White House Press Secretary : વ્હાઇટ હાઉસના પ્રેસ રૂમને દુનિયાનું સૌથી શક્તિશાળી મંચ માનવામાં આવે છે. જ્યાં દુનિયાના સૌથી અઘરા સવાલોના જવાબ આપવામાં આવે છે પરંતુ ટ્રમ્પ પ્રશાસનમાં એન્ટ્રી જેટલી ધમાકેદાર હોય છે. એક્ઝિટ તેનાથી પણ વધુ ચોંકાવનારી હોય છે. માત્ર 5 દિવસમાં જ ટ્રમ્પે પોતાનાં નવાં પ્રેસ સેક્રેટરી કેટી જકારિયાને પદ પરથી હટાવી દીધાં.
9 ઑક્ટોબરે જ્યારે કેટી જકારિયાએ વ્હાઈટ હાઉસનાં નવાં પ્રેસ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે એવું લાગતું હતું કે તેઓ ટ્રમ્પની નીતિઓનો આક્રમક રીતે બચાવ કરશે. પરંતુ માત્ર 120 કલાકમાં જ આખી કહાની પલટાઈ ગઈ. પહેલી જ કસોટીમાં જકારિયાનું પ્રદર્શન નબળું રહ્યું અને આખરે ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે હસ્તક્ષેપ કરવો પડ્યો. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું કે કેટી આ જવાબદારી સંભાળી શકે તેમ નથી.
President Trump is a kind, wonderful, gracious, thoughtful, enthusiastic, and hardworking man. I wish more Americans appreciated him. No one will ever make America great the way he has and continues to. It was an honor to work for him. https://t.co/Tp4NizrhE2
— Katie Zacharia (@KatieZacharia) October 17, 2026
વ્હાઇટ હાઉસમાંથી વિદાય મળ્યા બાદ કેટીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાના પાંચ દિવસના કાર્યકાળ બદલ આભાર વ્યક્ત કર્યો અને તેને સન્માનની વાત ગણાવી. સાથે જ તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક દયાળુ, શ્રેષ્ઠ, શાલીન અને મહેનતુ વ્યક્તિ છે. કાશ, અમેરિકાના વધુ લોકો તેમની કદર કરતા હોત. તેમણે અમેરિકાને જે રીતે મહાન બનાવ્યું છે અને બનાવી રહ્યા છે, તેવું બીજું કોઈ ક્યારેય કરી શકશે નહીં.
https://t.co/TXdt3pCM0i
— Katie Zacharia (@KatieZacharia) October 11, 2026
હવે તમને એ પણ જણાવી દઈએ કે આખરે આ પાંચ દિવસમાં એવું શું થયું કે કેટીને આટલી ઝડપથી વ્હાઇટ હાઉસમાંથી વિદાય મળી ગઈ. 13 ઑક્ટોબરે કેટી જકારિયાની પહેલી સત્તાવાર પ્રેસ બ્રીફિંગ હતી. અમેરિકાના દિગ્ગજ મીડિયા પત્રકારો સામે બેઠા હતા. યુક્રેન, ચીન અને દેશની અર્થવ્યવસ્થા અંગે સવાલો પૂછવામાં આવ્યા. પરંતુ ટ્રમ્પનાં આ પ્રવક્તાની જીભ કેમેરા સામે લથડવા લાગી. તેઓ સામાન્ય સવાલોના જવાબ આપતી વખતે પણ અટકી રહ્યાં હતાં અને વાતોને ગોળગોળ ફેરવી રહ્યાં હતાં. વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી પાસેથી જે આત્મવિશ્વાસની અપેક્ષા રાખવામાં આવે છે, તે જકારિયામાં જોવા મળ્યો નહીં. પહેલી જ પ્રેસ બ્રીફિંગ દરમિયાન એક સવાલના જવાબમાં જકારિયાએ ભૂલથી પોતાના પતિને માય પ્રેસિડેન્ટ કહી દીધા.
White House Press Secretary Katie Zacharia and Special Assistant to the president Natalie Harp join President Donald Trump in Marine One he arrived in Wasilla, Alaska yesterday. @POTUS @KatieZacharia https://t.co/DGRXKpK48J
— Doug Mills (@dougmillsnyt) October 14, 2026
એ જ દિવસે વ્હાઇટ હાઉસના કોરિડોરમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. જકારિયાનું આ પ્રદર્શન ટ્રમ્પના માપદંડો પ્રમાણે અત્યંત નબળું હતું. ટ્રમ્પને એવા પ્રવક્તાની જરૂર છે, જે મીડિયાને ચૂપ કરાવી શકે, નહીં કે પોતે જ મીડિયા સામે લાચાર દેખાય.
પરંતુ કહાનીમાં સૌથી મોટો વળાંક હજી આવવાનો બાકી હતો. ડોનાલ્ડ ટ્રમ્પે જકારિયાને એટર્ની એટલે કે વકીલ તરીકે રજૂ કર્યાં હતાં. પરંતુ અમેરિકાના મીડિયાની તપાસાત્મક પત્રકારિતાએ ગણતરીના કલાકોમાં જ આ દાવા સામે સવાલો ઊભા કર્યા. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે વટાણા વેરી દીધા.
કેટી જકારિયાએ વર્ષ 2011માં કેલિફોર્નિયાની પેપરડાઇન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડિગ્રી તો મળી ગઈ, પરંતુ અમેરિકામાં વકીલાત કરવા અથવા કાયદાકીય રીતે પોતાને 'એટર્ની' ગણાવવા માટે બારની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે. જકારિયા આ પરીક્ષામાં બેઠાં તો ખરાં, પરંતુ તેમાં નિષ્ફળ રહ્યાં. અમેરિકાના કોઈ પણ રાજ્યના રેકોર્ડમાં તેમની પાસે વકીલાતનું સક્રિય લાઈસન્સ હોવાની નોંધ નથી.
@dougmillsnyt @POTUS @KatieZacharia https://t.co/KzkCyNKbdC
— Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) October 14, 2026
કાયદાના નિષ્ણાત તરીકે તેમને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી, તે અંગેના દાવા પર જ સવાલો ઊભા થયા. જકારિયાએ દલીલ કરી હતી કે તેઓ ચીનની એક લૉ ફર્મમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો સંબંધિત કાયદાકીય કામ કરતાં હતાં, તેથી તેઓ પોતાને વકીલ કહી શકે છે પરંતુ કાયદાકીય રીતે લાઇસન્સ વિના પોતાને વકીલ ગણાવવાનો મુદ્દો વિવાદનું કારણ બન્યો. પરિણામે કેલિફોર્નિયામાં તેમની સામે તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં આવી. ત્યાર બાદ કેટીએ મીડિયાની સામે સ્વીકાર્યું કે તેમણે વકીલની ડિગ્રી મેળવી હોવાનો દાવો ક્યારેય કર્યો નહોતો.
કેટીના આ નિવેદન બાદ ટ્રમ્પે આખરી નિર્ણય પણ લઈ લીધો.નિમણૂકના બરાબર પાંચમા દિવસે કેટી જકારિયાને તેમના પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યાં. આને ટ્રમ્પ પ્રશાસનના ઇતિહાસમાં સૌથી ઝડપી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. આ નિર્ણયથી ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેમના પ્રશાસનમાં નબળા પ્રદર્શન, બદનામી અને ખોટી માહિતી માટે કોઈ સ્થાન નથી. કેરોલિન લેવિટના ગયા બાદ જે ખાલી જગ્યા ભરવા માટે જકારિયાને લાવવામાં આવ્યાં હતાં, તે જ હવે ટ્રમ્પ પ્રશાસન માટે શરમજનક સ્થિતિનું કારણ બની ગઈ છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ પ્રશાસનમાં આગામી પ્રેસ સેક્રેટરી કોણ બનશે..