• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પંચાયત વિભાગનો મોટો નિર્ણય! 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક બદલી

પંચાયત વિભાગનો મોટો નિર્ણય! 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક બદલી

Gujarat Government : રાજ્યના પંચાયત વિભાગના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ફરજ બજાવતા 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે, ત્યારે કયા અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written ByDilip Chaudhary
Published: Oct 17, 2026, 06:19 PM IST|Updated: Oct 17, 2026, 07:00 PM IST
joinshare
પંચાયત વિભાગનો મોટો નિર્ણય! 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક બદલી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
નાના પાટેકર કે કેપ્ટન સ્મિત મચ્છર? મુંબઈના નવા વિદ્યાવિહાર ફ્લાયઓવરના નામને લઈને છેડાયું યુદ્ધ !

નાના પાટેકર કે કેપ્ટન સ્મિત મચ્છર? મુંબઈના નવા વિદ્યાવિહાર ફ્લાયઓવરના નામને લઈને છેડાયું યુદ્ધ !

2

ખૂબસુરત બલાની 5 દિવસમાં જ વ્હાઈટ હાઉસમાંથી હકાલપટ્ટી, એવું તે શું કર્યું કે બની ગયો ઘરભેગા થવાનો નવો રેકોર્ડ

3

પંચાયત વિભાગનો મોટો નિર્ણય! 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક બદલી

4

Shanivar Ke Upay: તમને પણ લાગી જાય છે વારંવાર નજર ? શનિવારે સાંજે કરો આમાંથી કોઈ 1 ઉપાય

5

Jailer 2 Box Office Collection: રજનીકાંતની જેલર 2નો દુનિયાભરમાં ડંકો, 2 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Government : રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને નવી જગ્યાએ નિમણૂક અંગે મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા છ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

સરકારના આદેશ અનુસાર, સિદ્ધપુર, માંગરોળ, અંબિકા, મહેમદાબાદ અને અન્ય તાલુકાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે. આ વહીવટી ફેરફારથી તાલુકા અને જિલ્લા સ્તરે વહીવટી કામગીરીમાં નવી જવાબદારીઓની ફાળવણી થશે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત 6 શહેરોના 29 ઠેકાણાઓ પર EDના દરોડા, 1 લાખથી વધુ નાના રોકાણકારો ફસાયા

કોની કઈ જગ્યાએ થઈ બદલી?

સિદ્ધપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા વિજયસિંહ બાજુજી પરમારની સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

તેવી જ રીતે, હરદિપસિંહ છત્રસિંહ ધરિયા, જેઓ માંગરોળ તાલુકામાં ફરજ બજાવતા હતા, તેમની પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં બદલી કરવામાં આવી છે. ડૉ. પી. એસ. આસોડિયા, જેઓ સુરત જિલ્લાના અંબિકા ખાતે ફરજ બજાવતા હતા, તેમને ડાંગ જિલ્લાના આહવા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

પંકજકુમાર જોરાવરસિંહ મહીડાની મહેમદાબાદથી ગાંધીનગર ખાતે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં મદદનીશ વહીવટી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પંચાયત વિભાગના વહીવટી માળખામાં ફેરફાર

બીજી તરફ, સ્વૈચ્છિક બદલીના ભાગરૂપે ભાવનાબેન નાનજી વાલેરાની અમરેલીના બગસરાથી રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં અને મહેશ પરસોત્તમભાઈ વિરાણીની વડોદરાના શિનોરથી વલસાડ જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ બદલીના આદેશથી રાજ્યના ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના વહીવટી માળખામાં ફેરફાર થશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News