SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પરિસીમન બિલ મુદ્દે મોદી સરકારની 'તાકાત'માં થયો વધારો! દક્ષિણની આ પાર્ટી કરશે સપોર્ટ પણ એક શરતે

પરિસીમન બિલને લઈને સંસદના સત્ર પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. સત્ર પહેલા પરિસીમન અને મહિલા અનામતને લને રાજનીતિક સમીકરણો ચર્ચામાં છે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજૂએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકારે લોકસભાની બેઠખ 30 નવેમ્બર અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરે બોલાવવાનું કહ્યું છે. જરૂરી સરકારી કામકાજ બાદ સત્ર 3 ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ શકે છે. જો કે એજન્ડા બહાર નથી પડ્યો પરંતુ સરકાર પરિસીમન અને મહિલા અનામત બિલ સંશોધન બિલ રજૂ કરી શકે એવી વાતો છે. હવે એક દક્ષિણ ભારતીય પાર્ટીના સપોર્ટની વાત સામે આવી રહી છે.

Written By Viral Raval
Published: Nov 27, 2026, 11:50 IST | Updated: Nov 27, 2026, 11:57 IST
Join


કેન્દ્ર સરકારે 30 નવેમ્બરના રોજ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે સત્ર દરમિયાન મહિલા અનામત અને પરિસીમન બિલ રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ બિલ પાસ કરાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. આ બધા વચ્ચે સરકાર માટે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે.

દક્ષિણ ભારતની આ પાર્ટી કરશે બિલને સપોર્ટ!

દક્ષિણ ભારતની યુવજન શ્રમિક રાયતુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)એ કહ્યું કે તે પરિસીમન બિલને સપોર્ટ કરશે. પાર્ટીના જણાવ્યાં મુજબ જો આ સંશોધન ક્ષેત્રીય સંતુલનને સુનિશ્ચિત કરતું હશે તો તે પાર્ટીનું સમર્થન  કરશે. અત્રે જણાવવાનું કે પરિસીમન બિલનો દક્ષિણ ભારતના પ્રાદેશિક પક્ષો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી પ્રાદેશિક સંતુલન બગડશે. 

અચાનક સંસદનું બોલાવાયું સત્ર! 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભા બેઠક, કયા મોટા બિલની તૈયાર?

YSRCPના લોકસભામાં 4 સાંસદ

સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે યુવજન શ્રમિક રાયતુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) પરિસીમન બિલ રજૂ થશે તો તેનું સમર્થન કરશે. પરંતુ શરત એ છે કે તે પ્રાદેશિક સંતુલન જાળવતું હોવું જોઈએ. અત્રે જણાવવાનું કે આ પાર્ટીના લોકસભામાં 4 સાંસદ છે. 

બીજા પણ કેટલાક સાંસદોનો મળી શકે છે સાથ

એવી અટકળો પણ છે કે એનડીએ ગઠબંધનની બહારના કેટલાક મોટા પક્ષ પણ હવે સરકારને સાથ આપવાની તૈયારી કરી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈએ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી પરંતુ સપોર્ટ આપવાના સંકેત આપ્યા છે. જો કે આંકડાને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. વર્તમાન સંખ્યા બળ દર્શાવે છે કે એનડીએ પાસે 320 સાંસદોનું સમર્થન છે. જે પૂરતું નથી અને હજુ પણ ઓછામાં ઓછા 41 સાંસદોના સમર્થનની જરૂર છે.

આ પાર્ટીઓ પણ સાથ આપી શકે તેવી અટકળો

એવી પણ અટકળો છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર જૂથ અને ડીએમકે એટલે કે દ્રવિડ મુન્નેત્ર કઝગમ સંસદમાં સરકારને સાથ આપી શકે છે. બંને પક્ષોએ જો કે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પરંતુ સંકેત આપ્યા છે. એક બાજુ જ્યાં લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ  કહ્યું કે જો પરિસીમન બિલ દેશના હિતમાં હશે તો તેમની પાર્ટી તેનું સમર્થન કરશે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા તેના પર વિચાર કરશે.

જાણો કોણ છે એ દાનવીર? જેમણે તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનાનું કર્યું દાન, ચારેબાજુ થઈ રહી છે ચર્ચા, Photos

બીજી બાજુ ડીએમકે પણ શરત પૂરી થાય તો સરકારને સાથ આપવાની તૈયારીમાં હોવાની અટકળો છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં પાર્ટીના બે ટોચના નેતાઓએ કહ્યું કે દરેક મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો જરૂરી નથી. તેમણે કહ્યું કે જો તમિલનાડુની ભાગીદારી 7.2 ટકા રહેવાનું વચન આપવામાં આવે તો અમે તેનું સમર્થન કરી  શકીએ છીએ.

જો સાથ મળે તો કેટલો ફાયદો

જો આ બંને પાર્ટીઓ સાથે આવે તો એનડીએને કેટલો ફાયદો થાય? હાલ એનડીએ પાસે 320 સાંસદોનો સાથ છે. જો આ બંને પક્ષો પણ ગઠબંધનની સાથે આવે તો આંકડો 350 પર પહોંચી જાય. ત્યારબાદ પણ 10 સાંસદોની જરૂર પડશે. કારણ કે આ માટે કુલ 360 સાંસદોનો સાથ જોઈશે. વાત જાણે એમ છે કે 3 સીટ લોકસભાની ખાલી છે અને અધ્યક્ષ વગર મતદાન કરનારાઓની સંખ્યા 539 થશે. લોકસભાના વર્તમાન આંકડા દર્શાવે છે કે એનસીપી એસપી પાસે નીચલા ગૃહમાં કુલ 8 સાંસદ છે. જ્યારે ડીએમકે પાસે 22 સાંસદો છે.

એકબાજુ જ્યાં એનસીપી એસપીનું એનસીપીમાં વિલય થવાની વાતો થઈ રહી છે ત્યાં ડીએમકે ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી ચૂકી છે. કોંગ્રેસે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેની હાર બાદ TVK એટલે કે તમિલાગા વેન્ની કઝગમનો સાથ આપ્યો હતો.

બિલ પાસ કરાવવા કેટલા સાંસદો જોઈએ

બંધારણની કલમ 368માં બંધારણીય સંશોધનના નિયમની વાત કરાઈ છે. જે મુજબ સંશોધન માટે કુલ સભ્ય સંખ્યાનો બહુમત અને ઉપસ્થિત તથા મતદાન કરનારા સભ્યોના ઓછામાં ઓછા બે તૃતિયાંશ સભ્યોનું સમર્થન જરૂરી છે. વર્તમાન સંખ્યા જોઈએ તો 529 સભ્ય કે તેનાથી ઓછા રહે તો સરકાર જરૂરી આંકડો પાર કરી શકે  એવું બની શકે. જો કે  હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી અને બધે અટકળોનું બજાર ગરમ છે.

બંધારણ દિવસે PM મોદીએ વિપક્ષને લીધો આડેહાથ, "OBC અનામત છીનવી મુસલમાનોને આપવા માંગે છે"

ચાર દિવસનું વિશેષ સત્ર

અત્રે જણાવવાનું કે ગુરુવારે લોકસભા સચિવાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું અને જણાવ્યું કે આઠમી લોકસભાના આઠમા સત્રનો બીજો ભાગ સોમવારે 30 નવેમ્બરથી શરૂ થવાનો છે. પ્રસ્તાવિત પરિસીમન બિલનો હેતુ લોકસભાની સીટોની સંખ્યાને વધારીને 850 કરવાનો છે. લોકસભા સચિવાલય દ્વારા બહાર પડેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ચાર દિવસનું આ ટૂંકુ સત્ર ગુરુવારે 3 ડિસેમ્બરે પૂરું થવાની શક્યતા છે.

આજે મોદી કેબિનેટની બેઠક

સંસદના આ વિશેષ સત્ર પહેલા શુક્રવારે 27 નવેમ્બરના રોજ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક થઈ રહી છે. આ બેઠક સેવાતીર્થમાં થશે. સૂત્રોનું માનીએ તો આજની બેઠકમાં સરકાર પરિસીમન બિલના સંશોધિત પ્રસ્તાવને પાસ કરી શકે છે. અત્રે જણાવવાનું કે વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યો છે. 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES