SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નાના પાટેકરના મૃત્યુમાં ગોવા પોલીસને કેમ 'અપ્રાકૃતિક મોત'નો મામલો લાગ્યો? મોડી રાતે શાં માટે કરાયા અંતિમ સંસ્કાર

Nana Patekar Death News: બોલીવુડમાં પોતાની ડાયલોગ ડિલિવરીથી એક અલગ જ પ્રભાવ છોડનારા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 8 ઓક્ટોબરના રોજ 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી. તેમના મોત અંગે ગોવા પોલીસે અપ્રાકૃતિક મોતનો મામલો નોંધાતા ફેન્સ ચોંકી ગયા છે. જાણો કઈ પરિસ્થિતિમાં બીએનએસની કલમ 194 હેઠળ નોંધાય છે કેસ?

Written By Viral Raval
Published: Oct 09, 2026, 01:39 PM IST | Updated: Oct 09, 2026, 01:54 PM IST
Image Credit: AI Generated Image
Join

8મી ઓક્ટોબરના રોજ  બોલીવુડથી એવા આઘાતજનક સમાચાર આવ્યા જેણે આખા દેશને હચમચાવી દીધો. દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની ઉંમરે ગોવામાં છેલ્લા શ્વાસ લીધા. દિગ્ગજ અભિનેતાના પુનાા ડોંજે ગામમાં આવેલા તેમના ફાર્મ હાઉસ પર એ જ દિવસે મોડી રાતે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. હવે આ મામલે ગોવા પોલીસે મેડિકો-લીગલ 'અપ્રાકૃતિક મોત'નો કેસ દાખલ કરતા ચર્ચા શરૂ થઈ છે.

કેમ અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરાયો?

પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ કાર્ડિયાક અરેસ્ટથી મોત
મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સામે  આવશે પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ ડોક્ટરોને આશંકા છે કે કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે નાના પાટેકર પહેલેથી જ હ્રદયરોગી હતા અને તેમની સારવાર ચાલુ હતી.

મોડી રાતે અંતિમ સંસ્કાર પાછળનું કારણ
નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં મોડી રાતે અંતિમ સંસ્કાર કરવા પાછળનું કારણ પણ જણાવ્યું. સામાન્ય રીતે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરાતા નથી પરંતુ મલ્હારે કહ્યું કે પરિવાર ગોવામાં હતો અને પાર્થિવ દેહને પુના સ્થિત ગામના ફાર્મ હાઉસ પર લાવવામાં વાર લાગી. નિધન વહેલી સવારે થયું હતું અને ઘણો સમય વીતી ચૂક્યો હતો એટલે પરિવારે ગુરુવારે રાતે જ અંતિમ સંસ્કાર કરી લેવાનો નિર્ણય કર્યો.

આ કાર્યક્રમમાં સામેલ થવાના હતા નાના પાટેકર
શેખર સુમને એક્સ હેન્ડલ પર એક ટ્વીટ દવારા નાના પાટેકરના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે તેઓ 7 ઓક્ટોબરે  તેમના શો શેખર ટુ નાઈટમાં સામેલ થવાના હતા. જો કે અભિનેતાએ તેને કેટલાક દિવસો માટે પોસ્ટપોર્ન કર્યુ હતું. શેખર સુમને વધુમા કહ્યું કે કાશ તેમણે આમ ન કર્યું હોત. તો મને તેમને છેલ્લીવાર ભેટવાની તક મળત.

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES