SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું, આ વિસ્તારોમાં ભૂકા બોલાવશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

Cyclone Arnab : ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે તબાહી મચાવવા અર્નબ વાવાઝોડું આવી રહ્યું છે. રાજ્ય સરકારોએ લોકોના રક્ષણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી લીધી છે. વાવાઝોડાના માર્ગ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને તે લેન્ડફોલ કરશે કે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

Written By Dilip Chaudhary
Published: Oct 25, 2026, 07:05 PM IST | Updated: Oct 25, 2026, 07:12 PM IST
Join

Cyclone Arnab : બંગાળની ખાડીમાં રચાયેલું લો-પ્રેશર સતત વધુ શક્તિશાળી બની રહ્યું છે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે જણાવ્યું હતું કે, 27 ઓક્ટોબર સુધીમાં તે એક ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. જેને કામચલાઉ રીતે અર્નબ નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડાના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ અને કેરળ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું એટલે ફાઈનલ! આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

આ સિસ્ટમ ક્યારે વાવાઝોડામાં ફેરવાશે?

IMDએ સંકેત આપ્યો છે કે આ લો-પ્રેશર વિસ્તાર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને 26 ઓક્ટોબરની સવાર સુધીમાં પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. IMD મુજબ, ત્યારબાદ 27 ઓક્ટોબરની સવાર સુધીમાં તે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. વધુમાં, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને અતિ ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

બંગાળના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28થી 30 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, કોલકાતામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું ક્યારે તટ પર ટકરાશે?

IMDના અનુમાન મુજબ, આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવાર સુધીમાં આંધ્રપ્રદેશના કિનારા નજીક, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં પહોંચી જશે. એવી પ્રબળ શક્યતા છે કે 28 ઓક્ટોબરની સવારે તે અતિ ગંભીર વાવાઝોડા તરીકે આંધ્રપ્રદેશના કિનારે બાપટલા અને વિશાખાપટ્ટનમની વચ્ચે તેમજ યાનમના કિનારે ત્રાટકશે.

પવનની ગતિ 140 કિમી/કલાક સુધી પહોંચી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન પવનની સતત ગતિ 115થી 125 કિમી/કલાકની વચ્ચે રહી શકે છે, જ્યારે પવનના ઝાપટાં 140 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. હાલમાં, બંગાળની ખાડીમાં પવનની ગતિ આશરે 60 કિમી/કલાક છે.

26 ઓક્ટોબરે પવનની ગતિ 70થી 80 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, અને જેમ જેમ આ સિસ્ટમ કિનારાની નજીક આવશે, તેમ તે 100 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 25 ઓક્ટોબરથી જ વરસાદ શરૂ થઈ શકે છે. ઓડિશામાં 26 ઓક્ટોબરથી વરસાદ શરૂ થઈ શકે છે. વરસાદની સાથે તેજ પવનની આગાહીના પગલે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES