UP Election Survey: યુપીના લેટેસ્ટ સર્વેમાં ભાજપ-સપા વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળી રહી છે કેટલી બેઠકો?
UP Election Survey: જો આજે ચૂંટણી થાય તો ભાજપ ભલે સરકાર બનાવી શકે, પરંતુ તેનો રસ્તો સરળ નથી. સર્વેમાં ભાજપને 177-215 સીટો આપવામાં આવી છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 160-202 સીટો મળવાનું અનુમાન છે.
UP Election Survey: ઉત્તર પ્રદેશમાં થોડા મહિના બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મુખ્ય રીતે અહીં મુકાબલો ભાજપના નેતૃત્વમાં એનડીએ અને સપા-કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધન વચ્ચે છે. જોકે માયાવતીની બસપા અને ઓવૈસી તથા ચંદ્રશેખરે પણ ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બનાવી રાખ્યો છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશ ચૂંટણીનો એક નવો સર્વે સામે આવ્યો છે, જેમાં બે મુખ્ય પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
યુપી ચૂંટણીનો લેટેસ્ટ સર્વે
'સ્કોર ઈન્ટેલિજન્સ' નામની એજન્સી અનુસાર જો અત્યારે ચૂંટણી થાય છે તો ભલે ભાજપની સરકાર બની શકે છે, પરંતુ તેનો રસ્તો સરળ નથી. સર્વેમાં ભાજપને 177-215 સીટો આપવામાં આવી છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 160-202 સીટો મળવાનું અનુમાન છે. આરએલડીને 10, અપના દળ (એસ) ને પાંચ, રાજભરકો ત્રણથી પાંચ અને નિષાદ પાર્ટીને એકથી ત્રણ સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ જ્યારે કોંગ્રેસ અને સપા મળી ગઠબંધનમાં ચૂંટણી લડે છે તો સ્થિતિ બદલાઈ શકે છે.
સર્વે અનુસાર સપા અને કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડે છે તો ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે છે. તેને 174-219 સીટો મળી શકે છે. જોકે એનડીએને પણ 181થી 226 સીટો આપવામાં આવી છે. બસપા એક સીટ જીતી શકે છે. કુલ 403 સીટોવાળી યુપી વિધાનસભામાં બહુમતનો આંકડો 202 છે. આ ઓપિનિયન પોલ 15 ઓક્ટોબરથી 23 નવેમ્બર વચ્ચે કરવામાં આવ્યો છે. તેની સેમ્પલ સાઇઝ 91,429 છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ
કોને કેટલા ટકા મત?
સર્વે અનુસાર ભાજપને 36.69 ટકા મત મળી શકે છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 36.98 ટકા મત મળવાનું અનુમાન છે. બસપાને 11.45 ટકા, કોંગ્રેસને 7.67 ટકા, અપના દળ (એસ) ને 1.23 ટકા, નિષાદને 0.51 ટકા, રાજભરની પાર્ટીને 0.8 ટકા મત મળી શકે છે.
કોણ બનશે મુખ્યમંત્રી?
સર્વેમાં જનતાને તે પણ પૂછવામાં આવ્યું કે તેઓ મુખ્યમંત્રી તરીકે કોને જોવા ઈચ્છે છે. તેના પર યોગી આદિત્યનાથે બાજી મારી છે. 35.29 ટકા મતની સાથે તેઓ પ્રથમ નંબર પર છે. તો અભિલેશ યાદવ 26.50 ટકા મતની સાથે બીજા ક્રમે છે. માયાવતીને 8.59 ટકા જનતા મુખ્યમંત્રી પદે જોવા ઈચ્છે છે.