કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલા સંસદના સત્રમાં પરિસીમન વિધેયલ લાવવાને લઈને પક્ષ અને વિપક્ષ વચ્ચે આરપારની સ્થિતિ બનેલી છે. આ વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ આ વિધેયકનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે સાંજે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા નાયડૂએ કહ્યુ કે પરિસીમનને લઈને પ્રધાનમંત્રી મોદીનો નિર્ણય ઐતિહાસિક છે અને તેઓ તેનું સમર્થન કરે છે.
તેમણે કહ્યું કે મહિલા અનામત વિધેયક આશરે ત્રણ દાયકાથી અટકેલું છે. પરંતુ નવું પરિસીમન બિલ આવ્યા બાદ હવે દરેક રાજ્યોમાં લોકસભાની સાથે-સાથે વિધાનસભાની સીટોમાં 50 ટકા સુધીનો વધારો થઈ જશે.
મુખ્યમંત્રી નાયડૂએ આગળ કહ્યુ કે દક્ષિણ ભારતે શરૂઆતથી જ પરિવાર નિયોજન પર કામ કર્યું હતું. તેમણે કહ્યું 'મેં પહેલા જ કહ્યુ હતુ કે જો આપણે ગરીબી હટાવીશું, તો જનસંખ્યા પર નિયંત્રણ મેળવી શકશું. તેવામાં એનડીએ સરકાર તરફથી સીટોમાં 50 ટકાના વધારાના નિર્ણયથી તેઓ ખુશ છે.'
નાયડૂએ આગળ કહ્યુ કે અટલ બિહારી વાજયેપીના કાર્યકાળમાં જ્યારે પરિસીમન થયું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતની સાથે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. તેમણે કહ્યું કે 1971મા દેશની વસ્તી 54 કરોડ હતી અને લોકસભામાં 542 સીટો હતી. 2001મા વસ્તી વધી, પરંતુ સીટોની સંખ્યામાં માત્ર એક સીટનો વધારો થયો હતો. આજે ભારતની વસ્તી 147 કરોડ છે.
નાયડૂએ વસ્તી અને લોકસભામાં પ્રતિનિધિત્વનો આંકડો આપતા કહ્યુ કે 2001મા 19 લાખની વસ્તી પર એક સાંસદ હતા. આજે 27 લાખની વસ્તી પર એક સાંસદ છે.
નાયડૂએ આગળ કહ્યુ કે તેઓ વિપક્ષી પાર્ટીઓને પૂછવા ઈચ્છે છે કે છેલ્લા 30 વર્ષથી તમામ દળ એક મત બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મહિલાઓને અનામત આપવા માટે આ સાચો સમય છે.