SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસનો કહેર, દક્ષિણમાં વરસાદની આગાહી; આગામી 4 દિવસમાં ઠંડી હજુ વધશે

ઉત્તર ભારતમાં ઠંડી અને ધૂમ્મસની અસર વધી રહી છે. શ્રીનગરમાં તાપમાન માઇનસ 1.6 અને પહેલગામમાં માઇનસ 4.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે. બીજીતરફ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે.

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 18:03 IST | Updated: Nov 24, 2026, 18:06 IST
Join

દેશમાં હવામાનના બે અલગ-અલગ સ્વરૂપ જોવા મળી રહ્યાં છે. ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે, તો દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં આંધી-વરસાદ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પહાડી વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બીજીતરફ તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

કાશ્મીરમાં ઠંડી, પહેલગામમાં તાપમાન માઇનસ 4.6 ડિગ્રી

જમ્મુ-કાશ્મીરમાં શિયાળાની અસર ઝડપથી વધી રહી છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 1.6 ડિગ્રી નોંધાયું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. પહેલગામમાં તાપમાન માઇનસ 4.6 ડિગ્રી પહોંચી ગયું. શોપિયાં અને પુલવામા સહિત ઘાટીના ઘણા વિસ્તારમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે.

ઉત્તર ભારતમાં શીતલહેર

દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા વિસ્તારમાં ઠંડી વધી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી વચ્ચે છે. પહાડી રાજ્યોમાં ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ઠંડીની અસરને કારણે વહેલી સવારે ધૂમ્મસ પણ જોવા મળી રહી છે.

દક્ષિણ ભારતમાં વરસાદનું એલર્ટ

ઉત્તર ભારતથી વિપરીત દક્ષિણ ભારતમાં હવામાનનો મિજાજ અલગ છે. તમિલનાડુ, પુડુચેરી, કલાઈકલ અને કેરળમાં 24થી 27 નવેમ્બર વચ્ચે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારમાં ગાજ-વીજ, વીજળી પડવા અને ભારે પવન ફૂંકાવાની આશંકા છે. કેટલીક જગ્યાએ પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.

પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાન સામાન્ય

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારમાં હાલ હવામાન શુષ્ક અને સામાન્ય રહેવાનું અનુમાન છે. મુંબઈ અને આસપાસના સમુદ્રી વિસ્તારમાં દિવસનું તાપમાન 33થી 35 ડિગ્રી રહી શકે છે. તો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારમાં હવામાન સામાન્ય રહેશે.

આ પણ વાંચોઃ BJP-અકાલી દળમાં કોણ રહેશે 'મોટો ભાઈ'? અમિત શાહે પંજાબમાં CM ચહેરા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી

શું ભારત તરફ આવી રહ્યું છે કોઈ ચક્રવાતી તોફાન?

દક્ષિણ ભારતમાં વરસાદના સમાચાર વચ્ચે તે સવાલ ઉઠી રહ્યો છે કે શું કોઈ ચક્રવાતી તોફાન ભારત તરફ આગળ વધી રહ્યું છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર 24 નવેમ્બર 2026 સુધી ભારત તરફ વધતું કોઈ સક્રિય ચક્રવાતી તોફાન નથી. દક્ષિણ ભારતમાં વરસાદનું મુખ્ય કારણ પૂર્વી હવાઓનો પ્રભાવ છે.

આગામી ચાર દિવસ કેવું રહેશે હવામાન?

24થી 28 નવેમ્બર વચ્ચે ઉત્તર ભારમાં ઠંડી વધવા અને રાત્રે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. સવારે ધૂમ્મસને કારણે સમસ્યા થઈ શકે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળના ઘણા વિસ્તારમાં 27 નવેમ્બર સુધી વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન શુષ્ક રહેશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES