• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /અતિચારી ગુરુનું રાશિ પરિવર્તન આ 4 રાશિઓને ન્યાલ કરશે, દુ:ખના દહાડા પૂરાં...આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે!

અતિચારી ગુરુનું રાશિ પરિવર્તન આ 4 રાશિઓને ન્યાલ કરશે, દુ:ખના દહાડા પૂરાં...આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે!

Written ByViral Raval
Published: Oct 16, 2026, 11:08 AM IST|Updated: Oct 16, 2026, 11:19 AM IST
joinshare
દેવગુરુ બૃહસ્પતિ 31 ઓક્ટોબરના રોજ સાંજે 7.19 કલાકે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. ગુરુ જ્ઞાન, બુદ્ધિ, સૌભાગ્ય, વિસ્તારના કારક ગણાય છે. ગુરુ હાલ અતિચારી અવસ્થામાં છે અને 2032 સુધી તેઓ અતિચારી અવસ્થામાં રહેશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને અત્યંત પ્રભાવશાળી ગ્રહોમાં ગણવામાં આવે છે. ગુરુના રાશિ પરિવર્તન, નક્ષત્ર ગોચર  કે ચાલમાં ફેરફારથી તમામ રાશિઓ પર અસર પડતી હોય છે.

અતિચારી અવસ્થામાં ગોચર1/5

અતિચારી અવસ્થામાં ગોચર

ઓક્ટોબરના અંતમાં ગુરુ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અતિચારી અવસ્થામાં ગુરુનું આ ગોચર કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે જે આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠાના પણ કારક છે. સામાન્ય રીતે ગુરુને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા 12થી 13 મહિના જેટલો સમય લાગી શકે છે. પરંતુ અતિચારી અવસ્થામાં ગુરુ જલદી જલદી રાશિ બદલે છે. અતિચારીનો અર્થ જ્યોતિષ ભાષામાં જોઈએ તો ખુબ ઝડપથી ચાલવું અને ગુરુ વર્ષ 2032 સુધી અતિચારી ચાલ ચાલવાના છે. એટલે કે હજુ છ વર્ષ ગુરુ આ અવસ્થામાં રહેશે. અતિચારી ગુરુના રાશિ પરિવર્તનથી કોને ફાયદો થઈ શકે તે જાણો.
મેષ રાશિ2/5

મેષ રાશિ

મંગળના સ્વામીત્વવાળી મેષ રાશિને અતિચારી ગુરુનું રાશિ બદલવું ફાયદો કરાવી શકે છે. ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ પંચમ ભાવમાં થશે. જ્યોતિષ અનુસાર પંચમ ભાવ એ શિક્ષણ, બુદ્ધિ, સંતાન અને રચનાત્મકતા સાથે સંબંધ ધરાવે છે. વિદ્યાર્થીઓને આગળ વધવાની તક મળી શકે છે. કળા, લેખન, રચનાત્મક સંબંધિત ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી શકે છે. આર્થિક મોરચે પણ ફાયદો થઈ શકે છે.
કર્ક રાશિ3/5

કર્ક રાશિ

મનના કારક ચંદ્રમા જેમના રાશિ સ્વામી છે તે કર્ક રાશિના જાતકો માટે ગુરુનું ગોચર બીજા ભાવમાં થશે. જ્યોતિષમાં આ ભાવ ધન, પરિવાર, વાણી સાથે જોડવામાં આવે છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. નોકરીયાતોને પોતાની વાકકળાના દમ પર નવી ઓળખ બનાવવાની તક મળી શકે છે. વેપારીઓને નવા સંપર્ક ફાયદો કરાવી શકે છે. બચત અને ખર્ચા વચ્ચે સંતુલન જાળવવું પડશે.
સિંહ રાશિ4/5

સિંહ રાશિ

સૂર્યના સ્વામીત્વવાળી સિંહ રાશિના જાતકો માટે આ ગોચર લગ્ન ભાવે થવાનું છે જે વ્યક્તિત્વ, જીવનની દિશા અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલો છે. તમને યોજનાઓ પર નવેસરથી કરવાની તક મળી શકે છે. કાર્યક્ષેત્રે જવાબદારીઓ વધી શકે છે. નોકરી શોધતા લોકોને નવી નોકરીને તક મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં નિયમિત રહેવું, ફાયદો કરાવી શકે છે. સામાજિક દાયરો વધશે અને નવા સંપર્ક ફાયદો કરાવી શકે છે.
તુલા રાશિ5/5

તુલા રાશિ

શુક્રના સ્વામીત્વવાળી તુલા રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત શુભ રહેવાનું છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ સિંહ રાશિ તુલાથી એકાદશ ભાવમાં આવે છે જે આવક, સિદ્ધિઓ અને સામાજિક સંપર્કોનો ભાવ છે. નોકરીયાતોને વધારાની જવાબદારી કે આગળ વધવાની તક મળી શકે છે. વેપાર કરતા લોકોને ગ્રાહકો વધી શકે છે અને સંપર્કોનો ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂરી કરવા માટે પણ આ સમય ઉપયોગી થઈ શકે છે. જો કે સફળતા માટે સતત પ્રયત્ન કરવા પડશે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

2

કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ: 'કાફિર' અને 'બ્રાહ્મણ' શબ્દથી રાજનીતિમાં ઉકળતું ચરું!

3

વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

4

Cancer: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ જણાવ્યું કેન્સર થવાનું જોખમ કોને વધારે ? જાણો કેન્સરના રિસ્ક ઝોન વિશે

5

કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને પોરબંદરની મહિલાઓએ લીધા મહેરના રાસડા, મણીયારા રાસથી સંસ્કૃતિ ખીલી ઉઠી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.