• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે એક-બે નહીં, 3-3 વાવાઝોડાનો ખતરો; 'નોલા' ચક્રવાતને લઈને અંબાલાલની ડરામણી આગાહી

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે એક-બે નહીં, 3-3 વાવાઝોડાનો ખતરો; 'નોલા' ચક્રવાતને લઈને અંબાલાલની ડરામણી આગાહી

Written ByKinjal Patel
Published: Oct 07, 2026, 09:33 AM IST|Updated: Oct 07, 2026, 09:37 AM IST
joinshare
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે અને દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ ચોમાસું વિદાયના આખરી તબક્કામાં છે. તેના કારણે અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જોકે, ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે તે પહેલાં દેશના કેટલાક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.

ગુજરાતના હવામાનના જાદુગર ગણાતા અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં ગરમી, વાદળછાયું વાતાવરણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠા અંગે મહત્વની આગાહી કરી છે. આ સિવાય 'ચૂઈવાન', 'નોલા' અને 'કોગોમા' જેવા વાવાઝોડાં આકાર લેશે, જેમાં 'નોલા' વાવાઝોડું ખૂબ જ શક્તિશાળી બનીને સુપર સાયક્લોન નું સ્વરૂપ ધારણ કરી શકે છે.

શરદ પૂર્ણિમાના દિવસે પણ આકાશમાં વાદળો જોવા મળશે1/4

શરદ પૂર્ણિમાના દિવસે પણ આકાશમાં વાદળો જોવા મળશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઓક્ટોબરના શરૂઆતી દિવસોમાં (10 થી 12ઓક્ટોબર દરમિયાન) વાતાવરણ વાદળછાયું રહી શકે છે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી હવામાન ખુલ્લું અને પ્રકાશિત થશે. જો અલ-નિનોની નકારાત્મક અસર નહીં થાય, તો 20 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાં ફરી વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, 25-26 ઓક્ટોબર દરમિયાન વાતાવરણમાં મોટો પલ્ટો આવશે અને શરદ પૂર્ણિમાના દિવસે પણ આકાશમાં વાદળો જોવા મળી શકે છે.
 બે તબક્કામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા2/4

બે તબક્કામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા

ઓક્ટોબર મહિનામાં બે તબક્કામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. પ્રથમ તબક્કો 8 થી 12 ઓક્ટોબર અને બીજો તબક્કો 14 થી 18 ઓક્ટોબર વચ્ચેનો છે. મહિનાના અંત ભાગમાં અત્યંત મજબૂત (સ્ટ્રોંગ) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરતી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડી વધુ સક્રિય બનશે3/4

બંગાળની ખાડી વધુ સક્રિય બનશે

અંબાલાલ પટેલે દરિયામાં થતી ગતિવિધીઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,17 ઓક્ટોબરથી દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 12 થી 15 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરની શાખા સક્રિય રહેશે. આ સિવાય, વૈશ્વિક સ્તરે 'ચૂઈવાન', 'નોલા' અને 'કોગોમા' જેવા વાવાઝોડાં આકાર લેશે, જેમાં 'નોલા' વાવાઝોડું ખૂબ જ શક્તિશાળી બનીને સુપર સાયક્લોન નું સ્વરૂપ ધારણ કરી શકે છે. નોલા વાવાઝોડામાં 240 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ પવનો ફૂંકાશે, જેની મુખ્ય અસર દક્ષિણ ચીન અને જાપાનના વિસ્તારોમાં જોવા મળશે. જો આ વાવાઝોડું બંગાળના ઉપસાગર તરફ આવશે, તો બંગાળની ખાડી વધુ સક્રિય બનશે.
 રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે! ઓક્ટોબર 15 સુધી કાળઝાળ ગરમી4/4

રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે! ઓક્ટોબર 15 સુધી કાળઝાળ ગરમી

ચોમાસું પૂરું થતાં જ 'ઓક્ટોબર હીટ'નો પ્રારંભ થઈ ગયો છે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં દિવસ દરમિયાન ભારે ગરમી અનુભવાશે. મધ્ય ગુજરાતમાં દિવસનું તાપમાન 37°C થી 38°C અને ક્યાંક 40°C સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં ઓક્ટોબર દરમિયાન તાપમાન 37°C થી 38°C રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર (મોરબી, સુરેન્દ્રનગર)માં તાપમાન 36°C થી 38°C વચ્ચે રહેશે. દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર (અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર)માં ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે, જ્યારે દ્વારકાના ભાગોમાં પારો 37°C થી 40°C સુધી જઈ શકે છે. કચ્છ અને દક્ષિણ ગુજરાત (ભરૂચ, સુરત)માં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને કચ્છમાં તાપમાન 37°C થી 38°C નોંધાઈ શકે છે. આમ, ઓક્ટોબર મહિનાના મધ્ય સુધી ગુજરાતીઓએ બળબળતા તાપ અને ગરમીનો સામનો કરવો પડશે, જ્યારે ઓક્ટોબરના ઉત્તરાધમાં વાતાવરણમાં પલ્ટો અને કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
"રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર

"રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર

2

હોમ લોનથી લઈને કાર લોન થઈ જશે મોંઘી, વધી જશે તમારો EMI, RBIએ રેપો રેટમાં કર્યો વધારો

3

SIR પર હંગામા વચ્ચે મોટા સમાચાર, ચૂંટણી પંચે જણાવ્યું યાદીમાંથી કોના કપાઈ ગયા નામ

4

Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી

5

Archana Gautam: લ્યો બોલો, ચોર કેફેમાંથી આખું કેશ બોક્સ લઈને ફરાર, અભિનેત્રી અર્ચના ગૌતમના કેફેની ઘટના, જુઓ CCTV

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.