Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી નવરાત્રિ તહેવાર અને સમગ્ર ઓક્ટોબરથી નવેમ્બર મહિના દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે વિગતવાર આગાહી કરી છે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે ગરમી મુખ્ય પડકાર બની રહેશે, જ્યારે ઓક્ટોબરના અંતમાં અને દિવાળી પૂર્વે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નવરાત્રિની શરૂઆતમાં ગુજરાતમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે, પરંતુ સાથે જ ગરમીનો પ્રકોપ પણ યથાવત્ રહેશે. વડોદરા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 15 ઓક્ટોબર સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ખૂબ ઓછી છે. આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે ખેલૈયાઓએ ગરબા રમવા પડશે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં વરસાદનું વિઘ્ન ઓછું રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં ગરબાના આયોજન માટે હવામાન અનુકૂળ રહેશે.
1/5
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાંછવાયાં ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે
હાલમાં ગુજરાતમાં વરસાદની માત્રા ઓછી રહેવાની સંભાવના છે. જોકે, ટ્રાન્ઝિશન પિરિયડના કારણે ઓક્ટોબરમાં પવનની દિશામાં વારંવાર ફેરફાર થઈ શકે છે, જેનાથી હવામાનની આગાહી વધુ જટિલ બની રહી છે. રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશની આસપાસ એન્ટિસાયક્લોનિક પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મર્યાદિત રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાંછવાયાં ઝાપટાં કે આશરે 5 મિમી જેટલો હળવો વરસાદ પડી શકે છે.
2/5
17 થી 20 ઓક્ટોબરે હવામાનમાં પલટો અને વાદળછાયું વાતાવરણ
17થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠોના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
3/5
ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ અને ખેડૂતોની ચિંતા
અલ નીનોની અસર વચ્ચે હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગરમી વધુ રહેવા છતાં કમોસમી વરસાદની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. ઓક્ટોબરના અંતમાં (25થી 29 ઓક્ટોબર) ગુજરાતમાં માવઠાની શક્યતા વધી જશે. ઓક્ટોબરના અંતથી લઈને નવેમ્બરની શરૂઆત સુધીમાં દિવાળી પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદના એંધાણને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વધી શકે છે. ઓક્ટોબરના અંતમાં ગરમીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને સવારના સમયે ગુલાબી ઠંડી તથા ઠંડા પવનોનો અહેસાસ વધશે.
4/5
સમુદ્રી સિસ્ટમ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રની હલચલ
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં ફેરફાર થવાની સંભાવના છે. 15 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં નવી હવામાન પ્રણાલી સર્જાશે, જેના ભેજવાળા પવનો ગુજરાત તરફ આવશે. આ સિવાય, નવેમ્બરની શરૂઆતમાં અને ખાસ કરીને 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી બંગાળની ખાડીમાં શક્તિશાળી ચક્રવાતી પ્રણાલી સર્જાવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ નીચા દબાણની પ્રણાલીઓ સર્જાઈ શકે છે.
5/5
ચક્રવાતી સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદ
જો અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાશે તો તેની દિશા ઓમાન તરફ રહેવાની શક્યતા વધુ છે. અરબી સમુદ્રનું સપાટી જળતાપમાન, પવનની સ્થિતિ, ઓછો વર્ટિકલ વિન્ડ શિયર અને આફ્રિકાથી હિંદ મહાસાગર સુધી મેડન-જુલિયન ઓસિલેશનની ગતિવિધિ ચક્રવાતી સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.