Ambalal Patel Prediction : વરસાદને લઈને અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યના હવામાનમાં પલટાના સંકેત છે. ત્યારે કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને ક્યારે વરસાદની શક્યતા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
રાજ્યમાં હાલ ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી. કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
1/5
અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
2/5
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા અને વલસાડમાં વરસાદ પડી શકે છે. નવસારી અને સુરતમાં પણ હવામાન પલટાઈ શકે છે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
3/5
ગુજરાતમાં ગરમી યથાવત્
ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તેથી લોકોને હાલ ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી.
4/5
અરબી સમુદ્રમાં સિસ્ટમ
ઓક્ટોબરના અંતમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના સંકેત છે. બંગાળની ખાડીમાં પણ હવામાનની સિસ્ટમ વિકસવાની શક્યતા છે.
5/5
અલ નીનોની અસર
ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત સુધી ચક્રવાતી સિસ્ટમ પર નજર રહેશે. આ સિસ્ટમ કેટલી તીવ્ર હશે, તે અલ નીનોની અસર નક્કી કરશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ હવામાનમાં ફેરફારની શક્યતા છે.