SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મંદિરમાં જઈ રીલ્સ બનાવનાર ચેતી જજો ! હવે થશે પોલીસ કાર્યવાહી, તિરુપતિ બાલાજી મંદિરમાં અમલવારી શરુ

Tirupati Balaji Mandir: તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ ટ્રસ્ટ એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં રીલ્સ બનાવી, ડાન્સ કરી મંદિરની ગરિમાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવેથી તિરુપતિ બાલાજી મંદિરમાં કોઈ રીલ્સ બનાવશે કે ડાન્સ કરશે તો જેલ ભેગા થશે.

Written By Krupa Shah
Published: Oct 28, 2026, 08:09 AM IST | Updated: Oct 28, 2026, 08:13 AM IST
Join

Tirupati Balaji Mandir: સોશિયલ મીડિયામાં રીલ્સ પોસ્ટ કરવાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે લોકો સ્થળ અને સમયનું ભાન પણ ભૂલી જાય છે. લોકો ધાર્મિક સ્થળો એ પણ રીલ્સ બનાવતા અને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા નજરે પડે છે. આ સ્થિતિ દેશભરમાં જોવા મળે છે. પરંતુ હવે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત તિરુપતિ મંદિરના પરિસરમાં જો કોઈ રીલ્સ બનાવશે કે ડાન્સ કરશે તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની શરુઆત પણ થઈ ચુકી છે.

તિરુપતિ બાલાજી મંદિરના પરિસરમાં રીલ્સ

તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. તિરુપતિ બાલાજી મંદિર તરફથી મંગળવારે એ જાણકારી સામે આવી કે હવેથી તિરુપતિ બાલાજી મંદિરના પરિસરમાં રીલ્સ બનાવવા અને ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને વિડીયો બનાવતા લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મંદિરમાં રીલ્સ બનાવી વીડિયો અપલોડ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે. જાણવા મળતી માહિતી અનુસાર મંદિર પરિસરમાં રીલ્સ શૂટ થઈ રહી હતી તે જોયા પછી પણ મંદિરના કર્મચારીઓએ તેમને રોક્યા નહીં. તેને લઈને કર્મચારીઓને પણ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.

મંદિરની ગરિમા ભંગ કરનારની ખેર નથી

કન્ટેન્ટ ક્રિએશનના નામે લોકો મંદિર પરિસરમાં પણ રિલ્સ બનાવતા અને ફિલ્મી ગીતો ડાન્સ કરતા નજરે પડે છે. આવું એક નહીં અનેક જગ્યાએ જોવા મળે છે. તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં પણ વિડીયો બનાવવા અને રિલ્સ બનાવવાની મનાઈ છે તેમ છતાં કેટલાક લોકો નિયમને ઇગ્નોર કરીને મંદિરની સામે જ ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. જે વાતને હવે મંદિર પ્રસાશન એ ગંભીરતાથી લીધી છે અને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકો વિરોધ પોલીસ ફરિયાદ કરવાની શરૂઆત કરી છે.

મંદિરની પવિત્રતા જળવાઈ રહે તેમાં લોકો સહયોગ કરે

આ તકે મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે તિરૂપતિ બાલાજી મંદિર પવિત્ર તીર્થ સ્થળ છે, અહીંની ગરિમા અને પવિત્રતા જળવાઈ રહે તેમાં લોકો પણ સહયોગ કરે. મંદિર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળના કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. જો લોકો પોતાની જવાબદારીનું પાલન નહીં કરે એટલે કે તિરુપતિ બાલાજી મંદિરના નિયમનો ભંગ કરશે તો તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તિરુપતિ બાલાજી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત મંદિરમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં ભારતમાં જ નહીં દુનિયાભરમાંથી દર્શન કરવા ભક્તો આવે છે. મંદિરનું વાતાવરણ શાંત અને પવિત્ર હોય છે. કહેવામાં લોકો મંદિર પરિસરમાં ફિલ્મી ગીતો વગાડી ડાન્સ કરે અને મનોરંજન માટે રિલ્સ બનાવે તે મંદિરની મર્યાદાને અને ગરીમાને પ્રભાવિત કરી શકે છે. તે વાતને લઈને તિરૂપતિ બાલાજી મંદિર ટ્રસ્ટ હવે એક્શન મોડમાં આવી ગયું છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES