આંધ્ર પ્રદેશમાં પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં એક અજાણ્યા ભક્તે 121 કિલોગ્રામ સોનાના આભૂષણનું દાન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. તિરુપતિ મંદિરમાં આટલું બધું સોનાનું દાન કોણે કર્યું તે જાણવા માટે બધા આતુર હતા પરંતુ હવે આ આતુરતાનો અંત આવ્યો છે. તિરુમાલાના ભગવાન વેંકટેશ્વરને 121 કિલોગ્રામ સોનાનું દાન કરનારા આ દાનવીરની ઓળખને લઈને સસ્પેન્સ હવે ખતમ થયું છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનકે પણ આ દાન મળ્યાની પુષ્ટિ કરી. TTDએ કહ્યું કે, '121 કિલો સોનું, 45 દાગીના...' ભગવાન શ્રી વેંકટેશ્વર માટે એક ભક્ત તરફથી અદભૂત ભેટ. ભગવાન શ્રી વેંકટેશ્વરને માથાથી લઈને પગ સુધી સજાવવા માટે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલા સોનાના દાગીના આજે રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભગવાનને અર્પણ કરાયા.
1/6
અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દાન
મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધાળુ દ્વારા તિરુપતિ સ્થિત ભગવાન વેંકટેશ્વર મંદિરમાં ચડાવવામાં આવેલા 121 કિલોગ્રામના આભૂષણોની કિંમત લગભગ 160 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. સરકાર અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આ દાન મંદિરના ઈતિહાસમાં કોઈ પણ એક શ્રદ્ધાળુ દ્વારા કરાયેલું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દાન છે.
2/6
દાનમાં 45 દાગીના
પીટીઆઈના રિપોર્ટ મુજબ સરકારના એક સૂત્રએ જાણકારી આપી હતી કે એક શ્રદ્ધાળુ 26 નવેમ્બરે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરને 121 કિલોગ્રામ સોનાના આભૂષણો ચડાવશે. આ દાનમાં 9 સેટમાં વ્યવસ્થિત રાખવામાં આવેલા 45 આભૂષણ હશે. જેની અંદાજિત કિંમત 150થી 160 કરોડ રૂપિયા વચ્ચે છે. સૂત્રે એવી પણ જાણકારી આપી હતી કે શ્રદ્ધાળુએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની સાથે બધી જરૂરી ચર્ચા વિચારણા કરી લીધી છે અને તે મંદિરમાં જ મંદિર પ્રશાસનને આ દાગીના સોંપશે.
3/6
દાનવીરના નામનો થયો ખુલાસો
તિરુમાલાના ભગવાન વેંકટેશ્વરને 121 કિલોગ્રામ સોનાના દાગીના દાન કરનારા તે દાનવીરની ઓળખ અંગે સર્જાયેલું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે. દાન કરનારા ઉદ્યોગપતિ બીજુ કોઈ નહીં પરંતુ ચેન્નાઈ સ્થિત એક્સેસ હેલ્થકેરના સહ સંસ્થાપક અને વાઈસ ચેરમેન વર્ધમાન જૈન છે. જેમણ વૈશ્વિક વેપાર જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. વેપારમાં શાનદાર સફળતા મેળવવા ઉપરાંત આધ્યાત્મિક અને સમાજ કલ્યાણ માટે પણ તેઓ સતત કામ કરે છે જેને લીધે આજે અનેક લોકોની પ્રેરણા બન્યા છે.
4/6
વૈશ્વિક સ્તરે જાણીતું નામ
ચેન્નાઈની પ્રતિષ્ઠિત લોયેલા કોલેજથી સ્ટેટસ્ટિક્સમાં સ્નાતક થયા બાદ વર્ધમાન જૈન ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા અને ત્યાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિનથી કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લીધી હતી. વેપારના વિકાસ સાથે ટેક્નોલોજીને જોડવામાં એક્સપર્ટ વર્ધમાન જૈન આ પહેલા ડેલ સર્વિસિસના બીપીઓ ડિવિઝનમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જ્યાં તેમણે કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી. બાદમાં હેલ્થકેર બીપીઓ સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાના વિઝન સાથે તેમણે એક્સેસ હેલ્થકેરની સ્થાપના કરી હતી. એન્ટરપ્રાઈઝ ઓટોમેશનમાં એક નવો ટ્રેન્ડ સેટ કરવા અને હજારો લોકોને રોજગારી આપવા ઉપરાંત તેઓ એશિયા (ચેન્નાઈ) એન્જિનિયરિંગ કંપનીમાં ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે.
5/6
સફળતા પાછળ ભગવાન વેંકટેશ્વરની કૃપા!
વર્ધમાન જૈનને દ્રઢ વિશ્વાસ છે કે તેમની અપાર વ્યવસાયિક સફળતા પાછળ તિરુમાલાના ભગવાન વેંકટેશ્વરની કૃપા છે. આ કૃતજ્ઞતાના ભાવ સાથે તેમણે ભગવાનને 160 કરોડ રૂપિયાની કિંમતના 121 કિગ્રા સોનાના આભૂષણો ભેટ કર્યા. જો કે તેમના આ પરોપકારી કાર્યો ફક્ત મંદિરમાં દાન આપવા પૂરતું સિમિત નથી.
6/6
અનેક સામાજિક કામોમાં સામેલ
સમાજને કઈક પાછું આપવાના હેતુથી તેમણે ચેન્નાઈના કાંચી કામકોટિ ચાઈલ્ડ્સ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરે છે જેથી કરીને ગરીબ બાળકોને સારી તબીબી સારવાર મળે. આ ઉપરાંત શ્રી સરિતા જૈન ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી તેઓ ગરીબોની ભૂખ ભાંગવા, શિક્ષણ આપવા, અને ઈમરજન્સી તબીબી સારવાર પૂરી પાડવાનું કામ મોટા પાયે કરે છે.