરવર્લ્ડના નિશાન પર આવ્યા છે.
અંડરવર્લ્ડ અને બોલીવુડના સંબંધો વર્ષોથી પંકાયેલા છે. એક સમય હતો જ્યારે બોલીવુડ સ્ટાર્સને અવારનવાર ધમકીઓ મળતી અને હુમલા પણ થતા. આવા હુમલામાં 4 લોકોએ તો જીવ પણ ગુમાવ્યો છે.
1/5
સલમાન ખાન-રોહિત શેટ્ટી
ટાઈગર શ્રોફ પહેલા સલમાન ખાન અને રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કર્યાની ઘટનાઓ બની ચુકી છે. વર્ષ 2025 ની શરુઆતમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા મહિના પહેલા જ રોહિત શેટ્ટીના ઘર પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
2/5
રાકેશ રોશન
વર્ષ 2000 માં કહોના પ્યાર હૈ બ્લોક બસ્ટર હિટ સાબિત થઈ હતી અને ત્યારબાદ રાકેશ રોશન પર ફાયરિંગ થયાની ઘટના બની હતી. રાકેશ રોશન પર તેની ઓફિસની બહાર ફાયરિંગ થયું હતું જેમાં રાકેશ રોશનને ગોળી વાગી હતી અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
3/5
ગુલશન કુમાર
ટી સીરીઝના સંસ્થાપક અને લોકપ્રિય ગુલશન કુમાર પર 1997 માં અંધેરી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. ગુલશન કુમાર મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેના પર 16 રાઉન્ડ ફાયરિંગ થયું. આ ઘટનામાં તેમનું મોત થયું હતું.
4/5
જાવેદ રિયાઝ સિદ્દીકી
ફિલ્મ પ્રોડ્યુસર જાવેદ રિયાઝ સિદ્દીકીએ પણ અંડરવર્લ્ડની દુશ્મનીમાં જીવ ગુમાવ્યો હતો. 1994 માં જૂન મહિનામાં અંડરવર્લ્ડના ગેંગસ્ટર દ્વારા ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હતી.
5/5
મુકેશ દુગ્ગલ
જાણીતા ફિલ્મ નિર્માતા મુકેશ દુગ્ગલ પર પણ 1997 માં અંધેરી વિસ્તારમાં હુમલો થયો હતો. આ ઘટનામાં તેમનું પણ મોત થયું હતું. મુકેશ દુગ્ગલ ઓફિસમાંથી નીકળી કારમાં બેસવા જઈ રહ્યા હતા કે તેમના પર ફાયરિંગ કરી દેવામાં આવ્યું. આ સિવાય એક્ટર પ્રોડ્યુસર દિનેશ આનંદનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે