• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ઉજ્જૈનમાં માત્ર શાહી મસ્જિદ જ નહીં પરંતુ હનુમાન મંદિર સહિત 14 ધર્મસ્થળોને પાછળ ખસેડાયા!

ઉજ્જૈનમાં માત્ર શાહી મસ્જિદ જ નહીં પરંતુ હનુમાન મંદિર સહિત 14 ધર્મસ્થળોને પાછળ ખસેડાયા!

મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનમાં સિંહસ્થ 2028 મહાકુંભની તૈયારીઓ જોરશોરમાં ચાલુ છે. જેને પગલે રસ્તાઓને પહોળા કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ કડીમાં શાહી મસ્જિદનો એક ભાગ હટાવવામાં આવી રહ્યો છે. કલેક્ટર રોશનકુમાર સિંહનું કહેવું છે કે પ્રભાવિત ભાગ કમિટીના સભ્યો પોતે જ મંગળવારે હટાવી રહ્યા છે.

Written ByViral Raval
Published: Sep 29, 2026, 12:03 PM IST|Updated: Sep 29, 2026, 12:06 PM IST
joinshare
ઉજ્જૈનમાં માત્ર શાહી મસ્જિદ જ નહીં પરંતુ હનુમાન મંદિર સહિત 14 ધર્મસ્થળોને પાછળ ખસેડાયા!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉજ્જૈનમાં કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર વચ્ચે લગભગ 900 મીટર લાંબા માર્ગને 15 મીટર સુધી પહોળો કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટના દાયરામાં આવતી ઐતિહાસિક શાહી મસ્જિદના આગળના ભાગ અને મીનારને હટાવવાની પ્રક્રિયાના વિરોધમાં સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ઉજ્જૈનમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો અને કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડને હટાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જો કે શહેરના પોલીસ અધીક્ષક (એસપી) અને પ્રશાસનિક અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે રસ્તાઓ પહોળા કરવામાં વચ્ચે આવતા ધાર્મિક કે વ્યવસાયિક અતિક્રમણોને હટાવવાનું કામ આપસી સહમતીથી થઈ રહ્યું છે.

શહેરના કાજી ખલીલ ઉર રહેમાને એક વીડિયો બહાર પાડીને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે પ્રશાસન અને મસ્જિદ  કમિટી વચ્ચે રાતે જ આપસી સહમતીથી મામલો ઉકેલાઈ ગયો હતો અને મસ્જિદનો નિર્ધારિત ભાગ હટાવવાના કાર્યને સમજૂતિ હેઠળ જ કરાઈ રહ્યું છે.

શું છે મામલો
વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશની ધાર્મિક નગરી તરીકે જેની ગણતરી થાય છે તે ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ 2028ની ભવ્ય અને સુરક્ષિત તૈયારીઓને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશ શાસન, ઉજ્જૈન નગર નિગમ અને જિલ્લા પ્રશાસન દ્વારા મોટા પાયે માસ્ટર પ્લાન હેઠળ રસ્તાઓ પહોળા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ સિંહસ્થ મેળામાં દેશ વિદેશથી લગભગ 40 કરોડથી વધુ લોકો આવે તેવી સંભાવના છે. જેના કારણે આવાગમનને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે શહેરના સાંકડા રસ્તાઓ ખાસ કરીને મહાકાલ મંદિર વિસ્તાર, ગોપાલ મંદિર, કેડી ગેટ, કોયલા ફાટક, કંઠાલ ચાર રસ્તા, છત્રી ચોક અને ઢાબા રોડ જેવા વ્યસ્ત માર્ગોને પહોળા કરાઈ રહ્યા છે.

આ રસ્તા પહોળી કરવાના અભિયાનમાં એલાઈનમેન્ટના દાયરામાં આવતા ધાર્મિક સ્થળો જેમાં મંદિર, મસ્જિદ, મજાર બધુ સામેલ છે. તેને લઈને ચર્ચા વિવાદ ચાલુ છે.

હાઈકોર્ટમાં અરજી ફગાવાઈ
બીજી બાજુ ઉજ્જૈનની શાહી મસ્જિદ કમિટી તરફથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં જે અરજી લગાવવામાં આવી હતી તેને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ફગાવી દીધી છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, જ્યારે જિલ્લા પ્રશાસન અને મસ્જિદ કમિટી વચ્ચે સમજૂતિ થઈ ગઈ તો કોઈ આધાર બનતો નથી. આવામાં મંગળવારે કમિટીના લોકો પોતે જ આ હિસ્સો હટાવી રહ્યા છે. ઉજ્જૈનમાં કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર સુધી રસ્તો પહોળો કરવા માટે મંગળવારે પણ કાર્યવાહી ચાલુ રહેશે. અહીં લગભગ 200થી વધુ ઘરોના ભાગ તોડાઈ રહ્યા છે.

272 મકાનો અને  ધાર્મિક સ્થળો

  • ઉજ્જૈનમાં થનારા સિંહસ્થ 2028 મહાકુંભ માટે રસ્તાઓ પહોળા કરવા માટે ઉજ્જૈન નગર નિગમ તરફથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર માર્ગને પહોળો કરાશે. 
  • આ વચ્ચે રસ્તામાં 272 મકાનોના  ભાગને હટાવવામાં આવી રહ્યા છે. 
  • સીએમ મોહન યાદવનું પૈતૃક ઘર પણ આ દાયરામાં આવી રહ્યું છે. જેને તોડવાની શરૂઆત  સીએમએ પોતે કરી છે. 
  • આ દરમિયાન રસ્તામાં લગભગ 14 જેટલા ધાર્મિક સ્થળો પણ આવે છે. જેને હટાવાઈ રહ્યા છે. 
  • રસ્તા પહોળા કરવામાં આડે આવતા અનેક પ્રાચીન મંદિરો પણ ખસેડવામાં આવ્યા છે. 
  • મંદિરોના ભાગોને 9 ફૂટ સુધી પાછળ કરાયા છે. જેમાં સંકટમોચન હનુમાન મંદિર, શિવ મંદિર, ગણેશ મંદિર જેવા પ્રમુખ ધાર્મિક સ્થળો સામેલ છે. 
  • આ ઉપરાંત મકાનોના ભાગ તો અનેક લોકોએ પોતે જ હટાવી લીધા છે.

હનુમાન મંદિર અને શાહી મસ્જિદ
હવે કંઠાલ ચાર રસ્તાથી ગોપાલ મંદિર માર્ગ વચ્ચે ફક્ત હનુમાન મંદિર અને શાહી મસ્જિદના ભાગને હટાવાનું કામ રહ્યું છે. ઊભા હનુમાન મંદિરનો ભાગ પણ હટાવી દેવાયો છે. અહીં હજુ જો કે કેટલોક હિસ્સો હટાવવાનો બાકી છે. જ્યારે શાહી મસ્જિદનો  ભાગ હટાવવા ઉપર પણ સહમતિ બની ચૂકી છે. પરંતુ આમ છતાં ઉજ્જૈનમાં પોલીસ એલર્ટ મોડ પર છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News