• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /UP ચૂંટણી 2027નો સૌથી લેટેસ્ટ સર્વે, કોને મળી શકે છે બંપર સીટો, ભાજપની શું સ્થિતિ રહી શકે? જાણો આંકડા

UP ચૂંટણી 2027નો સૌથી લેટેસ્ટ સર્વે, કોને મળી શકે છે બંપર સીટો, ભાજપની શું સ્થિતિ રહી શકે? જાણો આંકડા

ઉત્તર પ્રદેશમાં હવે આવતા વર્ષે 2027માં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે આખા દેશની નજર તેના પરિણામો પર રહેશે. હાલ એક સર્વેના તારણો સામે આવ્યા છે જેમાં કોને કેટલી સીટો મળી શકે તેની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભાજપને આ વખતે બંપર સીટો મળી શકે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે.

Written ByViral Raval
Published: Sep 26, 2026, 04:11 PM IST|Updated: Sep 26, 2026, 04:23 PM IST
joinshare
UP ચૂંટણી 2027નો સૌથી લેટેસ્ટ સર્વે, કોને મળી શકે છે બંપર સીટો, ભાજપની શું સ્થિતિ રહી શકે? જાણો આંકડા
Image Credit: AI Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક છે. આવતા વર્ષે 2027માં વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાજપ, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ સહિતના તમામ પક્ષો તૈયારીમાં લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 9 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. 2027માં પણ ભાજપ ચૂંટણી જીતવા માટે પૂરતો દમ લગાવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જ એક સર્વેના તારણો સામે આવ્યા છે.

શું કહે છે સર્વેના તારણો

  • ચૂંટણીને હજું થોડા સમયની વાર છે પરંતુ હાલ રાજ્યમાં મતદારોનું શું મિજાજ છે તે ટંટોળવા માટે એક સર્વે હાથ ધરાયો જેના તારણો શું કહે છે તે ખાસ જાણવા જેવા છે. 
  • આ સર્વેના તારણોમાં ભાજપની બંપર જીતનું અનુમાન વ્યક્ત કરાયું છે. 
  • જેમાં ભાજપના નેતૃત્વાળું ગઠબંધન 267 સીટો જીતીને પ્રદેશમાં ફરીથી સરકાર બનાવી શકે છે. 
  • જ્યારે સમાજવાદી પાર્ટી ગઠબંધનને 132 સીટો મળે તેવી સંભાવના છે. 
  • બસાને બે અને અન્યના ફાળે 2 સીટ જઈ શકે છે.

ન્યૂઝ લીડર અને મેટરાઈઝના આ સર્વે મુજબ યુપીની કુલ 403 વિધાનસભા સીટો પર આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને 267 સીટ મળે તેવી સંભાવના જતાવવામાં આવી. ભાજપને એકલા હાથે 246 સીટ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ. જ્યારે સહયોગી અપના દળ (એસ)ને 9, આરએલડીને 3, નિષાદ પાર્ટીને 4 અને સુભાસપાને એક સીટ મળી શકે છે. સર્વેમાં જણાવાયું છે કે જો હાલ ચૂંટણી થાય તો ભાજપના ગઠબંધનવાળી સરકાર પ્રદેશમાં બની શકે છે.

સમાજવાદી પાર્ટીને આ વખતે પણ નિરાશા?

  • સર્વેના  તારણો મુજબ સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનને રાજ્યમાં માત્ર 132 સીટો મળી શકે છે. જો આ સર્વે સાચો પડે તો સપા માટે આ એક મોટો ઝટકો બની શકે. કારણ કે સતત ત્રીજીવાર સત્તામાંથી બહાર રહેવાનો વારો આવે. 
  • આ અગાઉ સપા 2012-2017 સુધી યુપીમાં સત્તા પર હતી અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા. 
  • આ વખતે સપાને પોતાને કુલ 125 સીટ મળી શકે તેવું અનુમાન છે. જ્યારે સહયોગી કોંગ્રેસને 7 સીટ મળી શકે છે. 
  • સપા અને કોંગ્રેસમાં છેલ્લા કેટલાય દિવસથી નિવેદનબાજી તેજ થઈ રહી છે. 
  • કોંગ્રેસ તરફથી સાંસદ ઈમરાન મસૂદ આકરા શબ્દો બોલી રહ્યા છે જ્યારે હવે સપા સાંસદ ઈકરા હસન પણ પલટવાર કરીને જવાબ આપી રહ્યા છે.
  • કેટલો વોટશેર મળે

સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 44 ટકા વોટશેર મળવાનો અંદાજો વ્યક્ત કરાયો છે. જ્યારે સપા ગઠબંધનને 38 ટકા મત મળી શકે છે. બંને વચ્ચે 6 ટકા જેટલું અંતર રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જે ઘણું મોટું અંતર કહી શકાય. જ્યારે બસપાને 0.8 ટકા અને અન્યને દસ ટકા વોટશેર મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અગાઉ શું રહી છે સ્થિતિ

2022 વિધાનસભા ચૂંટણી

  • ભાજપને 403 સીટોમાંથી 255 સીટ મળી હતી. જ્યારે વોટશેર લગભગ 41.3 ટકા હતો. 
  • સમાજવાદી પાર્ટીને 11 સીટો મળી હતી અને વોટશેર લગબગ 32.1 ટકા રહ્યો હતો. 
  • બહુજન સમાજ પાર્ટીને ફક્ત 1 સીટ મળી હતી અને વોટશેર લગભગ 12.9 ટકા હતો. 
  • કોંગ્રેસને 2 સીટ મળી હતી. 
  • ભાજપના પોતાના સહયોગીઓ અપના દળ (એસ)ને 12 અને નિષાદ પાર્ટીને 6 સીટ મળી હતી.

2017માં આ હતી સ્થિતિ

  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 312 સીટો મળી હતી. વોટશેર લગભગ 39.7 ટકા હતો. 
  • સમાજવાદી પાર્ટીને 47 સીટો, બસપાને 19 સીટો અને  કોંગ્રેસને 7 સીટ મળી હતી.
  • એટલે કે 2017થી 2022 વચ્ચે ભાજપની સીટો 57 જેટલી ઘટી ગઈ પરંતુ તેનો વોટશેર વધ્યો. તેનાથી ઉલ્ટું સમાજવાદી પાર્ટીની સીટોમાં 64નો વધારો થયો અને તેનો વોટશેર પણ લગભગ 10 ટકા જેટલો વધ્યો જ્યારે બસપા અને કોંગ્રેસ બંનેની સીટો અને વોટશેરમાં ઘટાડો આવ્યો. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News