• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /સોનિયા ગાંધી શા માટે ન બન્યા દેશના PM? પોતાના જ નવા પુસ્તકમાં કર્યો મોટો ખુલાસો

સોનિયા ગાંધી શા માટે ન બન્યા દેશના PM? પોતાના જ નવા પુસ્તકમાં કર્યો મોટો ખુલાસો

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક બિલોન્ગિંગઃ અ જર્ની ઓફ લવમાં ખુદના પ્રધાનમંત્રી ન બનવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેમ તેમણે પાર્ટી નેતાઓની અપીલ ઠુકરાવી દીધી હતી.

Written ByGokani Dhaval
Published: Nov 10, 2026, 11:54 AM IST|Updated: Nov 10, 2026, 11:59 AM IST
joinshare
સોનિયા ગાંધી શા માટે ન બન્યા દેશના PM? પોતાના જ નવા પુસ્તકમાં કર્યો મોટો ખુલાસો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક બિલોન્ગિંગઃ અ જર્ની ઓફ લવમાં ખુદને પ્રધાનમંત્રી ન બનવાને લઈને ખુલાસો કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી બનવા માટે પોતાની પાર્ટીની અપીલને ઠુકરાવી દીધી હતી. તેમણે હવે ખુદ જણાવ્યું કે તેમના આ નિર્ણય પાછળ શું કારણ હતા.

દેશના પ્રધાનમંત્રી ન બનવાના નિર્ણયને લઈને તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું 'મારા મનમાં શંકાનો છેલ્લો અંશ પણ અચાનક દૂર થઈ ગયો. મને લાગ્યું કે જેમ હું ખુદને કહી રહી છું કે સોનિયા પોતાના પ્રત્યે ઈમાનદાર રહો. તું હંમેશા આ જાણતી રહી છો. બસ, તેને છોડી દો.'

ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે ચૂંટણીના થોડા મહિના પહેલા મેં અને મારા બાળકોએ આ વાત પર ચર્ચા કરી હતી કે શું હું પ્રધાનમંત્રી બની શકું છું. તેમાંથી એકએ મને સીધો સવાલ પૂછ્યો કે જો આપણી પાર્ટી જીતી જાય છે, તો શું હું આ પદ સ્વીકાર કરીશ? મેં નારાજગી સાથે કહ્યું, નહીં. તેમણે ફરી પૂછ્યું, શું તમે પાક્કુ કહી રહ્યાં છો? મેં ભાર આપી કહ્યું- હું બિલકુલ સ્પષ્ટ છું.

રાહુલ અને પ્રિયંકાને લઈને શું કહ્યું

તેમણે જણાવ્યું કે રાહુલ અને પ્રિયંકા બંનેમાંથી કોઈને તે ન લાગ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું જોઈએ. તેમણે પોતાના દાદીની હત્યા અને પોતાની પિતાની નિર્દયતાથી કરવામાં આવેલી હત્યાનું દુખ સહન કર્યું હતું. તેમના મનમાં આ પદ પર રહેવાનો સીધો અર્થ ખુબ વધુ ખતરા સાથે જોડાયેલો હતો. તેમને રાહત મળી અને મને હળવો અનુભવ થયો. કારણ કે પ્રથમવાર મેં આ સવાલ પર સ્પષ્ટ રીતે મારો મત રાખ્યો હતો અને વાત ત્યાં ખતમ થઈ ગઈ.

આ પણ વાંચોઃ પવન કલ્યાણના ત્રીજા લગ્નનો અંત: પત્ની અન્ના કોનિડેલા સાથે 13 વર્ષનો સંબંધ તૂટ્યો

આ વિશે ક્યારેય કોઈ સાથે વાત નથી કરીઃ સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે મેં આ વિશે કોઈ સાથે ક્યારેય વાત કરી નથી. સંપૂર્ણ ચૂંટણી દરમિયાન જ્યારે પણ મને જાહેરમાં આ સવાલ પૂછવામાં આવ્યો તો મેં કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. અમે અમારા અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં હતા અને મારે મારી પાર્ટીને એક રાખવાની હતી, જેથી અમે એક મજબૂત ટીમના રૂપમાં અમારા દુશ્મનોનો સામનો કરી શકીએ.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષે જણાવ્યું કે મેં મારો મત પોતાના સુધી સીમિત રાખ્યો, ત્યાં સુધી કે મારા નજીકના સહયોગીઓને પણ ન જણાવ્યું. મને અંદરથી બસ તે અહેસાસ હતો કે જે વ્યક્તિ પાછલી કોંગ્રેસ સરકારોના વારસાને આગળ વધારશે, તેની પાસે સરકાર ચલાવવાનો લાંબો અનુભવ હોવો જોઈએ અને તેની ઈમાનદારીનો રેકોર્ડ બેગાદ હોવો જોઈએ.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News