યુપીમાં ફરી દમદાર જીત મેળવવા માટે ભાજપનો મોટો દાવ, અમિત શાહના હાથમાં કમાન! સમજો BJPની ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. પ્રદેશમાં ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. નવા નવા સમીકરણો સત્તાધારી પાર્ટી માટે પડકાર બનશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુપી ચૂંટણીના પ્રચારને તેજ કરવાની કમાન જરૂર સંભાળવાના છે. સૂત્રો મુજબ ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપવા માટે તેઓ દર મહિને ઓછામાં ઓછા 7 દિવસ ઉત્તર પ્રદેશમાં વિતાવશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામોની અસર દેશના રાજકારણ ઉપર પણ ઘણી પડતી હોય છે. યુપીમાં આવતા વર્ષે 2027ની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પ્રદેશમાં છેલ્લી બે ટર્મથી ભાજપની સરકાર છે. આ વખતે પણ ભગવો લહેરાય તેવા પૂરેપૂરા પ્રયત્નો સત્તાધારી પાર્ટીના છે. ચૂંટણીને આશરે બે મહિના જેટલો સમય બાકી છે ત્યારે પ્રદેશમાં પોતાની હેટ્રિક મારવા માટે ભાજપે પોતાના 'ચાણક્ય'ને જવાબદારી સોંપી હોવાનું કહેવાય છે.
મથુરામાં પાર્ટીની મહત્વની ચિંતન બેઠક થઈ હતી અને ત્યારબાદ હવે મિશન યુપી 2027ની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં લીધી છે અને તેઓ દર મહિને 7 દિવસ યુપીમાં પસાર કરશે. આ દરમિયાન અમિત શાહનું સમગ્ર ફોકસ ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી બનાવવા પર રહેશે. રાજકીય વર્તુળોમાં આ પગલાંને ખુબ મહત્વનું ગણાઈ રહ્યું છે.
Rahul Gandhi: પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે રાહુલ ગાંધીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું વિદ્યાર્થી સાથેની વાતચીતમાં
પાર્ટીના ટોચના સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણી તૈયારીઓને ધાર આપવા અને જમીન સ્તરે હકીકત ચકાસવા માટે અમિત શાહ દર મહિને ઓછામાં ઓછા સાત દિવસ યુપીમાં વિતાવશે. તેમનું સમગ્ર ફોકસ બૂથ સ્તરના મેનેજમેન્ટ, સંગઠન અને સરકાર વચ્ચે સારો તાલમેળ અને પ્રાદેશિક સમીકરણોને સાધવા પર રહેશે. અમિત શાહના પ્રવાસ ઉપરાંત રાજ્યના અલગ અલગ ભાગોમાં પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની તૈનાતીની પણ તૈયારી છે. જેથી કરીને ચૂંટણી પહેલા જ વિપક્ષના દરેક દાવનો મજબૂત તોડી કાઢી શકાય.
મહિલા મતદારો માટે વિશિષ્ટ રણનીતિ
- પ્રદેશના મહિલા મતદારોને સાધવા માટે ભાજપે માઈક્રોલેવલ પર રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. મહિલા મતદારો સુધી પોતાની પહોંચ મજબૂત કરવા માટે પાર્ટીએ ખાસ રણનીતિ બનાવી છે.
- આ રણનીતિ હેઠળ તમામ 403 વિધાનસભા સીટો પર મહિલા કાર્યકરોની તૈનાતી કરવાની તૈયારી છે.
- આ અભિયાન માટે પાર્ટી બીજા રાજ્યોની મહિલાઓ કાર્યકરોને પણ જવાબદારી સોંપશે. જે મહિલા મતદારોને આકર્ષવાનું કામ કરશે.
- તેમનું ફોકસ ગામડાઓથી લઈને શહેરો સુધી મહિલાઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને યોગી સરકારની ઉપલબ્ધિઓ બતાવવાનું રહેશે.
રાજસ્થાનથી પહોંચશે મહિલા કાર્યકરો
- આ રણનીતિ હેઠળ રાજસ્થાનથી લગભગ 50 મહિલા કાર્યકરો યુપી પહોંચવાની છે.
- લખનઉ પહોંચ્યા બાદ આ કાર્યકરોને 3 દિવસ સુધી ટ્રેનિંગ અપાશે અને પછી વિધાનસભા વિસ્તારોમાં મોકલવામાં આવશે.
- મહિલા કાર્યકરો અલગ અલગ વિધાનસભા વિસ્તારોમાં જઈને મહિલા મતદારોનો સંપર્ક કરશે.
- મહિલા કાર્યકરો સીએમ યોગી આદિત્યનાથના કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે બનેલા સુરક્ષિત માહોલ પર ફોક્સ કરશે.
- આ સાથે તેઓ એ સંદેશ પણ આપશે કે તેઓ પોતે રાજસ્થાનથી યુપી આવીને પ્રચાર કરવામાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે.
રસ્તો બદલીને વાવાઝોડા 'અક્વાન'એ તાંડવ મચાવવાનું શરૂ કર્યું, આગામી 3 કલાક રહેશે ભારે! 10 રાજ્યોમાં જોવા મળશે અસર
ભાજપનો સીટ શેરિંગનો ગેમ પ્લાન
- વિધાનસભા ચૂંટણીને હજુ બે-ત્રણ મહિનાની વાર છે પરંતુ ભાજપે સીટ શેરિંગની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તથા ગઠબંધનની અંદર સીટોના ગણિતને સાંધતા સહયોગી પક્ષો સાથે વાતચીત માટે ચાર મોટા નેતાઓની જવાબદારી પણ નક્કી કરાઈ છે.
- જે હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અપના દળ (એસ)થી બ્રજેશ પાઠક, નિષાદ પાર્ટીથી પંકજ ચૌધરી અને સુભાસપાથી કેશવ પ્રસાદ મોર્ય ચર્ચા કરશે.
- આ વખતે સીટ શેરિંગમાં ફક્ત સીટોની સંખ્યા જ નહીં પરંતુ પ્રાદેશિક સમીકરણો, મજબૂત સંગઠન, સામાજિક આધાર અને જીતાડી શકે તેવા ઉમેદવાર જેવા મહત્વના ફેક્ટરો નિર્ણાયક બનશે.
- સહયોગીઓની ગત ચૂંટણી દાવેદારી અને તાકાતને જોતા અપના દળ (એસ)ના વધતા સ્ટ્રાઈક રેટ અને નિષાદ પાર્ટીની મજબૂત ભાગીદારી વચ્ચે સંભવિત રીતે આરએલડી માટે મહત્તમ 18 અને સુભાસપા માટે લગભગ 10 સીટો સુધીના વિકલ્પો પર ચર્ચાની વાતો સામે આવી રહી છે.
ચૂંટણી પહેલા તૈયાર થયેલા આ શરૂઆતી રોડમેપ દ્વારા ભાજપ સામે સહયોગીઓની માંગણીઓ અને પોતાના દાવેદારો તથા સંગઠનના હિતો વચ્ચે સંતુલન સાધવું એ મોટો પડકાર બની રહેશે.