• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /અંબાલાલની આગાહી: ગરમી કરશે હેરાન પરેશાન, આ તારીખથી હવામાનમાં આવશે જોરદાર પલટો! 3 વાવાઝોડા વિશે શું કહ્યું એ પણ જાણો

અંબાલાલની આગાહી: ગરમી કરશે હેરાન પરેશાન, આ તારીખથી હવામાનમાં આવશે જોરદાર પલટો! 3 વાવાઝોડા વિશે શું કહ્યું એ પણ જાણો

Written ByViral Raval
Published: Oct 05, 2026, 01:56 PM IST|Updated: Oct 05, 2026, 03:35 PM IST
joinshare
Gujarat Weather Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જે લેટેસ્ટ આગાહી આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. કારણ કે હવે તો શિયાળાની શરૂઆતના એંધાણ હોવા જોઈએ ત્યાં ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ વાવાઝોડાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. જાણો વિગતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલમાં દિવસ દરમિયાન ગરમી પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 37 ડિગ્રી થી 38 ડિગ્રી તાપમાન રહેશે. 40 ડિગ્રી તાપમાન થઈ શકે છે. 

ગુજરાતના આ ભાગોમાં ગરમી!1/4

ગુજરાતના આ ભાગોમાં ગરમી!

ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઓક્ટોબરમાં 37-38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. તેમના જણાવ્યાં મુજબ ઉતર સૌરાષ્ટ્રના ભાગો મોરબી, સુરેન્દ્રનગરમાં 36-થી 38 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગાહી મુજબ કરછના ભાગોમાં 37-38 ડિગ્રી તાપમાન રહી શકે છે. અમરેલી જુનાગઢમાં પણ ગરમી રહી શકે છે. દ્વારકાના ભાગોમાં ‌ગરમી 37-40 ડિગ્રી રહી શકે છે. પોરબંદર જામનગરના ભાગોમાં પણ ગરમી રહી શકે છે. ભરૂચ, સુરત વગેરે ભાગોમાં ગરમી રહી શકે છે.
16 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો2/4

16 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓક્ટોબર 15 સુધી ગરમી રહી શકે છે. 10-12 ઓક્ટોબર વાદળછાયું વાતાવરણ રહી શકે. 16 ઓક્ટોબરથી હવામાન પલટાઈ શકે છે. 17 ઓક્ટોબરથી દરિયામાં ભારે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે. જો અલ નીનોની અસર ન થાય તો 20 ઓક્ટોબર આસપાસ વરસાદ આવી શકે છે. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફરી પલટો આવી શકે. શરદ પૂર્ણિમા પર વાદળો આવે તેવી શક્યતા છે. 8-12 ઓક્ટોબર, 14-18 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહી શકે છે.
મહિનાના અંતમાં માવઠું!3/4

મહિનાના અંતમાં માવઠું!

અંબાલાલે જણાવ્યું કે મહિનાના અંતમાં સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઈ શકે છે. બંગાળના ઉપસાગરની શાખા સક્રિય રહેશે. 12-15 ઓક્ટોબર આસપાસ બંગાળનો ઉપસાગર સક્રિય રહી શકે છે.
વાવાઝોડાની આગાહી4/4

વાવાઝોડાની આગાહી

પ્રશાંત મહાસાગરમાં વિકરાળ વાવાઝોડું બની રહ્યું છે. જે સુપર સાયક્લોન બનવાની શક્યતા રહેશે. દક્ષિણ ચીનના ભાગો કે જાપાનના ભાગોમાં ભારે વિનાશ પણ સર્જી શકે. તેમણે કહ્યું કે વાવાઝોડું ચૂઈવાન , વાવાઝોડું નોલા, કોગોમા વાવાઝોડાની અસરો ભારે છે. જેની અસર દક્ષિણ ચીન, જાપાનમાં થવાની શક્યતા રહેશે. જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવે તો બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. 12થી 15 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 17મી આસપાસ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. સામાન્ય કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે. અરબ સાગરમાં પણ સિસ્ટમ બનવાની શક્યતા રહે. આ મહિનાના અંતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરી પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહે. જેની અસર ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા રહે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

2

કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ 23 વર્ષે મોરબીથી ઝડપાયો, એક જૂના ફોટા પરથી પોલીસે દબોચ્યો

3

મુસાફરોને મોટો ઝટકો: ઇન્ડિગોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર ફ્યુઅલ ચાર્જ ફરી વધાર્યો, 6 ઓક્ટોબરથી લાગુ થશે નવા દરો!

4

હાર બાદ ટીમ ઈન્ડિયા સામે ICCની મોટી કાર્યવાહી, વેસ્ટ ઈન્ડિઝને પણ લાગ્યો ઝટકો

5

શ્રાદ્ધ પક્ષની અમાસના રોજ આ 4 દીવા ખાસ કરજો, ઘરમાંથી રોગ, દોષ, દુ:ખ દુર થવાની છે માન્યતા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.