મૃત્યુ વિશે ભાત ભાતની વાતો થતી હોય છે. જીવનના આ અંતિમ સત્ય વિશે રહસ્ય પણ એટલું જ ઘેરું છે. મૃત્યુ બાદ આત્મા શું કરે છે, ક્યાં જાય છે. શરીર છોડ્યા બાદ આત્મા તરત યમલોક પહોંચે છે કે પછી ઘરમાં ફર્યા કરે તો ક્યાં સુધી ઘરમાં રહે? આત્માની યાત્રા કેટલા દિવસ સુધી ચાલે છે? તો તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં આત્માની સ્થિતિ અને તેની પરલોકની યાત્રા અંગે એવી એવી વાતો દર્શાવવામાં આવી છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થશો.
ગરુણ પુરાણના પ્રેત કલ્પમાં મોત બાદ આત્મા સાથે શું શું થાય છે તેના વિશે જણાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મૃત્યુ બાદ આત્મા 13 દિવસ સુધી પોતાના ઘર અને પરિવારની આસપાસ રહે છે. પરંતુ ગરુડ પુરાણમાં તેના આગળની યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં આત્માના 49 દિવસની યાત્રા અને રસ્તામાં આવનારા અલગ અલગ પડાવ વિશે જણાવવામાં આવ્યું છે. જાણો આત્મા સાથે શું શું થઈ શકે છે.
ગરુડ પુરાણ મુજબ માણસનું મૃત્યુ થાય ત્યારે આત્મા શરીર છોડે છે. ત્યારબાદ તેની આગળની યાત્રા શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં આ કારણસર મૃત્યુ બાદ અનેક દિવસો સુધી પૂજા પાઠ અને અન્ય સંસ્કાર કરવામાં આવે છે. તેમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ સામેલ છે. ધાર્મિક માન્યતા છે કે આ કામોથી મૃત વ્યક્તિના આત્માને શાંતિ મળે છે અને તેની આગળની યાત્રા સરળ બને છે. પરિવારના લોકો આ રસ્મો પોતાના સ્વજનની આત્માની શાંતિ માટે કરે છે.
હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ 13 દિવસ ખાસ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દરમિયાન આત્મા પોતાના ઘર અને પરિવાર સાથે જોડાયેલી રહે છે. આથી આ દિવસોમાં પરિવારના લોકો અલગ અલગ ધાર્મિક રસ્મો નિભાવે છે. દસમું, અગિયારમું, બારમું અને તેરમું આ દિવસે વિશિષ્ટ પૂજા અને કર્મકાંડ થાય છે. એવું માનવામાં આવે છે કે આ રસ્મોથી મૃત વ્યક્તિના આત્માને શાંતિ મળે છે. તેરમીનો દિવસ આ તમામ સંસ્કારોનો એક મહત્વનો દિવસ છે.
ગરુણ પુરાણમાં પ્રેત ખંડમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ આત્મા યમલોક તરફ જાય છે. રસ્તામાં અનેક પડાવ પસાર કરવા પડે છે. વૈતરણી નદીનો પણ ઉલ્લેખ છે. ધાર્મિક માન્યતા મુજબ આ યાત્રા દરમિયાન આત્માએ પોતાના સારા અને ખરાબ કર્મોના ફળ ભોગવવા પડે છે. ત્યારબાદ તે યમલોક પહોંચે છે. આ રીતે ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ આત્માના સફરને વિસ્તારથી જણાવવામાં આવી છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી ગરુડ પુરાણમાં જણાવેલી વાતો અને ધાર્મિક માન્યતાઓ તથા જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)