Rahul Gandhi On Pakistan: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેઓ અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. તાજેતરમાં જ શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન રાહુલ ગાંધીને એક વિધાર્થીએ પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીતની સંભાવના અંગે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની સંભાવના છે પરંતુ તે પહેલા પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું પડે.
રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન શિકાગો યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી અને ત્યાર પછી કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીના કેટલાક પ્રશ્નો કર્યા હતા. જેમાંથી એક પાકિસ્તાની વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની સંભાવના વિશે પ્રશ્ન કર્યો હતો. પાકિસ્તાની વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ લગાવવાનું છોડી અને એકબીજા સાથે વાતચીત કરી એક સાથે મળીને કામ કરી શકે કે નહીં.
There is a big problem, which is the support and encouragement of terrorism by Pakistan in our country. It is impossible for us to accept our innocent people being murdered and have a conversation with Pakistan at the same time. So, the moment that stops, a conversation can potentially begin. : Shri @RahulGandhi at the University of Chicago 📍 United States
— Congress (@INCIndia) November 19, 2026
આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ પહેલી વખત સ્પષ્ટ અને સારો જવાબ આપ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની શક્યતા છે પરંતુ આતંકવાદ સૌથી મોટી સમસ્યા છે. પહેલા પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું પડે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદના કારણે લોકો મરતાં રહે અને ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરે તે એક સાથે શક્ય નથી. જો એક વખત પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું અને ભારતમાં હિંસા ફેલાવવાનું બંધ કરે તો પછી વાતચીત થાય તેવી શક્યતા છે. આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી તે વાત પર રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી.
જો કે આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ભારતની હાલની સ્થિતિ પર પ્રશ્નાર્થ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ લાવવા પાકિસ્તાન આગળ આવ્યું અને પ્રયત્ન કરી રહ્યું છે. જ્યારે ભારત ફક્ત બધું જોવે છે. ભારતના સંબંધ અમેરિકા અને ઈરાન બંને સાથે સારા છે. ભારતનો એક અવાજ છે પણ અત્યારે ભારત આ મંચ પરથી પાછળ હટી ગયું છે.